
(યાદ એવી આપ જેને યાદ ના… ફોટો: વેબ પરથી)
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.
એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.
આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !
આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
કયા શે’રને શિરમોર ગણવો- એ મૂંઝવણમાંથી બહાર નીકળી જ ન શકો એવી કિરણભાઈની આ ગઝલ થોડા દિવસ પહેલાં જ એમના બ્લોગ પર વાંચી અને મને એટલી બધી ગમી ગઈ કે તમારે માટે સીધી અહીં કોપી-પેસ્ટ કરી દીધી… :-)






ક્યા બાત હૈ…
એકદમ સાચી વાત ઊર્મિ… હું પહેલો શેર વાંચીને કોપી પેસ્ટ કરવા જતી હતી ને આખી ગઝલ વાંચતા તો બધા જ શેર કોપી થઇ ગયા..
વાહ કિરણભાઇ.. મઝા પડી ગઇ..!
મજાની ગઝલ… આ ગઝલ જેટલીવાર વાંચું છું, યાદવાળો શેર વધુ ને વધુ ગમતો જાય છે…
સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.
————–
સુગંધભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,
શ્વાસ કસુંબલ માણ્યો જ્યારે, જ્યારે તારી લટમાં જીવ્યા.
આટલુ સરસ લખવા કલ્પના કરવી પડે,
એ પછી શબ્દની પણ અર્ચના કરવી પડે.
ભાઈશ્રી કિરણની ગઝલ ખૂબ જ સરળ શબ્દોમા સરસ વાત સમજાવનારી છે.
* રાજેન્દ્ર નામજોશી- વૈશાલી વકીલ,સુરત
આપવા માગે છે જ તો આટલુ દઇ દે મને
યાદ એવિ આપ જેને યાદ કરવિ ના પડે |
————–
આમ તો પ્રત્યેક જણ્ યોગિ છેથવા સન્ત છે
સાવ નાનિ વાતમા અહિ સાધના કરવિ પડે
“ખરેખર સાચિ વાત છે”
છ્@ન્દ્ર્@
ખુબ જ સરસ ગઝલ!!!
કિરન ભાઈ ના બ્લોગ નિ લિન્ક આપવા ની ક્રુપા કરવા વિન્નતિ
સરસ ગઝલ એટલુ જ બસ છે કારણ મારા સુરતના શાયર વિષે ટહુકો પર વિસ્તારથી એમની ગઝલની વાત કરી છે, સુરતના મુશાયરાઓમા અને સાહિત્ય સકુંલમા બહુ વખત રુબરુ સાંભળવાનો મોકો મળ્યો છે, ઊભરતા કવિશ્રીને ખુબ ખુબ શુભકામનાઓ અને આપનો આભાર.
ગિત ગઝલ કે કવિતા કહેવાય કોને તેનિ ખબર ના હોય તો પછિ એનિ સાધના કરવિ પડે……
વાહ કિરન, અદ્ભુત ગઝલ,,મઝા આવિ ગૈ..દીલીપ ઘાસવાલા
સરસ મીઠી ગઝલ છે.
ખુબ સરસ ગઝલ …!!!
ખૂબ સરસ!
સાચી વાત… !
મેં ગઝલ વાંચીને, comment આપ્યા વિના, ગઝલ જ વૅબ પર મૂકી દીધી’તી.