સૌ મિત્રોને આજે શરદપૂર્ણિમાનાં શુભ દિવસે પૂનમની ચાંદનીમાં ભિંજાયેલી અને રાસે રમઝટતી શુભેચ્છાઓ…! અને સાથે સાથે તમને દૂધ-પૌંઆ તેમ જ ગરમાગરમ (ખાસ કરીને, મરચાંના) ભજીયા ખાવા મળે એવી શુધ્ધ હુરતી-શુભકામનાઓ…!! :-)

(કહી દો સૂરજને, કે ઊગે નહીં ઠાલો…!)

સંગીત સંયોજન : મુસા-શેખર
સ્વર : મુસા પાઈક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત સંયોજન: સી.વનવીર
સ્વર: તૃપ્તિછાયા
(સ્વરકિન્નરી ગ્રુપ, મુંબઈ)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

* * *

આ સાથે નવરાત્રિનાં પહેલા દિવસથી ચાલતી રહેલી ગરબા-રાસની આ રમઝટને હવે થોડો વિરામ આપીએ છીએ… (પૂર્ણવિરામ નહીં હોં) આપણું કાંઈ કે’વાય નઈં… ફરી ક્યારેક કોઈ પ્રસંગે આવી રમઝટ બોલાવી યે દઈએ… :-) ત્યાં સુધી બસ આમ જ મળતા રહીશું, ફરીથી… રાબેતા મુજબ… અનિયમિતતાથી નિયમિત રીતે !!