Feb 05 2009
વસિયત
(તારા પગલાં… 11 મે 2008)
તારે નામ કરું છું:
હું મને
સમગ્રતયા.
મારી અંદર
એકવાર આવીને
કદી ન ગયેલી
તારાપણાની
એક વસંત સિવાય…
-’ઊર્મિ’

Feb 05 2009
(તારા પગલાં… 11 મે 2008)
તારે નામ કરું છું:
હું મને
સમગ્રતયા.
મારી અંદર
એકવાર આવીને
કદી ન ગયેલી
તારાપણાની
એક વસંત સિવાય…
-’ઊર્મિ’

ખુબ જ લાજવાબ લખ્યુ ઉર્મિબેન!!!!
જાને મારામા વસન્ત ખિલિ ગઇ…..!!!
પોતને પ્રેમ મા સમર્પ્યા બાદ કદાચ આવિ જ અનુભુતિ થતિ હશે..!!!
અનિર્વચનિય! અદભુત!
અહીં વસંત વિષે કંઇક મળશે એવું થોડા દિવસથી આશા હતી જ..
કવિતાનું મથાળુ વાંચીને વિચાર પણ આવ્યો કે વસંત ક્યાં ગઇ? પણ આ નાનકડી કવિતા વાંચીને તો જાણે પોતે વસંત - વસંત થઇ જવાયું..!!
સરસ લઘુ કાવ્ય. અભિનન્દન
સરસ લઘુ કાવ્ય અભિનન્દન
સરસ,
Really very nice one, thanks
સકલમાં જરા બાદબાકી.
બાકીમાં રહી ગયું સકલ.
ભલભલા વકીલો માત.
લેનારને કેવો આઘાત?
અરે કહો કે કુઠારાઘાત.
સુન્દર લઘુકાવ્ય…માણવાનેી મજા મજા…
ખૂબ સરસ અભિવ્યક્તિ
તમે શબ્દોની કરકસર કરીને પણ વહેવાર સરસ ચલાવો છો.
સુંદર
બહુ સરસ !
ખુબ ખુબ ખુબજ સુંદર ઊર્મીબેન !!!
સરસ ઑછા શબ્દોમા રજુઆત અને ઘણુ કહી દિધુ
બહુજ સરસ …મજા આવી ગઈ…આવી રીતે સૌના મનને ખુશ કરતા રહો….
જય શ્રીકૃષ્ણ ઉર્મિબેન,
ખૂબ જ સુંદર વસિયત લખી દીધી આપે તો.અને આ વસિયતનો અમલ તો જીવીત અવસ્થામાં જ થવો જોઈએ ને…
ઉર્મિબેન કેટલિક વખત કોમેન્ટ લખી પોસ્ટ કરવા છતા દેખાતી જ નથી.એમ કેમ.?મોડરેટ થાય છે તેથી..?
ઊર્મિબેન
તમે સુન્દર વાત કરિ.
મને એક ઘણુ સુન્દર કાવ્ય મળ્યુ છે જે આ સાથે મોકલુ છુ. મને આ મારા એક મિત્રે મોકલ્યુ છે.
કુંવરબાઇનું મામેરું 2009
દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ / Africa .જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..
હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-
સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
‘
રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,
ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો..
એક વસંત સિવાય…!!!!
સુંદર.
અદભુત્!!
થોડા શબ્દે ઝાઝું કહિ જાય છે આ કાવ્ય.
wow.. just my kindaa verse…! terrific…
“સમગ્રતયા” ને સ્થાને “પૂર્ણત:” કે “સંપૂર્ણત:” મને વધુ ગમે..
તદેતદર્ધ દ્વીદલમ ભવતિ…ને કવયિત્રી ઉર્મિ કેવી મૌલિક રીતે આજના સમયમાં આપણી સમક્ષ મુકૅ છે…અભિન્ંદન
વાહ! હ્રદયની વાત કહેવા માટે આટલા શબ્દો તો બહુ થઇ ગયા. હળવાશભર્યું કાવ્ય.
Simple but…. સચોટ…..વેધક…. તીર સીધુ નીશાના પર છે….
I am ’speechless’ after reading this.મેં તો તમારું આ લખાણ પીધું હોં!!!!
who is the poet of vasiyat and kuvarbai nu mameru 2009?