Dec 07 2009
ચાલ સખા, હળવા થઈ જઈએ
આજે ઘણા વખતે ઊર્મિનો સાગર પર પ્રથમવાર પ્રસ્તુત છે, એક દ્વંદ્વગીત. આશા છે કે આપ સૌને જરૂર ગમશે… હંમેશની જેમ આપ સૌના નિખાલસ અભિપ્રાયો આવકાર્ય છે.

(પળ પળ પીગળવાની ઘટના… Prairie dogs, 8/8/2009)
ચાલ સખા, હળવા થઈ જઈએ,
ચાલ સખી, હળવા થઈ જઈએ.
પળ પળ પીગળવાની ઘટનાની ગલીઓમાં ચાલ ફરી ભમતા થઈ જઈએ,
ચાલ સખા, હળવા થઈ જઈએ.
મૃગજળનાં સંબંધનો દરિયો ઉલેચીને ખળખળખળ વહેતા થઈ જઈએ,
ચાલ સખી, હળવા થઈ જઈએ.
ક્યાં સુધી પાળીશું અધૂરપની વેદનાઓ ?
અધૂરા આ સ્વપ્નો ને અધૂરી આ ઝંખનાઓ;
અધરોની અધૂરપ ને અધૂરપની મધુરપમાં ચાલ હવે ભળતા થઈ જઈએ…
ચાલ સખી, હળવા થઈ જઈએ.
કેમ કરી સહેવાશે મૌનનાં આ ટહુકાઓ !
છાતીમાં સંઘરેલા ધખધખતા ડૂમાઓ;
આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં પડતાં થઈ જઈએ…
ચાલ સખા, હળવા થઈ જઈએ.
-’ઊર્મિ’ (૧૮ ડિસેમ્બર, ૨૦૦૮)




વાહ પ્રેમની વાતો વાહ
આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં પડતાં થઈ જઈએ…
ચાલ સખા, હળવા થઈ જઈએ.
ઓ હો હો…
મને તો આ શબ્દોની સાથે સાથે ક્યાંકથી તારો અવાજ પણ સંભળાય છે..
કેમ કરી સહેવાશે મૌનનાં આ ટહુકાઓ !
છાતીમાં સંઘરેલા ધખધખતા ડૂમાઓ;
આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં પડતાં થઈ જઈએ…
શ્રી ઊર્મિબેન, હળવા થવાની વાત સખી અને સખા બંનેને સ્વિકાર્ય બની જાય તો સંસારમા વિષેશ માધુર્ય બની રહે એ વાત તમે ખુબ સરસ રીતે કહી છે, અનાવિલોના સંદર્ભે સખી અને સખા બનેના મૌનના ટહુકાને નવો વ્યાપ મળી જાય તો અહંમમુક્તિનો એક ઉઘાડ મળી રહે એ વાત નિશ્ચિત લાગે છે, આપને સરસ રચના માટે અભિનદન અને આભાર ….
“ક્યાં સુધી પાળીશું અધૂરપની વેદનાઓ ?
અધૂરા આ સ્વપ્નો ને અધૂરી આ ઝંખનાઓ”
વાહ ઊર્મિબેન! તમે આટલી સુંદર રચના લખીને મનને ખુશ કરી દીધુ !!
ક્યાં સુધી પાળીશું અધૂરપની વેદનાઓ ?
અધૂરા આ સ્વપ્નો ને અધૂરી આ ઝંખનાઓ;
અધરોની અધૂરપ ને અધૂરપની મધુરપમાં ચાલ હવે ભળતા થઈ જઈએ…
અરે આ તો જેવુ વિચાર્યુ એવુ જ તમે લખુ ચે જાને કે મારા વિચારો ને તમે વાચયા એવુ લાગ્યુ સાચેજ
tnxs to u didi.
& all the best for future.
નિતાન્ત પ્રેમ અને સખ્ય!
ઉર્મી , આપની દરેક રચનાઓ કાબિલે તારિફ છે … હૈયામા ઊંમટી રહેલેી લાગણીઓ ના પુર ને યોગ્ય પ્રવાહમા વાળી ને વાચા આપી શકો છો .. ખુબ ખુબ અભિનઁદન …!!!!
સરસ ઊર્મિસભર ગીત.
very nice poem…..
કેમ કરી સહેવાશે મૌનનાં આ ટહુકાઓ !
હળવા થઈ જવા માટેની તૈયારીનું ગીત ખુબજ ગમ્યું.સખી અને સખા વચ્ચેની વાતચીતની શૈલી સરસ રહી.એક જ શબ્દમાં કહેવું હોય તો એમ કહું કે,અદભુત.
-રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ (સુરત )
કેમ કરી સહેવાશે મૌનનાં આ ટહુકાઓ !
છાતીમાં સંઘરેલા ધખધખતા ડૂમાઓ;
આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં પડતાં થઈ જઈએ…
ચાલ સખા, હળવા થઈ જઈએ.
સરસ.
રાજેન્દ્ર
http://www.yogaest.net
સરસ ગીત. હળવા કરી દે એવી હળવી રચના.
સરસ ગિત હલવા કરિ દે અવિ હલવિ રચનઆ.
વાહ ઊર્મિ…..
પરસ્પરના પ્રેમને અને લાગણીસભર આવેગના વેગને સુંદર અને કાવ્યાત્મક રીતે અવતાર્યો છે આ ઊર્મિલ અભિવ્યક્તિના પ્રસ્તુતિકરણમાં……
ભાવનાઓની ભીનાશ અને આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં(ખંજનમાં ન જચ્યું?) પડીને હળવા થઈ જવાનું કલ્પન પણ ગમ્યું હો…!
મારી જાણમુજબ - સાવ નવું અને કદાચ પ્રથમ જ વખત પ્રયોજાયેલ…..(?)
જેવું ગીત એવા જ માતબર અભિનંદન.
સરસ અરસપરસ
હવે તો સખા કાવ્યસંગ્રહ કે સખા ગીતોની કેસેટ બહાર ન પડે તે ન ચાલે
આ દ્વંદ્વ ગીત સંપૂર્ણ ” ઉર્મિ” બ્રાન્ડ છે.. મઝાનું છે અને સંગીતકારો અને ગાયકો ને સરસ શબ્દો આપનારું છે.
અભિનંદન
વધુ લખતા રહેવાની અને હ્રદયંગમ સર્જતા રહો તેવી શત શત શુભ કામનાઓ
સૂરોમાં ઢાળવાનું મન થઈ જાય એવું સૂરીલું ગીત છે.
સુંદર સુંદર રચના કરો તેવી શુભેચ્છાઓ.
last pankti vishesh gami. Keep the good work on!
ખુબ સરસ ભાવવાહી ગીત
Very well simplified!
વાહ ઊર્મિ સરસ ગિત હળવા થવાનિ વાઅત ગમી
સપના
સરસ ગીત ઉર્મિ અભિનન્દન
સરસ ગીત.
છાતીમાં સંઘરેલા ધખધખતા ડૂમાઓ;ને બદલે ડૂસકાઓ મૂકી જુઓ.
લયબ્ધ્ધ છે. સુંદર સ્વરાંકન થશે. અભિનંદન.
કેમ કરી સહેવાશે મૌનનાં આ ટહુકાઓ !
છાતીમાં સંઘરેલા ધખધખતા ડૂમાઓ;
આંખમાંથી ઉતરીને એકમેકનાં ગાલોનાં ખાડામાં પડતાં થઈ જઈએ…
- સરસ !
આમ પણ સૂરતીઓને ખાડામાં પડવાનો અનુભવ વધારે એટલે ખરો સૂરતી કવિ જ આવી વાત કરી શકે
મુકુલભાઈએ પણ ‘તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો’ એવું કહેલું !
સુંદર ગીત…
ઊર્મિઓ ધીમે ધીમે ઊઘડે છે…
ખુબ જ સુંદર ગીત..
ખૂબ જ સુંદર રચના. અભિનંદન.
વીરેન્દ્ર-વેણુ
શબ્દોનો પ્રવાહ ને ભાવની ભરતી.. મજાનું ગીત
દ્વંદ્વગીત એટલે ?
દ્વંદ્વગીત એટલે યુગ્મગીત… યુગલગીત.
યુગલગીત માટે ‘દ્વંદ્વગીત’ શબ્દ મને ઘણી જગ્યાએ વાંચ્યાનું યાદ છે અને ઘણાનાં મુખે સાંભળ્યો પણ છે, જેમાનાં એક છે આપણા સંગીતકાર શ્રી અમરભાઈ ભટ્ટ… જો કએ જોડણીકોશમાં દ્વંદ્વગીત શબ્દ નથી, પરંતુ ‘દ્વંદ્વગાયન’ શબ્દ છે; એટલે કદાચ દ્વંદ્વગીત શબ્દની validity માટે ઘણા મિત્રો સંમત ન પણ હોય/થાય.
વાહ ! સરસ ગીત !
મજા આવી ગૈ !!
ઉર્મિની ઉર્મિ સરસર રીતે છલકાણી છે. હળવાશના હાશકારા સાથે રચાયેલું સરસ ગીત…
સ ર સ્….મને ખુબ ગમ્યુ અભિનન્દન્….
ઉર્મી,
ખૂબજ મધુર કોમલ પદવલી કવિ કાન્ત સિવાય અન્ય પણ લખી શકે છે તે આ રચના દ્વારા વ્યક્ત થાય છે. વર્ણાનુપ્રાસનો ખૂબ સારો પ્રયોગ. પળ પળ પીગળવાની….વાહ અને અધુરપની મધુરપ..સુન્દર શબ્દાનુપ્રાસ્….દ્વન્દ્વગેીત છે પરન્તુ ભાવ વધુ નારીસહજ છે.
વાહ… પ્રેમ ના કેવા મૌન ટહુકા… શ્વાસે શ્વાસે તારા અણસારા…
મૃગજળનાં સંબંધનો દરિયો ઉલેચીને ખળખળખળ વહેતા થઈ જઈએ,
બહુ સરસ
સંવેદના સરસ રીતે વ્યક્ત કરી છે.સુંદર,સહજ અભિવ્યક્તિ.પણ એક બાબત તરફ ધ્યાન દોરવાનું મન થાય. ‘અધુરપની વેદનાઓ’ અને ‘એકમેકનાં ગાલોના’ આ બે જગ્યાએ લય સહેજ શિથિલ લાગ્યો.
ખરેખર ખુબજ સુંદર કાવ્ય…..
આખી એ આખી રચના ખરેખર સુન્દર છે..શુ કલપના છે?શુ શબ્દો છે?શુ ભાવ છે?…મજા આવી ગઈ…આભાર
very beautiful!!!!!!
Heart touching poetry.
આભાર. આવુ સરસ કાવ્ય પીરસી ને. મજા આવી ગઈ. જેને શબ્દો મા વર્ણવી ન શકાય.
ક્યાઁ સુધી પાળીશુ અધૂરપની વેદનાઓ ……. અને
મ્રુગ્જ્ળ્ના દ્અરિયઓ……………… ખુબ ગ્મીઈ.બધી સઁવેદનાઓ નિતરતુ ગીત્.
અધરોની અધૂરપ ને અધૂરપની મધુરપમાં ચાલ હવે ભળતા થઈ જઈએ…
આ વન્ચિત્તતા ખુબ ખુચે છે.
ચાલ આ કવિતા વાચીને પિગળી જઇએ……
મસ્ત્………… વેરી નાઇસ્
ઊર્મિ,
સ્વરબદ્ધ કરવાનું મન થાય એવી સુંદર ને મધુર રચના છે.
પ્રયત્ન કરીશ. થશે તો મોકલીશ.
- નંદિતા