Aug 06 2006

મૈત્રીની સગાઇ

s_daisy.jpg 
(Happy Friendship Day!)

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.

***

“ઊર્મિસાગર”

10 Responses to “મૈત્રીની સગાઇ”

  1. ujason 06 Aug 2006 at 4:08 am

    hi urmi,
    really nice.maja avi gai?written by u?good keep it up.i am with u
    nilam

  2. સુરેશ જાનીon 06 Aug 2006 at 8:57 am

    પતિ કે પત્ની પહેલી કડીના લીસ્ટમાં આવે કે ત્રીજી કડીવાળા મિત્રના ? !
    ગમે તેટલા ‘અથાણાં, પાપડ ને મિઠાઇ’ ખાઇએ પણ રોજ તો ‘ દાળ, ભાત, શાક ને રોટલી’ જ જોઇએ !!
    સરસ રચના.

  3. સુરેશ જાનીon 06 Aug 2006 at 9:08 am

    મારા માનવા પ્રમાણે -
    પહેલી લીટીમાં ‘સગાં, સંબંધી, સર્વ કુટુંબી’ અને ત્રીજી લીટીમાં ‘ દોસ્તીની ગહરાઇ અનોખી.’ રાખીશ તો અર્થમાં ખાસ ફેર પડ્યા વગર ગેયતા સારી આવશે.
    ચિત્રમાં પેંડો કે ગુલાબજાંબું હોત તો મારા જેવા મીઠાઇના શોખીનને વધારે ગમત અને કવિતાના તત્વને વધારે ન્યાય મળત !

  4. ઊર્મિ સાગરon 06 Aug 2006 at 12:52 pm

    પતિ કે પત્નિ પહેલી કડીમાં તો આવે જ, પણ જીવન તો એવું જ હોવું જોઇએ ને કે એ બીજી કડીમાં પણ આવે… બીજી કડી વગરનાં ‘ભોજન’ને આરોગીએ તો મઝા કેવી રીતે આવે?!!!

  5. ઊર્મિ સાગરon 06 Aug 2006 at 1:01 pm

    …અને અંકલ, મેં ચિત્ર એવું મુક્યું છે કે એમાં ગોળ થાળી જેવું દેખાય… કવિતા વાંચતી વખતે તમને થોડી ભૂખ લાગેલી હોત તો તમને એ થાળીમાં જરૂર પેંડા-ગુલાબજાંબુની સાથે સાથે ભજીયા-ખમણ પણ દેખાત!! :-))

  6. amit pisavadiyaon 06 Aug 2006 at 4:51 pm

    ઊર્મિ જી
    બહુ જ સુંદર.
    લાગણીઓ ને ખાદ્ય પદાર્થ ની ઉપમાઓ આપીને સુંદર સર્જન !!!
    હેપી ફ્રેન્ડશીપ ડે !!!

    અને હવે મીઠાઇની પોટલી વાંચીને મનમાં મીઠાઇઓ રમવા માંડી તેનુ શુ ??? :)

  7. વિવેકon 07 Aug 2006 at 1:23 pm

    પહેલી બે પંક્તિ વાંચીને થયું કે આ શું? પણ જ્યાં ચોથી પંક્તિ પતી કે દિલ બાગ-બાગ થઈ ગયું… અસ્સલ સુરતી મિજાજ લઈને આવ્યાં છો…. અભિનંદન!

  8. manvanton 09 Aug 2006 at 10:05 pm

    કાશીનું મરણ ને સુરતનું જમણ ! બહેન !
    તમારા ભાઈઓ તમારે ત્યાં જમવા આવવાની
    રાહ જુએ છે. ક્યારે બોલાવો છો ? તમારી બધી
    વાનગીઓ જોઇને મોઢામાં પાણી આવે છે હોં !
    રક્ષા પછી બાંધશો તો પણ ચાલશે ! હા !હા !

  9. Dhavalon 21 Aug 2006 at 11:49 pm

    આજે જ આ વાંચવામાં આવ્યું…. બહું ઊંચી વાત છે. અને મારા જેવા સૂરતીને તો આવી વાત વધારે જ ગમે ને :-) :-)

  10. [...] સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી, દાળ, ભાત, શ… [...]

Trackback URI | Comments RSS

Leave a Reply