Jul 20 2007
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
(ઊર્મિની ભરતી સાગરમાં… 9 જુલાઈ, 2006)
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
એ હતો ડાળે બટકણી ઊર્મિની,
એષણાના ભારે ઝુક્યો, શું કરું?
અંતરે ભોંકાયો મારા મીતનાં,
એક કાંટા સમ હું ખૂંચ્યો, શું કરું?
લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?
ઉર-વૈભવ દઇને કીધો માલદાર,
પણ પછી એણે જ લૂટ્યો, શું કરું?
ઊર્મિની ભરતીને જોઈ અંતરે,
ઉરનો માલિક જો રૂઠ્યો, શું કરું?
* * *
ઊર્મિસાગર
*




[...] મારી આ આખી ગઝલ અહીં વાંચો.. [...]
સરસ ગઝલ…..
લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?
આ શેર સૌથી વધુ ગમ્યો…. !!
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?
એક્દમ સરસ્…! …અભિનંદન ..!
મળી નજર , કામણ કરી ગઈ
પરેમનો ખજાનો લુ’ટયો, શુ’ કરુ’?
ખુબ સરસ, ઊર્મિબેન. આપ પણ હવે છંદનો ભાવસાગર જ લહેરાવો છો! મઝાની રચના છે.
સુંદર ………બહુ ગમી …..
એ હતો ડાળી બટકણી ઊર્મિની,
એષણાના ભારે ઝુક્યો, શું કરું?
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
.
બહુ જ સરસ —
થોડું જૂદું મારા તરફથી — “સંબંધની મજબુતાઈ બની છે પણ માણવા માટેના અવરોધો છે, શું કરૂં?”
સંબંધો બનતા જાય છે ઘેરા,
પણ સમય નથી પૂરતો માણવાને, શું કરૂં?
સંબંધોનો મહાસાગર છે અતિઊંડો,
પણ મીઠાશભર્યાં મોતી છે અસંખ્ય, શું કરૂં?
સ્નેહધારા બનાવે છે સંબંધોને અતિમીઠા,
પણ સરી જાય છે જીવન-સરિતા સંબંધોથી દૂર, શું કરૂં?
રસધારા મહેકાવે છે સંબંધોને લાગણીની સુવાસથી,
પણ ભૌગોલિક અંતર હજી છે ઘણું, શું કરૂં?
છંદમાં ગઝલ લખવાનો ચસ્કો ચઢ્યોને! એક વાર છંદમાં લખો પછી અછાંદસ ગઝલ લખાતી જ નથી. સરસ!
કવિતામાં બે જગ્યા એ વપરાયેલો શબ્દ “ઊર” “ઉર” હોવો જોઈએ.
સાગરનું દૃષ્ય જે આરંભે મુકાયું છે તેમાં જ જાણે કે કાવ્યનો સમગ્ર સંદેશ આવી જાય છે ! ભરતીના બે પ્રવાહો જાણે કે વચ્ચેના શાંત જળથી નોખા થઈને રચનાનો કેન્દ્રવર્તી ભાવ પ્રગટ કરી દે છે ! કશું જ કહ્યા વગર કે શબ્દોની ગરજ વગર દૃષ્યો પણ ઘણું કહી જતાં હોય છે.
ઊર્મિ દીદી,
કાશ, આ કવિતા મેં વાંચી જ ના હોત…સંબંધોના તૂટવા કરતા એના તૂટવાની યાદ વધારે આકરી લાગે.
લાગતો’તો જે અતૂટ ને જન્મોનો,
આજ જન્મે એ તો તૂટ્યો, શું કરું?
સંબંધો વાવ્યા પણ ઉગ્યુ શુ?
હતાશા….
વિશ્વાસ વાવ્યો પણ લણી
એકલતા..
વાવ્યુંતુ એક દ્રશ્ય
પણ થઇ ગયો તમાશો…
Very well written. Keep me informed of every new addition. Keep it up . Thanks for inviting. Best of luck.
લાગતો હ્તો જે અતુટ તે જ્ન્મોનો
આજજન્મે એ તો તૂટ્યો શુ કરુ?
બહુ જ સુન્દર
keep it up.
best of luck.
સરસ ભાવ અને સુંદર અભિવ્યક્તિ…
ઉર્મિ,છન્દ સરસ આવડી ગયા હો.સરસ રચના.અભિનન્દન
સુંદર કાવ્ય.
પહેલી નજરે ગમેલો શેરઃ
એ હતો ડાળે બટકણી ઊર્મિની,
એષણાના ભારે ઝુક્યો, શું કરું?
છન્દ સરસ આવડી ગયા તે બહુ ગમ્યું
હવે વધુ છન્દમાં લખો અને ઝડપભેર લખો કે જેથી કાવ્ય સંગ્રહ બહાર પડે
બહુ સુન્દર
” ઊર્મિની ભરતીને જોઈ અંતરે,
ઉરનો ઈશ્વર જો રૂઠ્યો, શું કરું?”
I like it .
[...] સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું? [...]