Sep 09 2007

ઓ મેહુલીયા…

Published by ઊર્મિ at 10:01 pm under અછાંદસ, ગીત

એક તોફાની અને નખરાળા મિત્રનાં રિસાવાથી અનાયાસે સ્ફૂરી ગયેલું ગીત-જેવું કંઈક… હે નખરાળા મિત્ર, આ ગીતડું તને જ મુબારક!   :-)  

rainy_clouds_cherry_blossom1.jpg
(ગોરંભાયું મન… તરસે કે વરસે?         28 એપ્રિલ, ‘07)

ઓ મેહુલીયા…
તું બહુ નખરાળો…

ક્યારેક ઝરમર વરસે…
ક્યારેક ધોધમાર વરસે…
ક્યાંક અછત વરતાવે…
ક્યાંક ખાલી ખાલી ગરજે… 

ઓ મેહુલીયા…

કેવો સૂરમાં તું ગરજે…
કેવો તાલમાં તું ગગડે…
એવી વીજળી ચમકાવે… કે?!
ઓલા ઝાડભાઇનું તો આવી જ બને, મારા બાપ!!!!!  

ઓ મેહુલીયા…
તું બહુ નખરાળો…

- ‘ઊર્મિ’

* * *

13 Responses to “ઓ મેહુલીયા…”

  1. Jayshreeon 10 Sep 2007 at 2:12 pm

    હકથી રિસાતા… અને પ્રેમથી મનાવતા બંને મિત્રોને સલામ…. !!! :)

  2. વિવેકon 11 Sep 2007 at 3:00 am

    સુંદર કવિતા…

  3. Neelaon 12 Sep 2007 at 12:09 am

    સુંદર રચના છે.

  4. નીરજon 13 Sep 2007 at 6:52 am

    સુંદર ચિત્ર ને સુંદર રચના…

  5. જયon 15 Sep 2007 at 2:51 am

    મેહુલીયો જો નખરાળો ન હોય તો ભીંજાવાની શી મજા? ગરજતો મેઘ હોય, આકાશ વીજળી થી ચમકતું હોય,ગરમાગરમ ચહા અને સાથે કોઈ દીલોજાન દોસ્ત હોય ત્યારે ઝાડભાઈ પણ ખુશ થતાં હશે આવી સુંદર મૈત્રી નિહાળીને, કેમ ખરૂંને? વૃક્ષ પરોપકારી હોય છે એટલે એ મૈત્રીભાવમાં પણ મીઠાશ વધારે છે, રીસાયેલા મીત્રોને જનમો જનમના અહર્નિશ સાથી બનાવી દે છે. જય

  6. કુણાલon 18 Sep 2007 at 5:02 am

    મને લાગે છે બધાં જ મેહુલિયાઓ આવા જ હોય છે…… !!! :)

  7. Mukti Shahon 19 Sep 2007 at 12:56 pm

    નખરાળી કવયિત્રી ના નખરાળા મિત્રો ને નખરાળી કવિતા :-)

  8. [...] ઓ મેહુલીયા… તું બહુ નખરાળો… [...]

  9. Bharat Pandyaon 21 Sep 2007 at 9:14 pm

    Saav sachhee vaat kahi Mehulyaa kahiye etale vhaal upaje. saras kavita.
    Gujaratee sahityana be toch na Varsaadna kavee amara Bhavnagarana ek Prahlaad Parekh - Kyaa,N thi aa Kyaa,Nthi saravaaNee anand taNi , avi de urane Chhalkaavee -//
    Karne Khamaiyaa Mehuliya taari vaaLile neghdhaar bahiyya-// Halne mara shyamaLa , haal ne maraa DhoLiyaa // Aviti ek taree VadaLee mehuliya , eto avene gayi Bhe.N jaavi ane Bija Jagdip ViraNee- Hu,N to nani vadaLi kaLi , saarime duniya Bhali, avi Hu.N desh videshe ghumati jati // Jo pelaa gagan mahi avyo re megho //
    Gujarati language has so many words meaning Rains and look how nicely we describe it 0 Mushaldhar, farfar, sarvada,Nago varsaad,Chhanta,Farfar,Fora,Pachedi Megh,Nevadhar,Mol Megh,Dharodhar,
    Anradhar,Pan Megh,Dhefabhang,Mushaldhar,Heli
    Cats and Dogs karataa sogana saara.

  10. Rajivon 25 Sep 2007 at 10:54 pm

    સુન્દર રચના…

  11. vishwadeepon 26 Sep 2007 at 11:07 am

    કેવો તાલમાં તું ગગડે…
    એવી વીજળી ચમકાવે… કે?!
    ઓલા ઝાડભાઇનું તો આવી જ બને, મારા બાપ!!!!!

    ઓ મેહુલીયા…
    તું બહુ નખરાળો

    વાહ! સરસ તાલમાં ગીત લખાયું છે.

    ઉર્મિ, બ્લોગની આ નવી ડીઝાઈન મને બહુજ ગામી, કાવ્ય, ગઝલ વગેરે મોતીની જેમ ચૂટી , ચૂટી લાવે છે. મારા ખાસ હ્ર્દય પુર્વક અભિનદન.

  12. ashalata.desaion 08 Oct 2007 at 12:13 pm

    સુન્દર રચના

  13. રજનીશ દરજીon 16 May 2010 at 8:30 am

    અદૃભુત કાવ્યસર્જન, મેહુલીયો નખરાળો ન હોય તો તેની મજા શી ? ખરેખર ખુબ જ સરસ કાવ્ય બાળ૫ણને જગાડી ગયું.

Trackback URI | Comments RSS

Leave a Reply