May 01 2008

વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ…

Published by ઊર્મિ at 11:40 am under પ્રકીર્ણ

મિત્રો, આજે મારા કોઈ કાવ્યને બદલે હું તમને કન્યાવિદાયની લાગણીથી થોડા ભીંજવી દઉં, તો એ ભિંજાવું તમને ગમશે તો ખરું ને?!… મારી એક પ્રિય ફૂયાત (ફોઈની દીકરી) બહેન અને એક પ્રિય સખીનાં તાજેતરમાં જ થયેલા લગ્નને યાદ કરું અને એમની તમને થોડી વાત કરું… સદનસીબે બહેનનાં લગ્ન તો મેં ભરપૂર માણ્યા, પરંતુ કમનસીબે બહેનપણીનાં લગ્નમાં જઈ ન શકી, એટલે એના લગ્ન ન માણી શકવાનું દુ:ખ દિલમાં જરા રહી પણ ગયું…! (પરંતુ સૂક્ષ્મરૂપે તો હું તારી સાથે જ હતી હોં સખી!)

કન્યાવિદાયનો પ્રસંગ સમય જતાં કદાચ બધાનાં માનસપટ પર ધીમે ધીમે ઝાંખો થતો જાય છે પરંતુ દરેક માતા-પિતા અને દીકરી માટે એ પ્રસંગ તો હંમેશા એટલો જ તાજો અને ચિરસ્મરણીય બની રહે છે જેટલો એ હકીકતમાં હોય છે… વિદાયની ક્ષણોની એ પોટલી દલડાનાં એક ખૂણામાં હંમેશા અકબંધ સચવાઈ રહેતી હોય છે. મને લાગે છે ત્યાં સુધી કદાચ આપણી ભારતીય સંસ્કૃતિમાં કન્યાવિદાય જેવો સુંદરમાં સુંદર બીજો એવો પ્રસંગ જ નહી હોય જે એકીસાથે આનંદમય અને કરુણમય બંને હોય !

nehachirag.jpg

નેહા(અને એની નાની બહેન)ને નાની હતી ત્યારે અમે એને ખૂબ જ રમાડી હતી… પછી તો વર્ષો વિતી ગયા એમને જોયાને… ખબર હતી કે ખૂબ જ મોટી થઈ ગઈ હતી બધી બહેનો… અને આમ તો બે-એક વાર મળવાનું પણ થયું હતું એમને છતાંયે એમની નાનપણની તીવ્ર યાદોને કારણે મને કાયમ આવતા મારા સ્વપ્નોમાં એ બંને કદી મોટી જ ન થઈ…! આજ સુધી જ્યારે પણ એ મારા સ્વપ્નોમાં આવી હતી ત્યારે બસ એજ નાની સરખી ઢીંગલી જેવડી બનીને આવી હતી. પરંતુ વર્ષો બાદ ફરી એના જ લગ્નપ્રસંગે (19 એપ્રિલ) ત્રણ-ચાર દિવસનાં એની સાથેનાં સતત સહવાસ પછી મને લાગે છે કે મારા સ્વપ્નોમાં પણ હવે એ જરૂર મોટી થઈ જશે! :-) નેહાને મારી બહેન સાથે મળી દુલ્હનનાં રૂપમાં સજાવતી વખતે મારા લગ્ન સમયની એક એક પળ જાણે મારી આંખ આગળથી એક ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી… લગ્નનાં માંડવામાં બેસવા તૈયાર થયેલી નેહાને દુલ્હનનાં સ્વરૂપમાં જોઈને મને થયું કે અત્યારે આનાથી વધારે સુંદર દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોઈ જ ન શકે… અને હું પણ એકવાર તો આટલી જ સુંદર દેખાઈ હતી ને!  વિદાયપ્રસંગની કરુણકથા લખવાનું મન તો બહુ થાય છે પરંતુ એ માટે મને આજે મારા શબ્દો ખૂબ જ વામણાં લાગે છે… લખું તો પણ કેવી રીતે અને શું લખું?! (કદાચ ‘ભગવદ્ગોમંડલ‘માંથી પણ મને પૂરતા શબ્દો નહીં મળે…) કન્યાની વિદાય વખતનાં પ્રેમનાં આંસુની એ કરુણગંગામાં તો થોડા ઘણા પણ જે ભિંજાયા હોય એમને જ ખ્યાલ આવે… છતાંયે મારે એક જ વાક્યમાં એ પ્રસંગ કહેવાનો હોય તો બસ એમ જ કહું કે- નેહાને વિદાય થતી જોઈને મને લાગ્યું કે જાણે હું જ ફરી એકવાર વિદાય થઈ ગઈ!!

બે દિવસ પહેલાં જ મારી એક પ્રિય સખીનાં લગ્ન પણ હતા… એટલે મને ખાત્રી છે કે મારા હૈયાની ન કહેવાયેલી વાતોને કમ સે કમ એ જરૂર સમજી ગઈ હશે… ખરું ને બેના?! તમને થશે કે વળી આ કઈ સખી? તો ચાલો આજે હું જાહેર જ કરી દઉં, તમારાથી વળી શું છુપાવવાનું દોસ્તો?!!  

jay-amit.jpg 
(ટહુકો… સજોડે!)

25મી એપ્રિલે આપણો પ્યારો ટહુકો પરણી ગયો છે… એટલે કે ટહુકાવાળી મેનાને એનો પોપટ મળી ગયો છે… એટલે કે હવે પછી તો જયશ્રીનો ટહુકો આપણને વધુ ને વધુ જોર અને શોરથી સંભળાવો જોઈએ… ખરું ને મિત્રો?!

નેહા-ચિરાગ અને જયશ્રી-અમિતનાં સજોડાને અમારા સજોડે હાર્દિક અભિનંદન… અંતરનાં નિરંતર શુભાશિષની સાથે સાથે સફળ, પ્રેમાળ અને અખંડ લગ્નજીવન માટે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… અને લગ્નની એક વિધીમાં જે પરંપરિત શુભકામના મેં નેહાનાં કાનમાં પાઠવી હતી, એ જ શુભકામનાઓ હું એમને ફરી અહીં આપુ છું…

neha-mona-sml.jpg
‘અખંડ સૌભાગ્યવતી ભવ’… દૂધો નહાવ, પૂતો ફલો… અને ખાસ તો, પૂતી ફલો ! ;-)

ગાગરમાં સાગર’ પર આજનું ગીત નેહા, જયશ્રી અને એમના સૂના થયેલાં પિયરીયાં માટે

* * *

22 Responses to “વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ…”

  1. [...] નેહા અને જયશ્રીને ભવિષ્યની મંગલ  મંગલ… [...]

  2. Jayshreeon 02 May 2008 at 1:00 am

    બેના, મને પણ પૂરતા શબ્દો નથી મળતા મારી અત્યારની લાગણીને વાચા આપવા માટે…

    બસ એમ થાય છે કે તુ હમણા સામે હોય તો પહેલા સજોડે આશિર્વાદ લઉં, અને પછી તને કહું કે મને પણ કાનમાં કંઈ કહે… really missed u on my special day.

  3. Jignesh Adhyaruon 02 May 2008 at 2:00 am

    ખરેખર સરસ લખ્યું, શબ્દો ના સાથ ક્યારેક ઓછો પડી જાય છે અને લાગણીઓ બોલી જાય છે……
    નવપરણીતોને અભિનંદન અને શુભકામનાઓ

  4. vivekon 02 May 2008 at 2:28 am

    હાર્દિક અભિનંદન…

  5. સુનીલ શાહon 02 May 2008 at 4:06 am

    ઊર્મિબેન..કન્યાવિદાયની ભીની લાગણીઓને તમે સરસ શબ્દોમાં વ્યકત કરી છે. મન જો કોઈ વ્યક્તી કે વસ્તુ સાથે તાદાત્મ્ય સાધે તે વેળાની મનોદશા જો કાગળ પર કંડારાય તો માણવા યોગ્ય જ બની શકે, તેમાંય શબ્દોને સંવેદનાનો સાથ મળે તો સરસ પરીણામ મળે. આવું લખાવનું ચાલુ રાખજો. શુભેચ્છા.

  6. harnish Janion 02 May 2008 at 7:49 am

    Congratulatios-ro the newly wed-Jayshreeji and Amit Kumar–Lots of wishes- The key for successful married life is ” -Look at the same direction but dont look at each other”

  7. Chirag Patelon 02 May 2008 at 8:24 am

    Many many congratulations to Jayshree-Amit and Neha-Chirag. Thank you Urmi for sharing your feelings.

  8. pragnajuon 02 May 2008 at 9:15 am

    નેહા અને જયશ્રીને અનેક શુભેચ્છાઓ
    અને
    અભિનંદન
    કન્યાવિદાયની લાગણીઓને ભીની આંખે માણી-
    ચારેય કન્યાઓના વિદાયનાં પ્રસંગો તાજા થયા…
    સરસ ફોટા
    પાલવ જોઈ યાદ આવ્યુ-
    અહીં આંસુઓ ટીસ્યુથી લુંછાય છે!

  9. vishwadeepon 02 May 2008 at 9:58 am

    મારા હાર્દિક અભિનંદન.. સરસ-જોડી..! શુભઆશિષ!!

    ચારૂ , ચંદર , ચકોર ચિત્તના, પાનેતરો પ્રિતના,,
    વાસંતી મદલોલ, લહરતા લાવણ્યના તોરણ..
    આયુને અળિલે..સુદંપતી રચો આયુષ્યના સ્વસ્તિકો..

  10. nilamon 02 May 2008 at 10:20 am

    “ પીપળાએ આંખના આંસુને લૂછતાં
    વડલાને ધીમેથી વાત કીધી સાનમાં
    સોનલ સિધાવે છે સાસરે કહો, તેને
    દઇશું ભેટ કઇ પિયરની યાદમાં ?

    વડવાઇ એક સુણી મલકાતી બોલી-
    ’અંબોડે સૂરજ ને ચાંદલો લલાટે ,
    કાને રૂપાળી રૂડી તારલાની ઝૂલ ને-
    નૈયા આનંડની સૌભાગ્ય – ઘાટે ! ‘

    ચોમેર કુંજ બધી ટહુકી એકસાથે -
    ’અમર ફૂલોની ગૂંથી એને અર્પીશું માળ !

    આંખો ભીની લૂછતાં વડલાદાદાએ
    સોનલને શિરે મૂકયો વહાલભર્યો હાથ - ’’

    સોનલની વ્હેલ પરે
    કોયલ ને બુલબુલનાં ગીતોની
    રેલી રહી અણખૂટ ધાર -
    સોનલના આંસુથી મઘમઘતી ધરતીમાં
    સ્મિત અને પ્રીત ના રેલે મલ્હાર..!

    સ્નેહરશ્મિ

    વધાઇ હો વધાઇ..જયશ્રી ….
    heartily congrats and all the best wishes…

    tamaro sahiyaro tahuko digant ma gunjato rahe…

    nilam aunty…

  11. Pinkion 02 May 2008 at 11:04 am

    પ્રિય સખીને
    જીવનના અવિસ્મરણીય પ્રસંગે
    હાર્દિક શુભેચ્છાઓ………

    સજોડે India આવવાનું હાર્દિક નિમંત્રણ પણ ખરું જ…

  12. સુરેશ જાનીon 03 May 2008 at 1:15 am

    જયશ્રીને મારાં હાર્દીક અભીનંદન …

  13. Radhikaon 03 May 2008 at 1:21 am

    Dear Friend

    congratulations…… both of u ( Jayshree & Urmi)
    Urmi khub j sundar vadhamni aapi chhe te….

    ane Urmi tane abhinanadan aa sundar lakhan mate ….. saras vat ne saras rite raju kari chhe te……

    keep it up

    હાર્દિક અભિનંદન…….

  14. Jayon 03 May 2008 at 2:04 am

    હાર્દિક અભિનંદન..દુનિયાભરની ખુશી હરહમેંશ તમને મળે એવી મારી અંતરની શુભકામનાઓ…

  15. NEETAKOTECHAon 03 May 2008 at 9:54 am

    ખુબ ખુબ અભિનંદન…
    દુનીયાં ભર ની ખુશી તમારા બંન્નેનાં જીવન માં હો..એ જ પ્રભુ પાસે પ્રાર્થના

    મારી ભત્રીજી નાં લગ્ન હતાં ત્યારે એનાં સાસરા વાળા ઓ ને જે ભેંટ આપીયે એનાં પર અલગ અલગ લખવાનું કામ મને સોંપવા માં આવ્યુ હતું…
    ત્યારે એનાં સાસુ ને જે ભેંટ આપી હતી એનાં પર મેં લખ્યુ હતુ કે જે આજે લખુ છુ..
    નેહાબેન અને જયશ્રી બેન ને એક નાની ભેંટ…

    મારી દિકરી નાં મગજ માં થી હુ ભુલાઈ જાવ
    એવું કાંઇક કરજો..
    મે જેવો પ્રેમ એને આપ્યો,એનાં કરતા વિશેષ
    પ્રેમ તમે એને આપજો..
    આખી દુનીયાં માં સૌથી નાજુક છે
    મારી દિકરી…
    બસ એને પિયર ભુલાઈ જાય
    એવુ કાંઇક કરજો…

  16. Harshad Janglaon 03 May 2008 at 4:11 pm

    જયશ્રી ને ખુબ ખુબ અભિનંદન

    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  17. Pradip Brahmbhatton 03 May 2008 at 7:33 pm

    બંન્ને બહેનોને લગ્નજીવન ની શુભકામના સહિત આશિર્વાદ.
    લગ્નથી વળાંક લેતા જીવનની દરેક પળ પુજ્ય જલારામબાપા પ્રેમઅને સ્નેહથી
    ભરી દે અને બંન્ને બહેનોને તન,મન,ધનથી સુખી કરે અને સગાસંબંધીઓ તથા સ્નેહીજનોનો પ્રેમ મળે તેવી અભ્યર્થના.

    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ્ હ્યુસ્ટન.
    તાઃ૩ મૅ ૨૦૦૮.

  18. jayesh upadhyayaon 06 May 2008 at 2:26 am

    ટુંક સમયમાંજ ટહુકા જોડે એક અકથ્ય સંબધ બંધયો છે બ્લોગ જગતની ઓળખ પણ ટહુકાને લીધેજ થઈ અને આ સંબધને નાતે હું આપ બંને બહેનોને
    તેમના નવજીવન માટે શુભેચ્છા પાઠવું છું

  19. કુણાલon 06 May 2008 at 2:34 am

    જયશ્રીબેન અને નેહાબેન ને ખુબ ખુબ હાર્દિક અભિનંદન …

    ઈશ્વર આપના લગ્નજીવન ને પુષ્કળ એવી સુંદર પળોથી ભરી દે એવી પ્રાર્થના …
    આપનુ જીવન પ્રેમભર્યું રહે એવી મંગલકામના !!

  20. ચાંદસૂરજon 19 May 2008 at 6:24 am

    બેનશ્રી નેહાબેન અને જયશ્રીબેનને અંતરથી ખૂબખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.દુનિયાભરનાં સર્વે સુખો અને ખુશીઓ એમની જીવનઝોળીમાં ઊભરાય !

  21. Jayshreeon 15 Jun 2008 at 2:06 pm

    શુભેચ્છાઓના અને આશિર્વાદના સાગરની ભરતીમાં મને આટલા પ્રેમથી ભીંજવવા માટે સૌ મિત્રો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે ભવિષ્યમાં કોઇક વાર રૂબરૂમાં મળીશું, અને ત્યારે ફરીથી તમારા આશિર્વાદ / શુભેચ્છાઓ લેવા મળશે.

  22. Bakul Joshion 20 Jun 2008 at 5:43 pm

    jashriben,

    congratulations .

    Bakul Joshi

Trackback URI | Comments RSS

Leave a Reply