Feb 14 2008
એ પ્રેમ છે
સૌ મિત્રોને (અને મિત્રોનાં પ્રિયજનોને પણ) Happy Valentines Day !
ગયા વર્ષે વિવેકની ‘પ્રેમ છે’ ગઝલમાંથી મળેલી પ્રેરણાને કારણે આ રચના મેં છંદની કોઈપણ જાતની જાણકારી વગર લખીને અહીં મૂકી હતી… અને ત્યારે વિવેકે મારો કાન પણ પકડ્યો હતો, કે મારી ગઝલનો છંદ પણ તેં કેમ ન જાળવી રાખ્યો? (અરે, પણ કેમ કરીને જાળવું? મને ક્યાં છંદનો કક્કો ય આવડતો’તો ત્યારે…! :-) પણ જો વિવેક, આજે એ જ છંદને મેં અહીં જાળવ્યો છે હોં! ) આજે હું મારી એ જ જૂની રચનાને છંદનાં સ્વાંગ સજાવીને ગઝલ સ્વરૂપે ફરી અહીં આપની સમક્ષ મૂકું છું. આશા છે કે આપ સૌને ગમશે.
(તું બની પૂનમ ફરી… ઑગષ્ટ 30, 2007)
*
‘પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
*
શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.
દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.
જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
-’ઊર્મિ’
છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા




Urmi,
Very nice ghazal about love! I like the whole ghazal, especially this one:
શબ્દથી હું કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.
Happy Valentines Day!
સુંદર ગઝલ…
સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.
- આ શેર ખૂબ સુંદર થયો છે…
જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
- આ શેર એટલો જ નબળો થયો છે…
આ ફોટો કોનો છે? તારા ‘એવન’નો?
ઉર્મિ,
શબ્દો ભલે કમ પડે, પ્રેમ છે એમ કહેવું જરુરી છે. નહીં તો એને પણ બહેરાશનો અહેસાસ થાય ને?
‘પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !
… છતાં કહેવું પડે!
હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.
પંક્તીઓ ગમી
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
વાહ્
કુછંદમાંથી છંદમા આવ્યા છો
તો તરન્નુમમા સંભળાવો હવે !
વેલેન્ટીન-દિન મુ બા ર ક
દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
મનેતો આ શેર ગમ્યો.
સુંદર ગઝલ..ઊર્મિબેન. શેરનં ૨,૬,૭ વધુ ગમ્યા.
સુન્દર ગઝલ—
શેર ૫ ૬ સરસ મનને ભીજવે એ વા.
પ્રેમ છે ગઝલ વાંચી ગયો, વરંવાર વાંચી ગયો. સર્વાંગ સંપૂર્ણ ગઝલ છે. ક્યાંય ત્રૂટી નથી. શબ્દોનું મિશ્ર્ણ્, ભષાનું લાલિત્ય, ઉપમાઓની ભરવમાર ના હોવા છતાં તાઝગી છે
આ પોસ્ટ પર આવતી હવે પછીની કોમેંટ્સ વિશે મને ઈમેલથી જાણ કરશો
આ લખાણ અહીં બરોબર વંચાય છે, મારે તો કંપ્લેઈન કરવી હતી કે ગુજરાતી બરોબર વંચાતું નથી
આ પ ોસ ્ટ પર આવત ી હવ ે
આવી રીતે વાંચવા મળે છે
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
મજા આવી… આખી ગઝલ જ પોસ્ટ કરવા જેવી છે અહી… ગમતા શેર તરીકે..~!~
છંદ અએટલે શું ? સરસ ગઝલ..ગાલગાગા એટલે ? ગણગણવાનું એમ ? પછી લખવાનું ?