Mar 17 2008
ધવલ અંધકાર
(ધવલ મેઘ… મારા ઘરની બારીમાંથી… 18 જાન્યુ. 2004)
ધરતી પર ઊતર્યા વાદળા આ ધવલ,
જગનાં રંગો બધા કેવા થઈ ગ્યા ધવલ!
ને ધવલ તિમિરે ધરતી ધોવાઈ ગઈ…
ઊર્મિનાં તાર પણ કેમ થઈ ગ્યા ધવલ?!
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
-’ઊર્મિ’
*

Mar 17 2008
(ધવલ મેઘ… મારા ઘરની બારીમાંથી… 18 જાન્યુ. 2004)
ધરતી પર ઊતર્યા વાદળા આ ધવલ,
જગનાં રંગો બધા કેવા થઈ ગ્યા ધવલ!
ને ધવલ તિમિરે ધરતી ધોવાઈ ગઈ…
ઊર્મિનાં તાર પણ કેમ થઈ ગ્યા ધવલ?!
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા
-’ઊર્મિ’
*

સુંદર મુક્તક.
અને ધવલ અંધકારની કલ્પના જ કેવી નવી છે…
અને સાથે સુંદર તસવીર..!!
તું નીરખે ધરતીને તારા ધવલ નેત્રથી,
ને ધરતી બને ધવલ ધવલ
સરસ મુક્તક
અમારા ઘરની બહાર પણ અવાર નવાર આવું દ્રશ્ય સર્જાય
ત્યારે—
ક્યારેક મેં કફન ઓઢ્યું છે તેવી કલ્પના આવતી !
ક્યારેક…
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
અહા!!!!
મારા ઘરની બારી માથી પણ
એક વાદળી પકડી મે
નખશીખા હુ બસ ધવલ ધવલ!!!!
હવે તો ચન્દ્ર કરે છે ગર્વ તેના ડાઘ પર
કહે ‘છે તો કળાઉ છુ’ બધે બસ ધવલમા..
ઉર્મિ, મને તો આ શીર્ષક જ સૌથી વધારે ગમી ગયું. “ધવલ અંધકાર ” આ જ વિષય પર વરસો પહેલા એક લલિત નિબંધ લખેલ..એની યાદ તાજી થઇ ગઇ. સુંદર મુકતક. અભિનન્દન્
વાહ. મારી અંદરનો કવિ બહાર આવવા મથે છે…