Mar 31 2008
મરિયમ મળી ગઈ!

(મન ગોરંભાયું કે વ્યોમ? ચેરી બ્લોસમ્સ, 28 એપ્રિલ ‘07)
ઘણા સમય બાદ,
એક વડીલમિત્ર સાથે
મારી વાત થઈ…
લાગ્યું મને-
ઊર્મિભરી એક
મુલાકાત થઈ !
માઈલો દૂર હું,
ને છતાંય -
દીકરીનાં
પિયર આવવાનાં
સંદેશથી
એક પિતાનાં
વ્હાલનાં દરિયામાં
આવેલી ભરતીનાં
એક મોજાંથી,
હું
આખ્ખી પલળી ગઈ…
લાગ્યું મને-
અલીડોસાને
જરૂર આજે
મરિયમ મળી ગઈ!
-’ઊર્મિ’ (11 ઑગષ્ટ ‘07)
* * *
વડીલમિત્ર શ્રી દિનેશઅંકલને આજે એમની 70મી વર્ષગાંઠ પર
જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ સહ
આ કવિતા સપ્રેમ ભેટ…
*
પિતાનાં પુત્રી પ્રત્યેનાં પ્રેમની પરાકાષ્ઠા દર્શાવવા માટે કાવ્યમાં જેનો ઉલ્લેખ કર્યો છે એ અલીડોસા અને મરિયમની વાર્તા ન જાણતું હોય એવું આપણામાંથી ભાગ્યે જ કોઈ ગુજરાતી જણ હશે… અને મને તો હજીયે આ વાર્તા વારંવાર વાંચવી ગમે છે… એટલે તમારે માટે પણ અહીં એ વાર્તાની લિંક મૂકું છું…
પોસ્ટઓફિસ - by ’ધુમકેતુ’ ગૌરીશંકર જોશી
*




Excellent..!!
Oh, I forgot to wish you Uncle…
Many Many Happy Returns of the Day..!!
Wishing the Happiest Birthday…
Nice poem- Urmiji–
Dr Dinesh Shah-Many happy returns of the day– I will drink it to that-Many more to come-
very nice..!
બહુ સરસ વાત - રજૂઆત!
સુંદર ઊર્મિશીલ પેશકશ…
સરસ… ઊર્મિસભર……..!!
દિનેશઅંકલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ….!!
સુન્દર રચના.
Dear Dineshbhi O. Shah,
We missed your Family ‘BIRTH DAY PARTY”.
The town you LIVE for years is your family.
21st March,we missed.( OUR MOTHER SAID LAST “JAI RAMJIKI” THAT EARLY MORNING AT 5 a.m).
Forget not - Now, The world of internet-Surfers and blogers are your friends and well wishers like Jani,Trivedi and many families.
I REMEMBER OUR LAST VISIT AND ‘TEA’.
THAT TEA’s test is in my mind and heartwhen i think of you.
Yesterday, after talking with you our family and Bhai Suresh wants that you keep doing good work as you are for years to come.
March 31st is Geeta’s brother’s,Big Event too!
(Padmashree Dr.Jagadish Kashibhai Patel )
Like yours ….70th BIRTH DAY!
If,we all live with the lesson we learned as a child the world will be one big family.
“VASUDHAIVAM KUTUMBAKAM”.
It will be living with peace on the earth.
GOD AND Tulsidal family wishing you the best as always.
http://www.bpaindia.org
Trivedi Parivar,
Bhai Suresh Jani - joining on this great 70th birthday.
we pray thy that you continue the best for years to come.
31 March2008.
ગદ્યસુરંંંમાં લખ્યું “ગઈકાલે જ ચેરી બ્લોજમ ફેસ્ટીવલનો પહેલો રવીવાર હતો.
અમેરિકાના પાટનગર-વોશીંગટન ડીસીમાં ૭૦% ઉપરાંત યોશીનો ચેરીનાં ફૂલ ખીલે તે તારીખે લોક ઉમટી પડે!શોખીનો તો ૨૦% ફૂલ ખીલે અને પાંખડીઓ ખરે ત્યાં સુધી અહીં જ રહે.અહીંના પાર્ક સેવા વાળા ચાલવાની અને સાયકલ સવારીની ટૂર કરાવે અને બીજા વિશ્વ યુધ્ધના દુશમન જાપાનની ભેટનો ઈતિહાસ, તેની સંસ્કૃતિનો પ્રભાવનું વર્ણન કરતા થાકતા નથી.અમને પણ તે માણવાની જે મઝા પડી તે અવર્ણિય છે” અને આજે ગયા વર્ષનો સુંદર ફોટો!
સુંદર કાવ્ય
સુંદર અભિવ્યક્તી
અમારો પૌત્ર કહે કે- અજાણ્યાને માટે પ્રારથના કરી તો જો! આજે ડો.દીનેશભાઈ ઓ શાાહને માટે પ્રારથના કરતા આનંદ થાય છે કે સર્વશક્તીમાન તમારા પર તેના પસંદગીના આશીષ વરષાવે!(ભાષાંતરમા ગડબડ લાગે તો સુધારશો MAY ALMIGHTY SHOWER YOU WITH HIS CHOICEST BLESSINGS!
સુંદર ભાવભરેલી રચના….
પોસ્ટઓફીસ અને ધુમકેતુ ને આમ જ યાદ કરતા રહીયે…
સૌ પ્રથમ…અલીડોસા કૉચમૅન અને મરીયમને દીલી અભીનંદન..
અલીડોસાને
જરુર આજે
મરીયમ મળી ગઈ!
વહાલા દીનેશભાઈ, આજે તમે ૭૦ના થયા; તમારી વર્ષગાંઠ છે તેવા સમાચાર આપવા બદલ બહેન ઉર્મીને ધન્યવાદ..
લંડનના રમેશભાઈ ‘કવી’ સાથે છેલ્લે તમે લીધેલી સુરતની મુલાકાત યાદ આવી ગઈ ! જહેમત કરી ભાઈ જનક જોડે તમ બન્ને માટે કાર્યક્રમ ગોઠવ્યો ને એવો તો ભારે વરસાદ પડ્યો કે હું જ મારા ઘરબહાર નીકળી ન શક્યો.. આયોજક તરીકે હુ લજવાયો.. પછી તો બીજે દીવસે આપણે મળ્યા ને આપણે આપણી રીતે ‘જલસો’ કર્યો..મધુ સાથે તે બધું સ્મરી અમે બન્ને તમને નીજાનંદી–નીરામય દીર્ઘાયુ આ માધ્યમથી પાઠવીએ છીએ..
ખુશ રહો ને સૌને ખુશ રાખતા રહો…ઉત્તમ અને મધુ..સુરત..
uttamgajjar@hotmail.com
પિતાનાં પુત્રી પ્રત્યેનાં પ્રેમની પરાકાષ્ઠા દર્શાવવા માટે કાવ્યમાં જેનો ઉલ્લેખ કર્યો છે એ અલીડોસા અને મરિયમની વાર્તા ન જાણતું હોય એવું આપણામાંથી ભાગ્યે જ કોઈ ગુજરાતી જણ હશે… અને મને તો હજીયે આ વાર્તા વારંવાર વાંચવી ગમે છે… એટલે તમારે માટે પણ અહીં એ વાર્તાની લિંક મૂકું છું…
પોસ્ટઓફિસ - by ‘ધુમકેતુ’ ગૌરીશંકર જોશી
(લિંક ઉપર પોસ્ટમાં ઉમેરી છે.)
Many Many Happy Returns of the Day..!!
Wishing the Happiest Birthday…
From,
Foi, Bhavesh,Arti & family
પ્રિય મિત્રો,
આપ સૌનો ખુબ ખુબ આભાર. ભવિશ્યમાઁ મળવાનુઁ થાય તો ઘણો આનઁદ થશે.
આપ સૌના અભિનઁદન્ દ્વારા મને મારિ કવિતાનિ એક લાઈન યાદ આવિ ગઈ.
એકલ રસ્તે કોઈ મળે અજાણ્યુઁ તો’ય જાણિતુ લાગે રે
જિવનભરના સૌ જાણેલા આજ કેમ અજાણ્યા લાગે રે..!
દિનેશ ઓ. શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ. એ.
First of all, Happy Birthday to Dinesh Uncle and wishing you many many more…….
As far as the “Varta” is concerned, I can’t recall. I will add my name to one of the ignorant…..:) I will sure to read the “Varta” now.
દિનેશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
ધૂમકેતુની વાર્તાની લિન્ક મૂકવાવાળો વિચાર આવકાર્ય છે…
દિનેશભાઈને જન્મદિવસ નિમિત્તે ખુબ શુભકામનાઓ..અને આશા છે કે એમની ઘણી નવી નવી રચનાઓ આપણને નજીકના ભવિષ્યમાં વાંચવા મળે.
મરિયમ અને અલીડોસા જેવી જ એક વાર્તા રીડગુજરાતી પર વાંચો.
http://www.readgujarati.com/sahitya/?p=1395
main home page, and this urmi no saagar….. both the new look - looks great..
i really liked the main home page… is that your Hastakshar ?
નવો દેખાવ–સુંદર કલાકૃતિ…ક્લાત્મક અભિગમ…
કુદરત અને કળાનો અનેરો સમન્વય તેમ જ તે બંનેની આગવી સૂઝ દેખાઈ આવે છે.
જય
અતિસુંદર
અલી ડોસાને અહી મળવાની મજા માણી. સરસ….
ાભિનન્દન
નીલમ
http://paramujas.wordpress.com
ઊર્મિ,
તારી કૃતિ ખરેખર બહુજ સુંદર છે..
અલી ડોસા અને મરીયમની વાત વાંચીને આંખમાં આંશુ આવી ગયા..
પ્રેમથી-
એક પાગલ છોકરી..(પગલી)