પ્રખ્યાત લોકગીત બની ગયેલા અવિનાશભાઈનાં આ ગીતનું- કહું કે રાસનું - સંગીત પણ એટલું જ પ્રખ્યાત અને લોકસંગીત બની ચૂક્યું છે… જેને પ્રથમવાર સંગીત અપાયું હતું 1974ની ફિલ્મ ‘હોથલ-પદમણી’માં… આશાજીનાં મધુર સ્વરમાં… અને આરતીબેનનાં સ્વરમાં પણ ખૂબ જ જામે છે ! પરંતુ મૂળ સંગીતની સાથે વેલજીભાઈનાં અવાજમાં છંદની રમઝટમાં તો જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે…! સાંભળ્યા જ કરવાનું મન થાય છે… અને સાંભળતી વખતે આપોઆપ આપણું મનડું પણ રાસ રમવા લાગી જાય છે…!! અને તમારી ડોક અને હાથ-પગ જો તાલથી તાલ ન મળાવે, તો જ નવાઈ…!! :-)

(આ તો કહું છું રે કાનુડા, તને અમથું…!)

સંગીતકાર : અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે, વેલજીભાઈ ગજ્જર અને કોરસ
ફિલ્મ : હોથલ-પદમણી (1974)

(છંદ)

હે… શ્રાવણે સારા, શરદ ધારા, કૈંક તારા કામની…
પહેરી પટોળા, રંગ ઢોળા, ભમે ટોળા ભામિની…
શણગાર સજીયે, રૂપ રજીએ, ભૂલ ત્યજીએ, ભાન ને…
ભરપૂર જોબનમાંયે ભામન કહે રાધા કાનને…
જી કહે રાધા કાન ને… જી કહે રાધા કાનને…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: આરતી મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા / પાતળીયા, તને અમથું…!
તારી બાંકી રે…

તારા પગનું પગરખું ચમચમતુ રે,
અને અંગનું રે અંગરખુ તસતસતુ / ટમટમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે કાનુડા / પાતળીયા, તને અમથું…!
તારી બાંકી રે…

હે… પારકો જાણીને તને, ઝાઝુ શું બોલવું ?
ને અણજાણ્યો જાણી તને, મન શું ખોલવું રે ?
હે તને… હે તને… હે તને છેટો રે ભાળીને મન ભમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા / પાતળીયા, તને અમથું…!
તારી બાંકી રે…

(છંદ…)
હે… મારી કો ધ્યાન લગો …
(અહીં થોડા શબ્દો પકડાયા નથી)
સૈયન કો મન અગન લગી
નીજ પ્રીત પિયુ મનભાવન કી રે…
નીજ પ્રીત પિયુ મનભાવન કી રે…
નીજ પ્રીત પિયુ મનભાવન કી.

ગોરું ગવનમાં મુખડું મલકતું રે
મારા આયખાને એવું અડકતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે રાધિકા, તને અમથું…!
હે તારી બાંકી રે…

હે… કોણ જાણે કેમ મારા મનની (રે) ભીતરમાં એવું રે ભરાયું શું ?
(હો) એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો ગમતો તું… !
હે… ઘરમાં, ખેતરમાં કે ધરતીનાં થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે ગોરાંદે, તને અમથું…!
તારી બાંકી રે…

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે
ગોરું ગવનમાં મુખડું મલકતું રે
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે
ગોરું ગવનમાં મુખડું મલકતું રે
મને ગમતું રે… આતો કહું છું રે કાનુડા તને અમથું…!

(છંદ)
શ્રાવણ જલ વરસે
સુંદીર તરસે
બાદલ બરસે અંબરસે
તરુવર ગિરવરસે
લતા લહરસે
નદિયા બરસે સાગરસે
દંપતિ દુખ… ???
??? દુખકારી…
(અહીં શબ્દો પકડાયા નથી )…
કહે રાધે પ્યારી મૈં બલિહારી…
ગોકુળ આવો ગિરધારી રે
જી રે ગોકુળ આવો ગિરધારી રે
જી રે ગોકુળ આવો ગિરધારી…

——–

આ રાસમાં આ એક અંતરો પણ ક્યાંક વાંચવામાં આવ્યો છે… પરંતુ મારા સાંભળવામાં આવ્યો હોય એવું યાદ નથી આવતું… ?!!

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા, તને અમથું !….. તારી બાંકી રે…..

- અવિનાશ વ્યાસ