Nov 28 2006

એક છોકરી

girl_at_beach.jpg 

મુજમાં ક્યાંક ‘રે છે, 
ઊર્મિ નામની એક છોકરી,
જુઓ, કેટલી ગડબડ
કરતી ’રે છે એ છોકરી !

ઉદાસ થઇ જાય છે
ક્યારેક એ અકારણ જ,
તો ક્યારેક કારણે ય ખુશ
થતી નથી એ છોકરી.

પ્રેમ નામની એક ચીજને
શોધ્યા કરે છે સતત,
ખુદ પ્રેમની પુતળી છે,
અણજાણ છે એ છોકરી.

પ્યાસ છે તિવ્ર એને,
જે વરસાદની યુગોથી,
પોતે જ એની ઘટા બનીને
બેઠી છે એ છોકરી,

સર્જન કર્યું છે ખુદ જેણે 
ઊર્મિના આ સાગરનું,
કિનારે ઊભી ભીંજાવાની
રાહ જુએ છે એ છોકરી.

* * *

બાળકી બનીને ફુલાય છે એક છોકરી,
મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
એમ તો યુવા મટીને પ્રૌઢા ય થાય છે,
છતાં અકબંધ રહે છે અંદર એક છોકરી.

* * *

‘એક છોકરી’ વિશે સહિયારું સર્જન પર લખેલી રચનાઓ…

* * *

ઊર્મિસાગર

*

12 Responses to “એક છોકરી”

  1. Jayshreeon 28 Nov 2006 at 7:18 pm

    વાહ ઊર્મિ..
    મજા આવી ગઇ..
    તમે ખરેખર મારી પાસેથી કંઇક લઇ ગયા હોય અને આ સર્જન કર્યું હોય એવું લાગે છે.

  2. Mehul Shahon 28 Nov 2006 at 11:15 pm

    lovely… Urmi !

  3. Suresh Janion 29 Nov 2006 at 1:52 pm

    બાળકી બનીને ફુલાય છે એક છોકરી,
    મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
    એમ તો યુવા મટીને પ્રૌઢા ય થાય છે,
    છતાં અકબંધ રહે છે અંદર એક છોકરી.

    આ પંક્તિઓ બહુ જ ગમી. હંમેશ બાળક બનીને રહેવું એ પરમ સમીપે જવાનો ઉત્તમ માર્ગ છે.

  4. Suresh Janion 29 Nov 2006 at 1:53 pm

    સંવેદાય

    નવો શબ્દ બનાવ્યો. સરસ…

  5. Amit pisavadiyaon 29 Nov 2006 at 6:21 pm

    વાહ રે વાહ !!!

  6. Nilesh Vyason 01 Dec 2006 at 9:31 am

    nice one

    urmi.. can u write something on “daughter”
    im gonna be a dad in january…n i wish we’r having baby girl

    i luv to hving babygirl in my lil family

  7. Neela Kadakiaon 01 Dec 2006 at 12:49 pm

    બાળકી બનીને ફુલાય છે એક છોકરી,
    મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
    એમ તો યુવા મટીને પ્રૌઢા ય થાય છે,
    છતાં અકબંધ રહે છે અંદર એક છોકરી.

    વાહ ઉર્મિ
    વેદના સંવેદના બંનેનો સુમેળ

  8. hemantpunekaron 05 Jan 2007 at 10:47 am

    ઊર્મિ, આમ લખીએ તો થોડીક ગેયતા વધી જશે.

    બાળકી બનીને ફૂલાય છે એક છોકરી,
    મુગ્ધા બની સંવેદાય છે એક છોકરી,
    એમ તો યુવા મટી પ્રૌઢા ય થાય છે પણ
    અંદર અકબંધ જળવાય છે એક છોકરી

  9. Dhirenon 27 Jan 2007 at 2:43 pm

    wow, amazing

  10. bansinaadon 04 Feb 2007 at 10:01 pm

    યુવાકવિ દિનેશ શાહ નો એક શેર

    સાંજ ઢળતાં યાદમાં રોતી હતી એક છોકરી,
    બે અનોખી છીપમાં મોતી હતી એ છોકરી.

  11. bansinaadon 06 Feb 2007 at 12:18 am

    આ શેર ના રચયિતા દિનેશ દેસાઈ છે.
    આ ભૂલ માટે મારી ક્ષમાયાચના. જય

  12. EK Paagal Chhokarion 25 Sep 2008 at 2:46 pm

    ઊર્મિ….
    આ તો એકદમ મારી જ કથા….
    શુ હું તારા સપના મા આવી ને કહી ગઈ હતી…???
    હા…..હજી રાહ જ જોઉ છુ.ભીંજાવાનીજ તો…
    બહુ જ પ્રેમથી….
    -એક છોકરી

Trackback URI | Comments RSS

Leave a Reply