(તું ન આવે તો શ્યામ, રાત જામે ન શ્યામ… રાસ જામે ન શ્યામ…!)
સ્વર : અચલ મહેતા
સંગીત સંયોજન : રિષભ ગ્રુપ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : મુસા પાઈક
સંગીત સંયોજન : મુસા-શેખર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે,
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે…
શરદપૂનમની રાતડી, હો હો… ચાંદની ખીલી છે ભલીભાતની;
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ
તારા વિના શ્યામ…
ગરબે ધુમતી ગોપીઓ, હો હો… સુની છે ગોકુળની શેરીઓ;
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ.
તારા વિના શ્યામ…
અંગ અંગ રંગ છે અનંગનો / આનંદનો, હો હો… રંગ કેમ જાય તારા સંગનો;
પાયલ ઝણકાર સુણી, રુદિયાનો નાદ સુણી,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ.
તારા વિના શ્યામ…
શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…









સુન્દર
વાહ વાહ્….
સ-રસ ! મુસા પાઈક- આ નામ પ્રથમવાર સાંભળ્યું… કોઈ બીજી ઓળખાણ?
મુસા પાઈકનાં સ્વર અને મુસા-શેખર સંયોજનમાં પહેલી વાર સાંભળ્યું
અનુપમ રચના….. પ્રિતમ ને મળવા ની ઉત્કઁઠા અને વિરહ ની વેદના નિખાલસતા થી વર્ણવી છે. અચલભાઈ ના સ્વર મા જાદુ જ કાઁઈ ઓર છે.
સરસ ઘણી સુન્દર રચના સાભળવાની મજા આવી
cud any gudhearted persons send me the english full meaning for this song… or any links will do
pls reply to raghavansit@gmail.com
MUSA = TARA VI NA SHYAM