May 28 2009

ઘરઘત્તા

Published by ઊર્મિ at 9:00 am under અછાંદસ

થોડા દિવસો પહેલા મારા એક ખાસ દિવસે મારા માટે સરપ્રાઈઝરૂપે સૌ પ્રથમવાર ગાગરમાં સાગર પર પ્રકાશિત થયેલ મારું એક અછાંદસ.

khushu-tea-party
(ખુશીની ટી-પાર્ટી…            નવેમ્બર 2000)

નાનપણમાં
રો…જ બપ્પોરે
ઘરના ઓટલા પર છાંયડે બેસીને
આપણે પેલી રમત રમતાં’તાં…
એ યાદ છે તને ?!

તું તારા ઘરેથી નાસ્તો લઈ આવતી
અને હું ભાખરી.
તું મારો વર બનતી
અને હું તારી વહુ…!
(કોકવાર ઊલટુયે કરતા.)
સામેના ઘરમાં રહેતી પેલી નાનકડી ખુશીને
આપણે કોકવાર આપણી દિકરી યે બનાવતા.
તું ઓફિસે જવાનું નાટક કરતી,
અને હું
નાનકડા સ્ટવ પર નાનકડી તાવી મૂકી
ભાખરી શેકવાનો અભિનય કરતી.
મારી ખોટુકલી રસોઈ થઈ જતી,
પછી
આપણે સાચુકલું સા….થ્થે બેસીને ખાતા…!

ખોટુકલું ઘર,
ખોટુકલી રસોઈ,
ખોટુકલા સંબંધો,
ખોટુકલા ઝઘડા,
પણ
સાચુકલી લાગણી
અને સાચુકલા મનામણાં…!
સાવ ખોટુકલી રમત અને
સાવ સાચુકલી મજા…!

પણ હવે
- કોણ જાણે કેમ -
બધ્ધું જ ઊલટું થઈ ગયું છે!

-ઊર્મિ

33 Responses to “ઘરઘત્તા”

  1. sapanaon 28 May 2009 at 9:39 am

    સુંદર અછાંદસ ઊર્મિ,
    સાચેય પેલુ ખોટકલુ ઘર કેટલુ સાચુકલુ હતુ.
    સપના

  2. vishwadeepon 28 May 2009 at 9:58 am

    ભૂતકાળની યાદોમાં વર્તમાન ટપકી..એક અનોખું મેઘધનુષ્ય રચાય તો કેવું લાગે? ઊર્મિ … સુંદર કાવ્ય..

  3. Bharat Atoson 28 May 2009 at 10:08 am

    હા કાવ્ય મેં વાંચ્યું હતું ગાગરમાં સાગર પર.
    સરસ કાવ્ય છે.
    ખરેખર ખુબ જ સરસ કાવ્ય છે.

  4. M.D.Gandhi, U.S.A.on 28 May 2009 at 4:09 pm

    બાળપણની મજા એ બાળપણમાંજ. આજ વસ્તુઆ જે પણ છોકરા-છોકરીઓ રમેજ છે.
    બહુ સરસ રચના છે.

  5. વિવેક ટેલરon 29 May 2009 at 1:38 am

    બાળપણની પૃષ્ઠભૂમાં સર્જાતું મોટાઓનું વિષમ મનોજગત કવિતાને ધાર બક્ષે છે…

  6. Dr.Mayurion 29 May 2009 at 6:11 am

    સાચુકલી લાગણી
    અને સાચુકલા મનામણાં…!
    સાવ ખોટુકલી રમત અને
    સાવ સાચુકલી મજા…!

    પણ હવે
    - કોણ જાણે કેમ -
    બધ્ધું જ ઊલટું થઈ ગયું છે!
    સાચી અને ખોટી એ જે વિરોધાભાસ સમય સાથે વણ્યો છે તે ખુબ જ touchy છે.I have no words to say!

  7. Cassamalyon 29 May 2009 at 7:23 am

    Dear Oumi : Your writting is very nice and really
    when we are little and play same.
    Congratulation.

  8. Pragnaon 30 May 2009 at 3:57 am

    સાવ ખોટુકલી રમત અને
    સાવ સાચુકલી મજા…!

    અફસોસ….. આજ બધું ઊલટું થઈ ગયું છે એનો.

    ખરેખર ખુબ જ સરસ કાવ્ય છે.

    પ્રજ્ઞા.

  9. Nitaon 30 May 2009 at 10:42 pm

    yes we all r remember our sweet memoty of past life it was so nice, અને હવે તો બસ યાદો સિવાય કશુ નથિ રહ્યુ ફરિ યાદ આવે ચે

  10. Hiral Vyas "Vasantiful"on 31 May 2009 at 11:59 pm

    ખુબ સરસ કાવ્ય.

  11. jayeshupadhyayaon 01 Jun 2009 at 3:06 am

    વીરોધાભાસ લઈ પાંગરતી સરસ રચના

  12. ashalataon 01 Jun 2009 at 6:28 am

    ખરેખર ખૂબ જ સરસ —-

    ગાન નાનુ,રમત નાની કેવી સાચકલી મજા,આને
    અને હવે ——-મોટુ?

  13. sudhir patelon 01 Jun 2009 at 9:07 am

    સરસ અછાંદસ! અભિનંદન!
    સુધીર પટેલ.

  14. ભાવના શુક્લon 01 Jun 2009 at 9:32 am

    ખુબ સરસ અભિવ્યક્તી ઉર્મી…

    એ ખોટુકલી રમત જો ઘડી ભરભી સાચી પડી જાય તો ભેરુની ઝલકતો મળી જાય !!
    કોણજાણે ક્યાય હશે એ ખોટુકલો વર જે પોતાના ઘા પરની નાનકડી પટ્ટી ઉખેળી મારા ઘા પર લગાડી આપતો હતો ને ઉપરથી હુફ ભરી બે ઠંડી ફૂંક મારી આપતો હતો.

  15. દેવાંગ વિભાકરon 01 Jun 2009 at 10:39 am

    ભુતકાળની ઝાંખી કરાવવા બદલ આભાર.

  16. jjugalkishoron 01 Jun 2009 at 10:45 am

    પણ હવે –

    આપણાવાળું ખોટુકલું તો રહ્યું નથી –
    આપણું જે સાચુકલું હતું તેય હવે મેળવવાનાં ફાંફાં !

    ચાલ હવે,
    આ જમાનાનું સાચુકલું ને ખોટુકલુંને
    જુદું પાડવાનું રમીએ !!

    ધન્યવાદ, ઊ.બહેના.

  17. Jay Gajjaron 01 Jun 2009 at 12:04 pm

    Very nice. Memories of childhood are great,
    ILA KADI HOY RAJA JO,
    MUKU N AA KHETARNI MAJA TO…
    All such poems touched my heart. Great memories of childhood make our life joyas.
    Thanks for such a heart touchy poem
    Congratulations
    Jay Gajjar, Mississauga, Canada

  18. સુનિલ શાહon 01 Jun 2009 at 1:26 pm

    કાશ..પાછું બધ્ધું ઉલટું થઈ જાય.. તો કેવી મઝા..!!
    ઊર્મિબેન, સરસ રચના.

  19. મયુર ચોકસી.on 01 Jun 2009 at 9:40 pm

    મયુર ચોકસી.

    કોઇ લૌટા દે મેરે બચપન કે દીન …..કાવ્ય વાઁચી બાળપણ યાદ આવી ગયુ. સાચુકલું ………..સમય તથા સઁજોગ ની વ્યસ્તતા મા જાણે બાળપણ ક્યા વિસરાઈ ગયુ તુ, તે કાવ્ય વાચી બાળપણ ની સુનહરી યાદ ફરી તાજી થઈ ગઈ.

  20. Dhavalon 02 Jun 2009 at 10:15 am

    સરસ !

  21. janak naikon 02 Jun 2009 at 3:10 pm

    ખુબ સરસ કાવ્ય. ઉમર સાથે પરિપકવ થવુ જોઈએ, તેને બદલે ખોટુ જીવવાની આદત પડી જાય મુગ્ધતા ગુમાવી બેસીએ. કાવ્યમા છુપાયેલી વેદના હચમચાવી ગઈ.

    જનક નાયક

  22. harnishon 03 Jun 2009 at 4:01 am

    hi
    well i have not read so many gujarati poems now a days .
    but i read yours i think will read more…
    and this is greate.

  23. Vipulon 03 Jun 2009 at 1:01 pm

    wah urmi
    felt like i went back my life.
    I missed all those good days, life without tension.

  24. jignesh adhyaruon 04 Jun 2009 at 5:20 am

    ખૂબ સરસ અને ભાવનાસભર…..

    બધું સાચુકલુ આજકાલ ખોટુકલુ થઈ રહ્યું છે…..

    સુંદર રચના

  25. હેમંત પુણેકરon 06 Jun 2009 at 12:48 am

    સુંદર કાવ્ય ઊર્મિ! છેલ્લી પંક્તિઓમાં આવતો પંચ સરસ છે.

  26. Makarand Musaleon 08 Jun 2009 at 6:30 am

    સાચુકલું અછાંદસ!!
    અભિનંદન ઊર્મિ.

  27. nilam doshion 08 Jun 2009 at 10:58 pm

    just superb…like this very much…congrtas urmi..

  28. [...] ઉર્મિનો સાગર if(typeof(hyperweb_adcount)==”undefined”) hyperweb_adcount [...]

  29. [...] આભાર ઉર્મિનો સાગર [...]

  30. Manoj Shah, USAon 27 Jun 2009 at 4:33 pm

    Keep on writing……This is you Blog. Do not worry about some critics……

  31. Nimishaon 23 Oct 2009 at 10:46 am

    કિશન અમ કૈ કે મરો ફોતો કયા ે ?

  32. dharmeshon 09 Dec 2009 at 3:07 pm

    very nice
    l like it

  33. Patel Popatbhaion 05 Feb 2010 at 1:18 am

    Marun Khovayel Bachpan
    Gotato to Bije,
    Sundar Sachvayel
    malyun Tamara Kavya man.

    Aabhar Sachavava Badal

Trackback URI | Comments RSS

Leave a Reply