Jan 27 2007
જ્યારે પુછ્યું તમે, કેમ છો?
મુજ ઊર્મિએ શમણાંનો માળો બાંધ્યો,
નયનથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
પાનખરમાં વસંતનું આગમન થયું,
સ્મિતથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
સંગીતના સૂર બધા છેડાયા એકસાથ,
સ્પર્શથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
વિરહમાંયે લાગ્યું કંઇક મિલન જેવું,
ઊર્મિથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
પણ, એજ ઊર્મિએ આજે દમ તોડ્યો,
મુખથી જ્યારે પુછ્યું તમે, કેમ છો?
* * *
સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર લખેલી રચના !
* * *
ઊર્મિસાગર
*





સરસ રચના, ઊર્મિ…!!
પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય:
અચાનક
ક્યારેક્
કોઈ સવારે
બારીએ ડોકાતાં
અમે બે પડોશી
એકમેકને અમસ્તું જ
પૂછી બેસીએ છીએ:
“કેમ છો?”
ત્યારે વરસોથી
બે ફળિયા વચ્ચે
અંકાઈ ગયેલ થોરની વાડમાં
તે ક્ષણે
સંબંધનું એક ગુલાબ મહેંકી ઊઠે છે.
‘દમક’ માંથી, પૃ. ૬૪
ધ્રુવ ભટ્ટ્ ની રચન
ઓચીન્તુ કોક મને રસ્તે મળે ને પછી ધીરેથી પુછે કે કેમ છો ?
આપણે તો કહીયે કે દરીયશી મોજમા ને ઉપરથી કુદરતની મ્હેર છે.
વી. વી.
આખી રચના મળતાં લખું છું
કેમ છો? ધ્રુવ ભટ્ટ
ઓચિન્તુ કોઇ મને રસ્તે મળે ને
પછી ધીરે થી પછે કે ” કેમ છો ?”
આપણે તો કહીએ કે દરીયા શી મોજમા
ને ઉપરથી કુદરતની ર્રહેમ છે !
ફાટેલા ખિસ્સાની આડમા મુકી છે,
અમે અલકાતી મલકાતી મોજ.
એકલો ઉભોને તોય મેળામા હોઉ એવું
લાગ્યા કરે છે મને રોજ -
તાળુ વસાય નહી એવડી પટારીમા,
આપણો ખજાનૉ હેમ ખેમ છે !
આંખોમા પાણી તો આવે ને જાય !
નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધ ઘટનો કાંઠાઓ રાખે હિસાબ્
નથી પરવા સમંદરને હોતી
સુરજતો રોજ ઉગે ને આથમીયે જાય્
મારી ઉપર આકાશ એમ નેમ છે
~~~~~~ઓચિન્તુ કોક ——