Mar 24 2008

ઝૂમી ગઝલ

Published by ઊર્મિ at 1:24 pm under ગઝલ

kupan3.jpg
(ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી…          2 જુલાઈ, 2007 )

*

લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!

* 

આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.

અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.

વેદનાને તળિયે જઈ સમૃદ્ધ થઈ પાછી ફરી,
દીન થઈ ગઈ રાહમાં, કોણે હતી લૂંટી ગઝલ?

આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ.

મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.

-’ઊર્મિ’

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

18 Responses to “ઝૂમી ગઝલ”

  1. Jayshreeon 24 Mar 2008 at 1:36 pm

    પહેલો અને છેલ્લો શેર સૌથી વધુ ગમ્યો…

    આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
    કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

    મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
    કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.

  2. pragnajuon 24 Mar 2008 at 2:37 pm

    આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
    કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!
    પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
    ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.
    …આ મોસમની અસર થઈ ગઝલની ફૂટ નીકળી.
    અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
    ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.
    આ જ ઉચ્ચતમ-ભાવમાં આત્મનીવેદન અને
    તેમા લય થવાનું! સુંદર
    વેદનાને તળિયે જઈ સમૃદ્ધ થઈ પાછી ફરી,
    દીન થઈ ગઈ રાહમાં, કોણે હતી લૂંટી ગઝલ?
    આમાં દીન થઈ-લૂંટાઈને જ સમૃધ્ધ થવાનું-વાહ્
    આમ તો કાયમ કટાણે જ એ નજીક આવી હતી,
    લાડ જ્યારે ના કર્યા ત્યારે ફરી રૂઠી ગઝલ.
    તે જ ટાણું-તદેવ લગ્નં સુિદનં તદેવ તારા બલં દૈવ બલંતદૈવ .
    મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
    કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.
    આ કાંઈ જામ્યું નહીં!
    કાંઈ તો દેખાયું તને ઉમંગાઈને ઉઠી ગઝલ
    જેવું હોય તો શાન્તી લાગે!

  3. Pinkion 25 Mar 2008 at 1:16 am

    ઝુમી જવાય એવી ગઝલ……. !!
    ભલે ગાગરમાં સાગર પર આવી બીજી ગઝલ મૂકી
    પણ મને તો આવી ગઝલ,-

    અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
    ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.

    જરા વધુ ગમી ગઈ …..!!

  4. વિવેક ટેલરon 25 Mar 2008 at 1:41 am

    પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
    ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.

    મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
    કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.

    - સુંદર રચના… આ બે શેર ખૂબ ગમી ગયા…

  5. [...] આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ? કે… [...]

  6. સુનીલ શાહon 26 Mar 2008 at 11:07 pm

    સરસ ભાવ–અભીવ્યક્તી..સુંદર ગઝલ. અંતીમ શેર સ્પર્શી ગયો.

  7. sujataon 27 Mar 2008 at 2:00 am

    અતિમ શેર લાજ્વાબ્…………..

  8. Chiman Patel "CHAMAN"on 27 Mar 2008 at 8:11 am

    મોકલાવ્યું મેં તને દર્પણ બનાવી ઊર્મિનું,
    કંઇ ન દેખાયું તને તરડાઈને તૂટી ગઝલ.

    ભઈ (બઈ) મને તો ઉપરનો શેર ગમ્યો !

  9. Bhavna Shuklaon 27 Mar 2008 at 11:06 am

    પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
    ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ
    ……………………………………………………….
    બહુ સરસ!!!! ગઝલની આ શાન માણવી મજેદાર રહી

  10. ડો.મહેશ રાવલon 27 Mar 2008 at 12:40 pm

    વાહ ઉર્મિ!
    સુંદર ગઝલ
    જેવો મતબર વિષય એવું જ માતબર નિરૂપણ- અભિનંદન
    (પ્રથમ પંક્તિમાં સ્ફૂરી કર્યું હોય તો ?)

  11. raeesh maniaron 29 Mar 2008 at 2:16 am

    અભિનન્દન.

  12. ashalataon 31 Mar 2008 at 4:01 am

    સરસ ગઝલ…..
    ાતિમ શેર ગમ્યો.

  13. vikason 31 Mar 2008 at 9:08 am

    Wow one musical soul found the nest :)

    Good one……

    I like even this one sung by manhar udhas ‘ Nain ne bandh rakhine me jyare tamne joya che”

    vIkAs{V}

  14. Vikason 31 Mar 2008 at 9:12 am

    Tamara sagar ma dubki khay ne anand avigayo…evu lage che ke aama doobi jav :)

    vIkAs{V}

  15. હેમંત પુણેકરon 02 Apr 2008 at 8:42 am

    સરસ ગઝલ થઈ છે!

    આ શેર ખાસ ગમ્યાઃ

    પાનખરમાં થઈ વસંતી વાયરો ઉડી ગઝલ,
    ડાળખીની શૂન્યતામાં પણ જુઓ લૂમી ગઝલ.

    અર્થ ઘોળ્યાં શબ્દમાં તો પણ એ બહુ જામી નહીં,
    ભાવ ને લયથી સજાવી તો ઘણી ઝૂમી ગઝલ.

    હેમંત પુણેકર

  16. nilamdoshion 09 Apr 2008 at 11:48 pm

    વાહ..ઉર્મિ, અભિનનદન. ચર્ચા આગળ બધી વાંચી લીધી.તેથી વધારે લખવાની જરૂર નથી. પણ હવે મેગેઝિનમાં મોકલવાનું શરૂ કરી દે..વિવેકભાઇની જેમ તારી ગઝલો પણ છવાઇ જશે..કોઇ શંકા વિના…અનેક શુભેચ્છાઓ સાથે

    નીલમ

    http://paramujas.wordpress.com

  17. chetuon 21 Apr 2008 at 8:25 am

    very nice gazal…!

  18. yatinon 22 Jan 2009 at 7:34 am

    ફરિયાદ અટલી કે તમે ફ્ર્રી યાદ કરિ ,
    અન્તર જોયુ હોત તો આપડે મિલન્,
    વિરહ ના તાપ નિ છેડી હોત ગઝલ,
    તો તુટી ના હોત ગઝલ થયુ હોત આપ નુ મિલન

    તમરિ ગઝલ્ ખુબજ્ ખુબજ સુન્દર છે અનો જવાબ લખવા નિ નાનક્ડી કોશિશ્

    યતિન્

Trackback URI | Comments RSS

Leave a Reply