Oct 30 2007
ઝાડનું જગ

(ચોતરો… Bushkill, PA… 10 ઑગષ્ટ, 2007)
ઝાડનું પણ જરૂર આખુ એક જગ હશે,
ગામ, પાદર હશે, ચોતરો પણ હશે,
હું અડું એક પણ પાન જો ભૂલથી,
ઝાડનાં મૂળમાં થાતી સળવળ હશે!
-’ઊર્મિ’
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
સહિયારું સર્જનનાં ‘પાન’ વિષય પર હેમંતે લખેલ મુક્તકનાં પ્રતિભાવરૂપે પહેલીવાર છંદમાં લખાયેલું મુક્તક!
* * *




thanks urmi..nice mukatak
મેં આજે જ આવું કાંઈક વીચાર્યું હતું કે કીડીઓ વચ્ચે શું વાતચીત થતી હશે અને કેવા ગપાટા ચાલતા હશે?
સરસ લખ્યું છે.
બુશકીલ સરસ જગ્યા છે.
સુંદર મુક્તક… વિચાર પણ મજાનો છે. નવા-નવા છંદો પર ઝડપથી હથોટી બેસતી જાય છે એ આનંદની વાત છે… અભિનંદન…
કોઇ પણ વસ્તુ કે વાત ને રુપક લઈને લઇને લખાતા આવા મુક્તકો કેટલા સુંદર બને છે તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ…..
આ વાચ્યા પછી કોઇ પણ ભાવક ઝાડના કે વૃક્ષના એક સ્વતંત્ર પ્રદેશમા મુકતવિહાર ન કરે શકે તો કહેજો….પર્ણેપર્ણ્ ને મળી શકાય, ડાળે ડાળ પર ઝુમી શકાય અને મુળ ને પણ “હાઉક્…” કરી શકાય.
હેમંતભાઈએ લખેલી વાત વાંચી’તી સરસ આકાર આપ્યો…..
photo તો બહુ જ ગમ્યો આંખો જાણે રાહ જુએ કે,
ક્યું ઝાડ ક્યાં બેસશે ને શું વાત કરશે ?!
સુન્દર
સુન્દર
‘ઝાડનાં મૂળમાં થાતી સળવળ હશે!’
ઝાડની અનુભૂતિ જાણે આત્મસાત્ કરી રહ્યાં છે.
કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ
ક્યાંક ઠેલાતો જાય છે
‘હું અડું એક પણ પાન જો ભૂલથી’
અને ઝાડ ફેલાતું જાય છે.