Aug 30 2006
Update on Nirali’s condition…
Read Nirali’s condition’s daily update here… http://savenirali.com/nirali/Main/NiraliUpdates
Read about upcoming drives here… http://savenirali.com/nirali/Main/UpcomingDrives

Update on Nirali’s condition…
Bone-marrow Donation Drives in all BAPS temples of USA — Help Save Nirali!
નાનકડી પરીને ઉડવા કને પાંખો જોઇએ છે! - Help Save Nirali
રણનેય નિચોવી શકું
ખીંટી સમ જડાયો છું
મૈત્રીની સગાઇ
દરિયા કિનારે ચાલતા ચાલતા
Aug 30 2006
Read Nirali’s condition’s daily update here… http://savenirali.com/nirali/Main/NiraliUpdates
Read about upcoming drives here… http://savenirali.com/nirali/Main/UpcomingDrives

Aug 27 2006
નિરાલી માટે બોનમેરો મેચીંગની સંભાવના વધે એ માટે અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં તારીખ 27 મી ઑગષ્ટના રોજ 2 pm થી 7 pm દરમિયાન બોનમેરો ડોનેશન ડ્રાઈવ્સ સમર ( South Asian Marrow Association of Recruiters (SAMAR) ) રાખવામાં આવેલ છે તો આ સેવાના કામમાં સહભાગી થવા ખાસ વિનંતી છે.
Thank you Dr. Dilip Patel for sharing this info…
* * * * * * * * *

Aug 23 2006
-: Nirali Naik :-
A Leukemia patient and is in desperate need of a bone-marrow!!
*
તારા જ મંદિરના દિપકની એક નાનકડી જ્યોતિ છું હું,
પ્રભુ! તારી કૃપાના તેલથી મને કાયમ સળગતી રાખ તું!
તારા જ આંગણાના છોડની એક નાનકડી કળી છું હું,
પ્રભુ! તારા હેતના પવનથી મને કાયમ મહેંકતી રાખ તું!
તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!
“ઊર્મિસાગર”

Aug 16 2006
Aug 10 2006
ખીંટી સમ જડાયો છું હું સમયની આ ભીંતમાં,
સંબંધોનાં વસ્ત્રો મને ચડ્યે ઉતર્યે જાય છે.
મૃગની જેમ ભરમાયો છું હું રણોની આ ભીડમાં,
ઝાંઝવાઓ પણ મને જોઇ જરા ભરમાય છે.
હવાની જેમ વેરાયો છું હું નભ-ધરાની બીચમાં,
શ્વાસોનું બંધન છતાં કેમ લોભાવી જાય છે?
કાળજામાં કોરાયો છું હું પડ્યો જ્યારથી પ્રીતમાં,
સ્મરણોનાં મલમ પણ કયારેક દર્દો આપી જાય છે.
સાગરમાં સંતાયો છું હું નદીઓ સંગ રીસમાં,
મોતી સમજી મને કોઇ મરજીવો લઇ જાય છે.
ગેયતા વિનાયે ગવાયો છું હું ગઝલ અને ગીતમાં,
ઠોઠ પણ ક્યારેક સૂરમાં છબછબિયાં કરી જાય છે.
બધાયથી સવાયો છું હું જગતની હર રીતમાં,
તારી જ એક ઊર્મિ મને કાયમ હરાવી જાય છે.
***
“ઊર્મિસાગર”

Aug 06 2006
સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી;
મૈત્રીની સગાઇ સાવ અનોખી,
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.
***
“ઊર્મિસાગર”

Aug 03 2006
દરિયા કિનારે ચાલતા ચાલતા…
દરિયાનું એક મોજું
આવીને અચાનક
ભીંજવી ગયું
નખશીખ,
જ્યારે મને–
યાદ આવ્યું,
ત્યારે મને–
તારું પણ
કૈંક આવું જ
ભીંજવવું મને–
દરિયા કિનારે ચાલતા ચાલતા…
***
“ઊર્મિસાગર”
