Oct 12 2006

મુક્તપંચિકા : પ્રથમ પ્રયાસ

મિત્રો, મુક્તપંચિકા બનાવવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે, આશા છે આપ સૌ એને માણી શકો!  મુક્તપંચિકા બનાવવાની પ્રેરણા આપવા બદલ આપણા વડીલમિત્ર શ્રી હરીશભાઇ દવેનો ખૂબ ખૂબ આભાર… આપના અભિપ્રાય જરૂરથી આપશો.  હરીશકાકાની મુક્તપંચિકાઓ માણવા માટે આપ અહીં  ક્લિક કરો.

* * *

અર્પણ કરું,
તુજ ઊર્મિને,
ઊર્મિનો આ સાગર!
સ્થાપશો તવ
ઊરે પ્રિતમ?! 

*

સિંદુરી સાંજે
આપણે બંને
પ્રીતના સથવારે
એકબીજામાં
ઓગળી ગયા!

*

તને અડીને
વાયરો આવે!
મઘમઘાવી મૂકે
મને- ને ફરી
એ… જાય ચાલ્યો!

*

વિરહ વાટે,
સંભારણાનાં
કોયલા ધગધગે-
તમારું મને,
સ્મરણ સ્મરે!

*

બે જણ મળ્યાં,
અંતર મળ્યાં,
સ્વપ્નાંઓ ન ફળ્યાં-
ખૂબ રડ્યાં,
છૂટા પડ્યાં…

*

શબ્દો અધુરાં,
પંક્તિ અધુરી,
કાવ્યો મારા અધુરાં-
તોયે લાગે એ
શાને મધુરાં?

*

શબ્દો થોડાં, ને
કહેવું ઝાઝું,
તોય શક્ય બન્યું છે!
કેવી મઝાની
શબ્દ-પરીક્ષા!

* * *

ઊર્મિસાગર

*

8 Responses to “મુક્તપંચિકા : પ્રથમ પ્રયાસ”

  1. amit pisavadiyaon 13 Oct 2006 at 3:56 am

    થોડા મા ઘણું !!!

    શબ્દો અધુરાં,
    પંક્તિ અધુરી,
    કાવ્યો મારા અધુરાં-
    તોયે લાગે એ
    શાને મધુરાં?

    સુંદર મુક્તપંચિકાઓ છે.
    આભાર.

  2. વિવેકon 13 Oct 2006 at 1:57 pm

    સુંદર કવિતાઓ…

    અભિનંદન…

  3. Jaydeepon 14 Oct 2006 at 5:21 pm

    ઊર્મિ દોસ્ત,

    રોમાન્સ, વિરહ ને તુટતાં સ્વપ્નો- બધું જ આવરી લીધુ.

    -જયદીપ.

  4. nilam doshion 17 Oct 2006 at 10:19 am

    વાહ!ઉર્મિ,સરસ મુક્તપંચિકાઓ બનાવી keep it up.

  5. Neela Kadakiaon 07 Nov 2006 at 4:40 am

    સદા હૈયેથી
    વહેવા દેજે
    તું ઉર્મિનો સાગર
    ના રહે કદી
    ઓટ તરંગ

  6. [...] ઊર્મિનો સાગર [...]

  7. હરીશ દવેon 15 Nov 2006 at 6:05 am

    મુક્તપંચિકા
    રચી મઝાની
    ઊર્મિ સાગર તીરે
    રંગ ઉમંગે
    હૃદયે ધરે
    ……

    સુંદર મુક્તપંચિકાઓ રચતા રહો તે અર્થે શુભેચ્છા!
    હરીશ દવે ….. અમદાવાદ

  8. જયon 10 Apr 2007 at 1:19 am

    મુક્તપંચિકા વિષે થોડું જાણવા માંગુ છું. એના કઈ નિયમો ખરાં?
    આશા છે કે તારી નવી મુક્તપંચિકાઓ ફરી અંહી વાંચવા મળશે..
    જય

Trackback URI | Comments RSS

Leave a Reply