Mar 01 2008
જિન્દગીનો અર્થ (મુક્તક)
આગળ મૂકેલી એક ગઝલનાં સર્જન દરમ્યાન લગભગ એ જ રદીફ-કાફિયામાં લખાયેલું મુક્તક…
એષણાઓ જો સતત ઘોળી તમે,
જાણજો સુખની કરી હોળી તમે;
જિન્દગીનો અર્થ શું રહેશે પછી?
માણસાઈને જો ફંગોળી તમે !
-’ઊર્મિ’
છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા





સુંદર મુક્તક
માણસાઈને જો ફંગોળી તમે !
વાહ્
સરસ વાત !
સુંદર મનહર મુક્તક
એષણાઓ એટલે ? ઇચ્છાઓ ?
સુંદર મુકતક..
સુંદર મુકતક..
દેવ થવું અઘરું છે. દાનવ થવું સહેલું છે. પણ માનવ થવું આજે સૌથી વધુ અઘરું ..બની ગયું છે.
હું માનવી માનવ થાઉં તો યે ઘણું…
very nice……….it is very meaningful ……….