Jan 03 2007

એ શું હતું?

 facial_expression.jpg

સોંસરવું ગયું જે હૈયાની આરપાર, એ શું હતું?
મારા મનને વાગ્યું કૈંક ધારદાર, એ શું હતું?

આવી’તી જે, એ તો હતી તારી રખડેલ યાદ,
સંગ લાવી’તી કૈંક વજનદાર, એ શું હતું?

આવ્યું હતું જેવું, એવું જ ગયું એ સપનું- કોરુ,
કોરી આંખોમાં રહ્યો જે નિખાર, એ શું હતું?

ગરજ્યો ખૂબ પણ વરસ્યો નહીં જરાયે એ,
અંગઅંગમાંથી વહ્યો જે નિતાર, એ શું હતું?

ખબર હતી કે નહિં આવશે એ મહેફિલમાં,
ડોકાયું મુજમાં કો’ક વારંવાર, એ શું હતું?

હતી શબ્દોમાં રુક્ષતા ને અવાજે ઉપેક્ષા,
સંભળાયા’તા જે અંતરના તાર, એ શું હતું?

હતું આંખોમાં બંધ, એક શમણું- રિસાયેલ,
તોયે દીસ્યું’તું કૈંક અપરંપાર, એ શું હતું?

આમ તો ખાલી જ હતો મુજ ઊર્મિનો સાગર,
હતો ભરતી ને ઓટનો અણસાર, એ શું હતું?

* * *

ઊર્મિસાગર

*

7 Responses to “એ શું હતું?”

  1. Jayshreeon 03 Jan 2007 at 3:10 am

    વાહ રે ઊર્મિ…
    મજા આવી હોં…
    તમે દિવસે દિવસે ખીલતા જાવ છો…!!

  2. વિવેકon 03 Jan 2007 at 7:11 am

    સરસ ગઝલ…

    આ ચિત્ર પણ આપે દોર્યું છે કે શું?

  3. ઊર્મિસાગરon 03 Jan 2007 at 1:33 pm

    નહીં મિત્ર, આ ચિત્ર તો મારું નથી…
    પણ, મેં દોરેલું ચિત્ર પણ ક્યારેક જરૂર મુકીશ!

  4. Harnish Janion 04 Jan 2007 at 7:52 pm

    Ghanu badhu vaanchi gayo–Maza Aavii gayii-
    Dhanyavad

  5. bansinaadon 05 Jan 2007 at 4:27 am

    ઘણી વખત જીવન એક ઉખાણારુપ બની જાય છે અને વ્યક્તિગત લાગણીશીલતા પ્રમાણે ‘એ શું હતું’ નો જવાબ જુદો જુદો હોઈ શકે. હું માનું છું કે ‘ઊર્મિ નો સાગર’ ખાલી ન જ હોઈ શકે કારણકે જેમ ગહન ‘સાગર’ માં જાત જાતનાં અને ભાત ભાતના મોતીઓ છુપાયેલા છે, કુદરતની અદભુત કરામતો એમાં જોવાં મળે છે, જે આપણે જોઈ શકતાં નથી, તેમ ‘ઊર્મિ ના સાગર’માં સુંદર વિચારો રુપી કાવ્યસંગીતના ઉપહારો આવિર્ભાવ થયા છે અને એ એજ જોઈ શકે છે જે ‘એ શું છે’ એને સમજી શકે, માણી શકે, અને એનાં સ્પંદનોને આત્મસાત કરી શકે. જય.

  6. Kajal Pandyaon 21 Apr 2007 at 2:23 am

    i have written some poem in Gujarati.. and i want to open blog in gujarati like u have “URMI NO SAGAR”, but how to do that ? please help me how to post my gujatrati poem??

  7. pradip shethon 25 Apr 2009 at 11:46 am

    નામને મારા હથેળીમાં લખી ચુમ્યુ હતું
    ગાલ પર લાલાશ જેવુ ઉભર્યુ તે શું હતું ?

    ખૂબ શરમાતા ધીમેથી તેં નિચે જોયુ હતું
    આંખ માં ભિનાશ જેવુ નિતર્યું તે શું હતુ ?

    હાથ મારો હાથમાં લઈ દુરદુર ચાલ્યાજવું
    ને ક્ષિતિજે આભ જેવુ વિસ્તર્યું તે શું હતું ?

    બંધ દરવાજો કરી , જે નોટમાં મુક્યું હતું
    એક આખા બાગ જેવુ જે ચુમ્યું તે શું હતું ?

    એક ભીની લાગણીનું આમ બસ ઉગતા જવું
    સ્વાસમાં તોફાન જેવુ ઉમટ્યું તે શું હતું ?

Trackback URI | Comments RSS

Leave a Reply