Nov 18 2006

પાયણાં (પત્થર)

 rocks_lake_george.JPG

મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.

એવું નથી કે છે પાયણાં જ પાયણાં,
હાલતા ને ચાલતા દેખાય છે પાયણાં.

કો’કવાર જે હૈયાઓ પ્રેમાળ દેખાય,
એને સંઘરો ઉરે તો નીકળે એ પાયણાં.

સુખમાં જે મિત્રો મને આવી ભેટાય,
દુ:ખમાં દીસે તેઓ મને રૂડાં પાયણાં.

જો પ્રિતમની સંગ મારું દલડું રિસાય,
મનાવે નઇ મને, તો લાગે એય પાયણાં!

* * *

ઊર્મિસાગર

*

સહિયારું સર્જન બ્લોગ પર ‘પાયણાં‘ની પોસ્ટ વખતે લખેલી ગઝલ…

*

One Response to “પાયણાં (પત્થર)”

  1. [...] મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં, માનવ મ… [...]

Trackback URI | Comments RSS

Leave a Reply