ભલે પધાર્યા... મારી વેબસાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે!

ઊર્મિનો સાગર...

(સ્વરચિત ઊર્મિકાવ્યો!)



ગાગરમાં સાગર...

(ગુજરાતી સાહિત્યનાં મહાસાગરની થોડી બુંદો મારી ગાગરમાં!)

  • મુખ પર મલકાયું -ભાસ્કર વોરા Fri, 03 Sep 2010 01:00:50
    આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ… મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ, ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ !
  • કસુંબીનો રંગ -ઝવેરચંદ મેઘાણી Sat, 28 Aug 2010 05:00:48
    આજે આપણા ‘રાષ્ટ્રીય શાયર’ શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી… તો આજે એમનાં આ ખૂબ જ લોકખ્યાત શૌર્યગીતથી એમને હૃદયપૂર્વકની સ્મરાંજલિ અર્પીએ. લાગ્યો કસુંબીનો રંગ - રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજo
  • યાહોમ કરીને પડો –કવિ નર્મદ Tue, 24 Aug 2010 22:00:21
    પંદરમી ઑગષ્ટે મૂકેલું કવિ નર્મદનું ગીત આજે એમનાં જન્મદિવસે ફરી એકવાર… (due to popular demand ) મેહુલનાં સંગીત અને પાર્થિવનાં સ્વર સાથે.   કવિવર શ્રી નર્મદાશંકરને સાદર સ્મરણાંજલિ. સંગીત : મેહુલ સુરતી સ્વર : પાર્થિવ ગોહિલ આલ્બમ : પ્રેમ-શૌર્ય-ગુજરાત [See post to listen to audio] ——– Published on August 15, 2010 આજે ભારતનાં 63માં સ્વાતંત્ર્ય દિવસે ઊર્મિસાગર.કૉમ તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન [...]
  • બળેવની શુભેચ્છાઓ? Tue, 24 Aug 2010 14:27:44
    આજે રક્ષાબંધનનાં પવિત્ર દિવસે દરેક બહેનો અને બહેનોનાં ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મારા તરફથી મારા પ્રિય ભાઈઓને અને આપ સૌને એક ઊર્મિ-કણિકા સસ્નેહ અર્પણ…
  • એક વરસાદી ગઝલ -રઈશ મનીઆર Sun, 22 Aug 2010 07:00:32
    ઓગણીસમી ઑગષ્ટે આપણા વ્હાલા કવિ શ્રી રઈશભાઈનો જન્મદિવસ હતો… તો મોડી મોડી હી સહી, આપણે એમના જન્મદિવસે એમની જ આ વરસાદી ગઝલ સાથે એમને અઢળક શુભેચ્છાઓનો મબલક વરસાદ મોકલીએ… :-) જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ, તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.



સહિયારું સર્જન...

(સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ, જ્યાં દર મહિને એકવાર સૌ મિત્રોને ગુજરાતી કવિતા લખવાનું આમંત્રણ આપતો કવિતાસર્જન માટેનો એક નવો વિષય આપવામાં આવે છે!)