Nov 07 2007

સાલની શુભકામના

Published by ઊર્મિ at 3:30 pm under મુક્તકો/શેર

સૌ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ સહ… નવું સાલ મુબારક! 

rangoli_ganeshji.jpg
(મને ફરી આવી મળી, સોળ વર્ષે તું રંગોળી…  1 નવેમ્બર, 2005)

સાલની શુભકામના આપું તને,
શ્રેય હો, સંભાવના આપું તને,
હો શુભંકર જિન્દગી એવું ચહી,
દીપની એક ભાવના આપું તને.

-’ઊર્મિ’ (7 નવેમ્બર, 2007)

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા

16 Responses to “સાલની શુભકામના”

  1. Harnishon 07 Nov 2007 at 3:53 pm

    શુભ દિવાળી અને આન’દ સભર નવુ’ વરસ- ઊર્મિસાગરના ઇન્ટ્ર્નેટી કુટુ’બને

  2. Sangitaon 07 Nov 2007 at 5:36 pm

    શુભ દિપાવલી! નૂતન વર્ષાભિનંદન!

    આપના દિલમાં ઊર્મિઓનો સાગર હંમેશા ઊમડતો રહે અને ભાવોની ભરતી પામતો રહે!

  3. pradip Brahmbhatton 07 Nov 2007 at 9:43 pm

    આભાર આભાર કહેતા કહેતા હાથ ખુલ્લા થઇ ગયા
    પ્રેમ પ્રેમ નીરખી સૌ સર્જકોના હૈયા આનંદે ઉભરાઇ ગયા
    કોને મળુ ક્યારે મળુ કહેતા કહેતા ઇ-મેલથી સૌ મળી ગયા
    શુભ દીપાવલી ક્યારે કહુ કેવી રીતે કહું ત્યાંતો ઉર્મીબેન મળી ગયા.

    પ્રદીપ બ્રહ્મભટ્ટ ના સૌ સર્જકો,વાંચકોને જય જલારામ સહિત નુતન વર્ષાભિનંદન.

  4. Himanshu Zaverion 07 Nov 2007 at 11:50 pm

    શુભ દિવાળી અને આવનાર નવા વર્ષની શુભકામના. ઊર્મી અને તેના પરિવાર તેમજ ઊર્મીસાગર વેબસાઈટની મુલાકાત લેતા દરેકને.

  5. વિવેકon 08 Nov 2007 at 2:30 am

    દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ…

  6. Jayon 08 Nov 2007 at 3:07 am

    બહુ જ સુંદર રંગોળી..

    જય

  7. Nilayon 08 Nov 2007 at 3:31 am

    ખુબ જ સરસ રચના, દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ…

  8. Nirajon 08 Nov 2007 at 5:42 am

    દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન..

  9. Pinkion 08 Nov 2007 at 9:50 am

    નવલાં વર્ષે નવલું પ્રભાત ફેલાવે,
    જીવન કેરો પ્રકાશ તુજ આંગણિયે !!

  10. Pinkion 08 Nov 2007 at 10:26 am

    નવલાં વર્ષે નવલું પ્રભાત ફેલાવે,
    સાહિત્ય કેરો પ્રકાશ નેટ આંગણિયે;
    કરીએ ફત્તેહ સૌ એકમેકના સથવારે,
    રહીએ એ જ પરમ પ્રકાશની સમીપે.

  11. ભાવના શુક્લon 08 Nov 2007 at 12:42 pm

    ઊર્મી !!!
    રંગોળીતો ખુબ ખુબ સરસ છે પણ બેકગ્રાઉન્ડ મા જે ફર્શ બતાવી છે તેણે તો કઇ કેટલાય સ્મરણો ઉલેચી આપ્યા માતૃભુમીના…
    દરેક મીત્રો-સ્નેહીઓને દીપાવલી અને નુતન વર્ષના અભિનંદન.

  12. Mukti Shahon 11 Nov 2007 at 7:11 am

    ઉર્મિદીદી,

    નુતન વર્ષની નવલી પ્રભાતે આપ સહુ કલાકારો અને કલારસિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ…નવા વર્ષમાં સાહિત્ય જગતનો ખોળો વધુ ખુંદિએ, ગુજરાતી સાહિત્યની નવી નવી દિશાઓમાં ભમિએ…..

    નૂતન વર્ષ સહુને માટે સુખકારી, મંગલકારી રહો….

  13. nilamhdoshion 11 Nov 2007 at 10:26 am

    નવા વરસની નવી વધાઇ…

  14. pragnajuon 16 Nov 2007 at 3:40 pm

    મોડી મોડી કવિયિત્રીને શુભકામના

    ’કિર્મે શબ નાબસ્ત શાઇર, દર શબિસ્તાંને વજુદ,
    દર પરો બાલશ ફરોગે ગાહ હસ્તો ગહ નેસ્ત.’

  15. Neelaon 17 Nov 2007 at 12:29 am

    નવા વર્ષની શુભેચ્છાઓ રંગોળી સરસ છે.

  16. Rajendra Trivedi, M.D.on 19 Nov 2007 at 9:36 am

    DEAR URMI,
    YOU WILL SHINE JUST LIKE YOUR BLOGS.

    હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
    તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી

Trackback URI | Comments RSS

Leave a Reply