Oct 07 2007
ઊર્મિનો ભાર… લયસ્તરોને આભાર!
ઘણા દિવસથી વ્યસ્ત હોવાને કારણે મારાથી કોઇ જ બ્લોગની મુલાકાત લઈ શકાઈ ન્હોતી… આજે જ્યારે સાઇટ પર લોગ-ઈન કર્યું ત્યારે લયસ્તરો પર મૂકેલી લિંક મારા ડેશબોર્ડ પર દેખાઈ અને કૂતુહલવશ મેં ક્લિક કર્યું, તો એક સુખદ અચંબામાં ડૂબી ગઈ… લયસ્તરોની અમૂલ્ય દિવાલ પર આજે મારા ઊર્મિચિત્રો શોભી રહ્યા હતા… અને જ્યારે અચંબામાં ડૂબકી મારીને હું બહાર આવી, તો આવું કંઇક મોતી હાથમાં આવ્યું… જેને તુરત અહીં શણગારી દીધું છે… મઠાર્યા વગર જ!

(આ શેંના ભારથી હું નમ્યું? વેંગણીનો છોડ, બેનનાં બેકયાર્ડમાં… 29 ઑગષ્ટ, 2007 )
હું આભાર કહું?
કૈંક સાભાર કહું?
નહીં, નહીં વ્હાલા મિત્ર…
એવું આજે હું
નહીં જ કહું!
જા, નથી ઉતારવો
મારે
તારી આ
ઊર્મિનો ભાર…
જો કે, મને છંદનો કુછંદ લગાડનાર વ્હાલા મિત્ર વિવેકનો આભાર માનીને એનો ભાર ઉતારવાની તો મેં ચોખ્ખી ના જ પાડી દીધી છે… પરંતુ લયસ્તરો અને એમનાં સંચાલક-મિત્રોનો આભાર માનવાનું તો શેં ચૂકાય?! નવોદિતોની કૃતિઓ મૂકવાનાં લયસ્તરોનાં આ અઠવાડિયાનાં અભિયાનમાં એક કૃતિ મારી પણ છપાઈ જશે એવી મને કલ્પના જ ન્હોતી… અને મિત્ર વિવેકે મને ‘કવયિત્રી’ કહ્યું પરંતુ મારું મન હજી એ માનવા તૈયાર નથી કે હું કવયિત્રી છું… હજી તો મેં સફર શરૂ જ કરી છે… અને લયસ્તરોનાં છાપે ચઢવું એ કદાચ મારું ભાવકમાંથી સર્જક બનવા તરફનું પ્રથમ જ પગથિયું છે… હા, મેં મારો બ્લોગ બનાવી મારી કૃતિઓને છાપી, તો જ વિવેક જેવા ઘણાં સહૃદયી કવિ-મિત્રો મને સાચી દિશા તરફ આંગળી ચીંધી શક્યા છે… અને હું કવયિત્રી કહેવાવાની ક્ષમતા કેળવી શકું એ માટે તો હજી મારે એમની પાસે ઘણું ઘણું શીખવાનું બાકી છે… અને ઊર્મિનાં આવા જ ભાવોમાંથી આ ‘ઊર્મિચિત્રો’ કૃતિ અવતરી ગઈ હતી… આભાર લયસ્તરો!




વાહ ઉર્મી,
તેઁ તો કમાલ કરી,
નાની શી છોકરીએ ધમાલ કરી.
ખુબ ખુબ અભિન્ંદન ઉર્મેી..!
અભિનંદન ઊર્મીબેન…