Jan 06 2008
પ્રેમપત્ર

(રાત દિનની દરમિયાં… મારા ઘરની બારીમાંથી… મે 2007)
પત્રમાં સખા,
હું મને જ મોકલું…
તું વાંચીશ ને?!
*
પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.
તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.
રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.
દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.
આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.
-’ઊર્મિ’ (ડિસેમ્બર 2007)
છંદવિધાન: ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા




ખૂબ સરસ… એક એક શેર ગમ્યો.. સુંદર પ્રેમપત્ર..
પ્રેમ્થી છલકતો પ્રેમપત્ર ખૂબ સુંદર છે! નવા વર્ષ્ની શરુઆત સરસ!
તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
ભાગ્યમાં હું એક બે, પ્રેમઘેલી પળ લખું.
યે બાત હૈ…
ઉર્મિ આઝાદ કાફિયા ગઝલ છે?
વાહ ઊર્મી !
ખૂબ સરસ પત્ર લખાયો છે.
પ્રેમથી તર-બ-તર,ખળખળ-ખળખળ
અભિનંદન !
વાહ…. મઝા આવી ગઇ..
દરેક શેર ખૂબ જ સરસ…
બેના, તમે ખરેખર ખીલતા જાવ છો… નવા વર્ષે તમારી કલમ આમ જ ખીલતી રહે, સુંદર લખતી રહે… એવી અમિત શુભેચ્છાઓ..!!
તમે આ ગઝલથી હેવી ડ્યુટી કવયિત્રીઓની લાઇનમા’ આવી ગયા.ગજબની અભિવ્યકિતી કરી છે. દિલ અને મન ગુલાબ ગુલાબ થઈ ગયા’.
સરસ ગઝલ… મઝાની રચના !
બહેન ઊર્મિ, બહુ જ સુંદર અભિવ્યક્તિ.
પ્રેમ સનાતન છે, પ્રેમ પત્રમાં રહેલો ભાવ પ્રેમી હેયાઓને જોડતી અતૂટ કડી બની રહે છે, અને એને સમયનું, સ્થળનું કે ઉંમરનું કોઈ બંધન નડતું નથી.
‘પથ્થરોનાં વનનાં હર, પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર, લાગણી મધ્ધમ લખું’
વાંચીને માથેરાનના જંગલો અને પથ્થરો યાદ આવી ગયાં..બહુ જ નાનો હતો ત્યારે ગયો હતો અને ત્યાં ના પથ્થરો પર ચિતરાયેલા નામો જોઈને એમાં ‘ધડકનો’ છૂપાઈ હશે એવો તો ત્યારે વિચાર જ ન્હોતો આવ્યો!
ઘણો જ સુંદર પ્રેમ પત્ર કે ઈ પત્ર!!!??? પણ સરસ!
મહેન્દ્ર શાહ.
સાગર આખો ખળભળ્યો છે, લાવ સુનામી લખું
મોતીઓ ઝગમગે છે,મારાં છે,લાવ સ્વામી લખું.
વાહ!
ઘણુજ બોલકુ અને સુદ્રઢ કાવ્ય…
પ્રવિણભાઈએ કાવ્યને છેલ્લા શેર દ્વારા પૂર્ણતા બક્ષી
સાગર આખો ખળભળ્યો છે, લાવ સુનામી લખું
મોતીઓ ઝગમગે છે,મારાં છે,લાવ સ્વામી લખું.
very nice…1
દિલમા ભર્યો તરવરાટ છે, લાવ છુપાઈ લખું
સુવર્ણ અક્ષરો છે, ભાવ છે, લાવ દુહાઈ લખું
ઉર્મી તારુ સુંદર કાવ્ય જોઈ મને પણ સ્ફૂર્યું .
પ્રિય ગુંજનભાઈ,
ના, આ ગઝલ કાફિયાથી આઝાદ તો નથી જ દોસ્ત… પણ મેં અહીં ચુસ્ત નહીં, પણ સુસ્ત કાફિયા લીધા છે… અહીં દરેક રદીફની આગળનાં શબ્દાંતે જે ‘અ’ સ્વર આવે છે, એ જ કાફિયા છે.
અને આવા કાફિયા માટે મેં એક ગઝલમાં એક શેર લખ્યો હતો…
કાયમ રહે જો ચુસ્ત, શું એ કાફિયા ગમે?
થોડાં કરી દે મોકળાં, એને રવાની દે.
http://urmisaagar.com/urmi/?p=535
Excellent descriptions with deep thinking of inner love.
Keep it up
congratulations for unique Rachna.
himanshu
મજાની મત્લા-ગઝલ…
ગઝલના પહેલા શેરને મત્લો કહે છે જેમાં બંને કડીઓમાં કાફિયા અને રદીફ જળવાયા હોય છે. આ આખી ગઝલ જ મત્લા-ગઝલ છે… ખૂબ ઓછા કવિઓએ આખેઆખી મત્લા ગઝલો લખી હશે. ધ્યાનથી જોઈએ તો પહેલા શેરથી શરૂ કરીને છેલ્લા શેર સુધી આખી ગઝલમાં બંને મિસરાઓમાં કાફીયા અને રદીફ જાળવવામાં આવ્યા છે.
અહીં કાફિયો ‘અઅ’ આધાર વડે બન્યો છે… સાજન, સરગમ, લથબથ, છમછમ, સરગમ, વ્હાલપ, પળ…. છેલ્લા બે અક્ષરો કાફિયા તરીકે લેવાયા છે.
ગઝલ મનભાવન છે… ફોટોગ્રાફ પણ સુંદર છે… હાઈકુ પણ કાબિલે-દાદ છે. એટલે ત્રેવડા અભિનંદન…
ઊર્મી….આખે આખી ગઝલ વાચી અને વાચી અને વાચી….બસ એટલુજ વિચારતી રહી કે આના સિવાય પણ જો લખવુ હોય તો શુ લખુ અને કશુ ના મળ્યુ. મીઠો ગુસ્સો કરુ કે કોઇ શબ્દ..કોઇ ક્ષણ, કોઇ ભાવ છટકી શક્યો નથી તારી ગઝલમાથી, જો હુ હવે ધારુ કે લખુ તો શુ લખુ?
તારા વેકેશનના પુરા થવાની રાહ ખુઉ……….બ જોઈ અને સુંદર ભીનીભીની ગઝલ સાથે નવા વર્ષની ભેટ અમુલ્ય રહી.
Now a lot can be expected of you.
Congrats and Keep it up. …. Harish Dave Ahmedabad
It’s splendid and believe me heart melting too……
Lots of Luv Urmi !!
Sagar
“શબ્દો નથી જડતા, શબ્દાર્થ નથી જડતા
વાણી મારી કરે છે દગો, ભાવાર્થ નથી જડતા”
વાહ ઊર્મિ,
સુંદર ગઝલ છે. તારી જ એક ગઝલના શેરમાં તે લખ્યું’તું તેમ અહીં કાફિયાને મોકળો કરી કાફી રવાની આપી છે. બધા જ શેર સરસ છે પણ આ શેર ખૂબ ગમી ગયોઃ
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
ગમી આખી ગઝલ
ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
ખૂબ ગમી
આવો આવીષ્કાર તો અમારા જેવાં કેટલાયને થયો હોય!
પ્રેમ થી બસ. અતિસુંદર લખું તો ચાલશે ને..!!!
અંતરની ઊંડેરી ઊર્મિઓને ઉત્કટતાથી અભિવ્યક્ત કરતી ઊર્મિની ઉંચેરી ગઝલ. અભિનંદન.
[...] તો મેં પણ ગયા મહિને જ ગઝલરૂપે એક પ્રેમપત્ર લખ્યો હતો, પરંતુ કદાચ એમાં પ્રેમમાં [...]
vaah kya baat hai “urmi” … cha gaye aap to..
aaje tamaro aa prem patra vaachine mann lagni thi tar batar thai gayu… kaash aavo koi prem patra hu pan lakhi sakat mara priyajan ne….
great job… love ur work.. keep it up
વહાલા બહેન્,
આપનિ સુન્દેર વેબસાઇટ થિ ખુબ ખુબ સુન્દર ગઝલલો વાચવા મળએ છે.
આપનો આભાર્.
કૌશિક પટૅલ્.
[...] એકેડમી નાં છઠ્ઠા સંમેલન દરમ્યાન મારા પ્રેમપત્ર ગઝલનાં પઠન વખતે મને સૌથી વધુ દાદ અને [...]
આદિલ્ભૈ મતે જ કૈ પન કહિયે તે બધુ જ ઓચિ જ ચે ને..??
ખુબ સુન્દર!
‘ધન્યવાદ’ શબ્દ નાનો લાગશે.પ્રેમને જેમ સીમાડા નથી હોતા, આવા કાવ્યોનું મુલ્ય કદરદાન કે જાણકાર જ મૂલવી શકે. સમજો તો સમજાવું -જુદી છે જીદગી મિજાજે મિજાજે…જુદી છે બંદગી નમાઝે નમાઝે..- આવું છે ત્યારે !
એક વાત કહુ?
હુ કવિ તો નથિ, પન મારે મારિ સ્વરચના મોકલવિ હોય તો ક્યા મોક્લવાનિ?
મારે પણ કવિતા કેવિ લખુ ચુ એ જાણવુ છએ. plz mne jvab aapjo
hu tmara jvab ni raah jois
plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz