Jan 06 2009
-તો બેધડક તું મારી પાસે આવજે (ઓડિયોપઠન)
સૌ મિત્રોને નવા વર્ષની મબલખ શુભકામનાઓ ! આટલા લાં…બા રદીફની ગઝલ લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે. આ સાથે જ નવા વર્ષનાં આરંભમાં આ ગઝલનું પઠન મારા અવાજમાં સંભળાવવાનો થોડો ત્રાસ તમને આપુ છું. આશા છે કે એ સહન કરવાનું તમને ગમશે.
(સંધ્યાની અંતિમ ક્ષણની છબી ?! 31 મે 2007)
*
તું જીવનની
અંતિમ ક્ષણ બની…
આવશે સખા ?
*
*
કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.
પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.
-’ઊર્મિ’
છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

અરે વાહ… ખરેખર મઝા આવી..!!
દરેક શેર ખૂબ જ ગમ્યા..
તેમાં આ શેર તો… વાહ વાહ..
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
ઉર્મિ, નવા વર્ષની શરુઆત મઝાની રચનાથી કરી.
એક તરખટી શેર આના પરથીઃ
આમ છો દુર રહો બધાં મતભેદથી જુદાં,
જે સર્જાયું એ તો માણજો દીલથી બધાં.
પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.
સરસ…
બેન ઉર્મિ,
સરસ ગઝલ.
પ્રિયપાત્રને મળવા આવવાનુ ઈજન ખુલ્લેઆમ ગઝલ દ્વારા આપ્યું તો નથીને?
આતો મજાક છે.
મને આ બે પન્ક્તિઓ ખુબ ગમી.ખુબ ગૂઢાર્થ વાળી લાગી.
“આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે”
આફ્રીન ! ! !
ઇન્દ્રવદન વ્યાસ
પ્રિય મોના,
સરસ પ્રયત્ન અને પ્રયોગ.
શુભેચ્છા
સરયૂ
હું તને ભૂલી ગયો, એવી ભલે કરવી જ હો ફરિયાદ તોયે આવજે,
મિત્ર જો આ સાંભરે તો બેધડક તું મારી પાસે આવજે.
ક્યાંક ખોવાઈ છે બે-ત્રણ પળ જીવનની, ક્યાંક ખોવાઈ છે એ
યાદ ના આવે તને તો બેધડક તું મારી પાસે આવજે.
આપણી અણમોલ યાદોનો ખજાનો મારી પાસે આજ પણ અકબંધ છે
વાત કોઈ ના જડે તો બેધડક તું મારી પાસે આવજે.
જિંદગીનો ટુંકો છે મત્લા, ગઝલ લાંબી ને ‘સર્જન’ ખૂબ લાંબો છે રદીફ
અંતે મક્તા ના મળે તો બેધડક તું મારી પાસે આવજે!
સરસ ગઝલ અને પઠન પણ બહુ સરસ છે.
સુંદર ગઝલ..સરસ પઠન.
બે શેર ખૂબ ગમ્યા.
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.
સરસ ગઝલ! લાંબો રદિફ સરસ રીતે નીભાવ્યો છે. આ શેર ખાસ થયા છેઃ
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.
૨૫મી ડીસેમ્બરે એશા (દાદાવાળા)અને પન્નાબહેન (નાયક) ને વલસાડમાં એક કવિ સંમેલનમા અને આજે ‘ઊર્મિ’ને નેટ પર સાંભળી. કોણ જાણે કેમ તમને બધાને વાંચવામાં જે ચોટ મહેસુસ થાય છે તે સાંભળવામાં નથી અનુભવાતી. કારણ રજુઆતની કચાશ કે સ્ત્રી સહજ કોમળતા? કે મંદ પડતી જતી મારી શ્રવણશક્તિ ! બાકી રચના માટે અભિનંદનની હકદાર.
સુંદર રચના અને સુંદર પઠન…
રમેશભાઈ…. લખતા લહિયો થવાય અને હોતે હોતે પ્યાર હોતા હૈ એ પ્રમાણે ઊર્મિના લેખન અને પઠન -બંનેમાં ઉત્તરોત્તર સુધારો આવી જ રહ્યો છે… અને એને માટે એ અભિનંદનની હકદાર છે જ…
પઠન ભાવવાહી લાગ્યુ , પણ શેરની પહેલી લાઇન બે વાર અને બીજી એક વાર બોલવાનો શિરસ્તો છે.છન્દ્ સાચવવા ….
” સાદ પાડુ હુ પછી આવે , ન એવા આગમનમા છે મઝા ” અને ” હરગીઝ ના ” એમ રાખો તો ? Wish U all the best !
નિર્મિશ ઠાકર
આભાર નિર્મિશભાઈ. મારા બ્લોગ પર તમારા પગલાં જોઈને ખૂબ જ આનંદ થયો. હવે પછી તમારી અને રમેશભાઈની પઠન વિશેની વાત જરૂરથી ધ્યાનમાં રાખીશ. આપ બંનેનો દિલથી ખૂબ ખૂબ આભાર.
અન્ય વાંચક મિત્રોનો પણ ઘણો આભાર…
Very nice Gazal.
Enjoyed it.
Lately I have become a frequent visitor to your blog.
My Favorite is..
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
You got me thinking.
Thanks.
Very touchy
My favorite lines are :::::
I felt like Meera is calling to the god krishna….
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.
આ તો મારા માટે ગઝલ અને પઠનની ઓનલાઈન હોમ-લર્નિઁગ વર્કશોપ જેવું છે…
એટલે પ્રિય નિર્મિશભાઈ અને પ્રિય રમેશભાઈની વાતોને ધ્યાનમાં રાખીને ફરી પઠનની ઓડિયો રેકોર્ડ કરીને મૂકી છે, જે વાંચકમિત્રોને જોઈ લેવા વિનંતિ…!
બહુ જ સુંદર…બહુ જ મજા આવી…
આ વાંચીને અને સાંભળીને ફરી ૧૫-૨૦ વર્ષ નાના થઈ જવાનુ મન થઈ જાય છે!
જય
Brilliant Ghazal!!! with very simple and deep words.
What I like best and what is unique is the universal appeal of your Ghazal.
You can recite it in from of your mother,brother or beloved.And the appeal remains the same.
Good Work!!!
હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.
સુંદર શેર ! પઠન સાથે ગઝલને માણવાની મઝા પડી ગઈ ઊર્મિબેન.
યહ હૂઈ ન બાત….મારી નિર્દોષ કોમેન્ટ્સ ને સ્પોર્ટીલી લીધી તેનું સુંદર પરીણામ સાંભળવા મળ્યુ.ખુબ ખુબ પ્રગતિ સાધો એવા આશીર્વાદ.
પઠન સાંભળીને આનંદ થયો.
બહુ જ સુંદર…બહુ જ મજા આવી…
ખુબ નિખાલસ આવકારો હ્દયશ્પર્શી લાગે છે.. સુંદર ગઝલ અને સાઈટ છે આપની,મને યાદ આવી ગઈ..
કોઈપણ કારણ વગર તારા ઘરે આવ્યા કરીશ
પામવા સાંનિધ્ય તારું દ્વાર ખખડાવ્યા કરીશ
હિરલ જ્ળહળ મનસુખ આપતો દિલીપને
શ્વાસની મૂડીનું ક્યાથી રુણ ઉતાર્યા કરીશ
આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.
પ્રિય ’ઊર્મિ’,
તમારો અવાજ આજે જરુર પ્રિયતમને સઁભળાવજે!
રાજેન્દ્ર
બોલાવવાની વાત કઈંક જુદી લાગે છે.
સમજાવવાની રીત કઈંક જુદી લાગે છે.
ખુદાને અહિં આવવુ છે જગત માં
પણ પુજારી તારી પ્રિત કઈંક જુદી લાગે છે.
પ્રતિક મોર
pratiknp@live.com
Read this very late! I can only state that it is indeed a great plesure for a person like me to read such lovely lines!
Dil khush thai gayu!
Regards
Urmi,
How did I miss reading this beautiful ghazal before?
I like this sher a lot:
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
શુ કહુ?
જય શ્રીકૃષ્ણ ઉર્મિબેન.
સરસ રચના.
બહુ જ સરસ્……
આજે ઘણા લંબા સમય બાદ કોઇ રચના હ્દય ને ગમિ ગઇ….
ઉર્મિદીદી,
ખુબ જ સુંદર ગઝલ.
આમ તો આખી ગઝલ જ ગમી જાય એવી છે,પણ્..
આ મારો મનપસંદ શેર છે,આપની આ ગઝલમાથી…
“તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.”
[...] જેમ ગયા વર્ષે ઊર્મિબેનની રચના પ્રસ્તુત કરેલ તો આ વર્ષે તેમને તો કેમ કરી ભૂલાય.? અને હમણા જ ઉર્મિસાગર પર વાંચેલી તેમની આ રચના જાણે કે એમ ન કહેતી હોય કે જો આટલી રચનામાં પણ જો પ્રેમ નો અર્થ ન સમજાય તો બેધડક તુ મારી પાસે આવજે.તો માણો આ રચના અને તેને ઉર્મિબેનના સ્વરમાં પઠન સાંભળવા માટે તેમના બ્લોગ પર જવા અહીં ક્લીક કરો. [...]
ઊર્મિ ખુબ સુન્દર ગઝલ ફરી સાંભળી કેમ કે વાર્ંવાર ગમે તેવી છે..સમ્જાય તેવી ભાષામાં છે.
તમને વિન્ંતિ આ પ્રતિભાવ ફીચર્સ કઈ રીતે સેટ કરાય..જણાવશૉ ? આપને યોગ્ય લાગે તો જ..
ઊર્મીબેન,
તમે મને રડાવી દીધી. મારા દિલની વાત કરી.સખાને રીઝવવો. કોઈ તને ન સાંભળે તો બેધડક મારી પાસે આવજે.
સપના
દુબારા દુબારા !!!
સરસ્.
વાચન માટે રુબરુ મલિએ ત્યારે.
ચન્દુલાલ્
અહમદ ફરાઝ ની ગઝલ
રન્જિશ હી સહી…….
યાદ આવી ગઇ.
ખૂબજ સુંદર…………………
Very nice Gazal.
Enjoyed it.
ઉર્મિદીદી,
Whole Gahzal is truly very nice
I liked this one the most…
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
Very nice Gahzal…
The lines I liked most…
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
ઉર્મિબે’ન, very very very nice….
i liked the most,
“તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.”
really very nice.અને આ “સખા” કોણ છે,ભ’ઇ? (just joking)
mane to e “સખા” ni effect khubbaj hriday sparshi laagi.
આ ગઝ્લ બકુજ પ્રેમ સાથે લખેલિ અને ઉમિબહેનેઆ વિશે
અભિનદ પાહ્ઠવૂ છુ.ખરેખર આ વિશે તો મારા પાસે શબ્દ નથિ.
very very nice !!!
સરસ ગઝલ. ભાવભર્યું કાવ્ય પઠન. Very Nice
IT IS VERY NICE TO HEAR SUCH “KAVYA PATHAN”!!!! CONGRATULATIONS!!!!
CAN WE HAVE THE PLEASURE OF HAVING ALL THE POEMS ON THIS BLOG AS WELL AS YOUR OTHER BLOGS ALL DECORATED WITH VOICE!!!!(ALL KAVYA PTHEN???)
I KNOW, I AM ASKING FOR MUCH MORE THAN WHAT I NEED TO ASK FOR….BUT IF ALL THE POEMS ARE WITH VOICE… THEN I CAN SAY THIS BLOG WILL HAVE “SONA MAA SUGANDH” !!!!! PLEASE TRY TO CONSIDER MY REQUEST AT YOU EASE AND I AM SURE ALL THE POETRY LOVERS WILL RELISH THIS BLOG MUCH MORE THAN WHAT IS A PRESENT!!!!
WITH WARM REGARDS AND ALL THE BEST WISHES…