Mar 20 2010

સાવ સીધી વાત છે. (ત્રિપદી)

ત્રિપદી ગઝલ લખવાનો મારો પ્રથમ પ્રયાસ…

green-land-sky
(ધરતી છે તો આભ છે…    ૪ જૂલાઈ, ૨૦૦૯)

*

સથવારાનો
સતત ભાવ, પ્રેમ-
માં પર્યાપ્ત છે!

*

આશનો ઉત્પાત છે,
એ જ તો સંતાપ છે;
સાવ સીધી વાત છે.

આભ એક આભાસ છે,
ધરતી વાસ્તવવાદ છે;
સાવ સીધી વાત છે.

સૂર્યનું હોવું છે દિન,
ને ના હોવું- રાત છે;
સાવ સીધી વાત છે.

મદ ન કર ઉત્કર્ષનો,
ચડતી છે તો પાત છે;
સાવ સીધી વાત છે.

તું ફકત સંભાવના,
પંડ તો સાક્ષાત્ છે;
સાવ સીધી વાત છે.

તરસે-તડપે-ધગધગે,
નિશ્ચે ઝરમર-જાત છે;

સાવ સીધી વાત છે.

પ્રેમ છે શાશ્વત, સખા !
ઊર્મિ ઝંઝાવાત છે;
સાવ સીધી વાત છે.

-’ઊર્મિ’

છંદવિધાન : ગાલગાગા ગાલગા

21 Responses to “સાવ સીધી વાત છે. (ત્રિપદી)”

  1. Vijay Shahon 20 Mar 2010 at 4:19 pm

    પ્રેમ છે શાશ્વત, સખા !
    ઊર્મિ ઝંઝાવાત છે;
    સાવ સીધી વાત છે.

    વાહ્!

  2. sapanaon 20 Mar 2010 at 4:58 pm

    પ્રેમ છે શાશ્વત, સખા !
    ઊર્મિ ઝંઝાવાત છે;
    સાવ સીધી વાત છે.
    વાહ ઊર્મી સરસ ગઝલ થઈ..આ પંક્તિઓ ગમી
    સપના

  3. Dr. Dinesh O. Shahon 20 Mar 2010 at 10:24 pm

    પ્રિય ઉર્મિ,
    આભિનંદન! તારો પ્રથમ પ્રયાસ ખુબ જ સફળ નીવડ્યો. છેલ્લી પંક્તિ વાંચી જરા હસવુ આવી ગયુ.. તારા સખાને ગમ્યુ હશે તેવી શુભેછા! બહુ જ ગહન સત્ય તેં કહી દિધું!

    દિનેશ અંકલ, નડિયાદ, ગુજરાત, ભારત

  4. સુનીલ શાહon 21 Mar 2010 at 1:04 am

    સાવ સીધી વાતમાં બહુ સુંદર વાત કરી છે..પ્રથમ પ્રયાસ સરસ રહ્યો…સફળ રહ્યો. અભિનંદન.

  5. ડો.જ્યોતિ હાથીon 21 Mar 2010 at 2:18 am

    સથવારાનો
    સતત ભાવ, પ્રેમ-
    માં પર્યાપ્ત છે!

    ખરેખર ધન્યવાદ !
    બહુ જ સરસ રચના છે.

  6. વિવેક ટેલરon 21 Mar 2010 at 2:23 am

    સથવારાનો
    સતત ભાવ, પ્રેમ-
    માં પર્યાપ્ત છે!

    - હાઈકુમાં શબ્દ તોડીને લખવાનો પ્રયોગ આવકાર્ય ખરો?

    ત્રિપદી ગઝલ બહુધા સપાટ બયાની રહી ગઈ હોય એવું જણાય છે. શેર શેરિયત કે કવિતાની ઊંચાઈ સુધી પહોંચતા જણાતા નથી, એક આ અપવાદને બાદ કરતાં:

    તું કેવળ સંભાવના,
    પંડ તો સાક્ષાત્ છે;
    સાવ સીધી વાત છે.

  7. nilam doshion 21 Mar 2010 at 2:52 am

    ઉર્મિ, મને તો તારી આ સીધીવાત ગમી ગઇ.

    પણ વિવેકભાઇએ કહેલ શેર વધારે સ્પર્શી જાય એવો બન્યો છે..બાકીના સીધા….સીધી લાઇન જેવા અને આ સીધી લાઇન છે એવું તો તેં જ કહી દીધું છે. !!

    .

  8. અભિષેકon 21 Mar 2010 at 3:43 am

    આજે ૨૧મી માર્ચ છે. આ દિવસને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામા આવે છે. સમગ્ર વિશ્વગુર્જરીને આ દિવસની હાર્દિક શુભેચ્છા. ગુજરાતી કવિતાનો સતત અભિષેક કરતા બ્લોગસ ટહૂકો, લયસ્તરો,ઊર્મીસાગર, રણકાર,ગાગરમા સાગર અને આવા અનેક બ્લોગ્સના સંચાલકોને ‘અભિષેક’ તરફથી હાર્દિક શુભેચ્છા. આપણા સહુના સહિયારા પ્રયાસો વડે આ શબ્દાભિષેક સતત થતો જ રહેશે એવી ખાતરી છે.
    આજના દિવસવિશે વધુ માહિતી વાંચવા માટે આ લીંક અનુસરો. http://www.krutesh.info/2010/03/blog-post_21.html

  9. Shirish Kamdaron 21 Mar 2010 at 5:40 am

    Excellent!

    Keep it up

  10. Mukund Desai'MADAD'on 21 Mar 2010 at 10:16 am

    સાવ સેીધેી વાત ખરેખર સુનદર કાવ્ય રચના

  11. Lina Christianon 21 Mar 2010 at 11:03 am

    વાહ…..બહુ સરસ…

  12. Lata Hiranion 22 Mar 2010 at 1:47 am

    સ ર સ

  13. GURUDATTon 22 Mar 2010 at 7:22 am

    હોય છો છોટી બહેર,
    અભિવ્યક્તિ દળદાર છે!
    સાવ સીધી વાત છે!

    ખુબ સુદર વિચાર-અને અભિવ્યક્તિ..
    અભિનંદન…

  14. dilipon 22 Mar 2010 at 2:25 pm

    પ્રેમ છે શાશ્વત, સખા !
    ઊર્મિ ઝંઝાવાત છે;
    સાવ સીધી વાત છે.
    સુંદર ટુકી બહર શી ગઝલ ..અભિનન્દન

  15. ધવલon 22 Mar 2010 at 2:54 pm

    સરસ !

  16. Kalpeshon 23 Mar 2010 at 9:53 am

    મને તો બહુ સરસ લાગી

  17. kishore modion 24 Mar 2010 at 7:19 pm

    માણવા ગમે તેવી ત્રિપદી અભિનન્દન

  18. Ullas Ozaon 27 Mar 2010 at 8:11 am

    ખુબ સુન્દર રચના. થોડા શબ્દોમા ઘણુ કહી જાય છે.

  19. Pancham Shuklaon 27 Mar 2010 at 11:23 am

    સરળ અને સીધી ત્રિપદીનો પ્રથમ પ્રયોગ ખરેખર માણવા/વખાણવા લાયક લાગ્યો. આ ત્રિપદીને લગભગ ૩થી ૪ વાર જુદા જુદા સમયે વાંચ્યાં પછી…….

    લગભગ દરેક બંધનો સરળ સંદેશ પુનરાવર્તન પામતી પંક્તિ ‘સાવ સીધી વાત છે’ ને ઘૂંટે છે. અને આમ જોઈએ તો લગભગ સાવ સામાન્ય લાગતી આ બધી જ વાતો સમજવા છતાં આપણે સમજતાં નથી. કવિયિત્રી આ વાત વારેવારે દોહરાવી સરળતામાં વ્યંજના ઉમેરે છે. આશાના ઉત્પાતને અવગણી સરળ સીધા માર્ગે શાશ્વત પ્રેમ સુધી પહોંચવાની ત્રિપદી એના શબ્દોની ગોઠવણી કે ચોટથી નહીં પણ એનાં ભાવજગત અને સરળ શબ્દોથી હૃદયને સ્પર્શે છે.

    હવે જો ઊર્મિ ત્રિપદી પર દિલથી હાથ અજમાવવાનું વિચારશે તો હાઈકુ અને ગોપીભાવ ગીત/ગઝલ પછી ઊર્મિલ ત્રિપદીઓનો ફાલ બહુ દૂર નથી.

  20. "માનવ"on 01 Apr 2010 at 4:48 am

    “સથવારાનો
    સતત ભાવ, પ્રેમ-
    માં પર્યાપ્ત છે!”

    સરસ પંક્તિ છે….

  21. Navniton 05 Apr 2010 at 8:30 am

    ઝંઝાવાત છે. Straight and simple.
    Enjoyed it !

Trackback URI | Comments RSS

Leave a Reply