(દાંડીયા મારા જોમ ભરેલા… ફોટો સૌજન્ય: ચાલો ગુજરાત ‘08 )
સંગીત : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
દાંડીયાનો દરબાર સજ્યો રાણી, દાંડીયાનો દરબાર…
દાંડીયાનો દરબાર સજ્યો રાણી, દાંડીયાનો દરબાર…
હે… લઈને આવો… આવો, લઈને આવો ઝાંઝરનો ઝણકાર…
દાંડીયાનો દરબાર સજ્યો રાણી, દાંડીયાનો દરબાર…
હે… મારી પાનીએ મહેંદીની ભાત
મારા રાજ, હું ચાલું તો કેમ તારી સાથ…
હે દાંડીયાનો દરબાર…
ઝાંઝર મારું ઝાંકળ જેવું, સૂરજ જેવો તું,
અડતો ન મારા ઝાંઝરીયાને, થાય ન જાણે શું…
હે… મારા ઝાંઝરને આવે છે લાજ
મારા રાજ, તું રહેજે દૂર જરા આજ…
હે દાંડીયાનો દરબાર…
દાંડીયા મારા વાંસના અને વાંસની વાંસલડી,
તમે બોલો તો વાંસના વનમાં ટહકે કોયલડી…
હે… કરો ગોરી… ગોરી, કરો ગોરી ગળચટ્ટો ટહુકાર…
દાંડીયાનો દરબાર…
કોણ જાણે કેમ વાંસનાં વનમાં આવતાં હું ગભરાઉં,
હાય રે હરફ પણ ન બોલું તો પણ હું પડઘાઉં…
હે… મૂંગા પડઘાને સાચવીને રાખ
મારા રાજ, હું બોલીને કેમ કરું વાત?
હે દાંડીયાનો દરબાર…
અરે, દાંડીયા મારા જોમ ભરેલા નમણું ઝાંઝરીયું,
આગની ઓથે ગોરી જાણે કે રમતું ચાંદરણું…
હે… રમે ઝાંકળ…ઝાંકળ, રમે ઝાંકળની સંગે અંગાર…
દાંડીયાનો દરબાર…
-રિષભ મહેતા









રિષભ મહેતાને એમની કલમ થકી તો ઓળખતા હતા, પણ એમના સ્વર અને સંગીત સાથે પરિચય આ નવરાત્રીમાં જ થયો..
ખરેખર એમના બધા જ compositions એકદમ મઝાના છે.. એમનું આલ્બમ ક્યાંથી મળે?
અને આ ગરબામાં વચ્ચે કોયલડી ટહુકી ત્યારે તો આહા..
સુન્દર સગઈતમય રચના
બહુજ સુંદર શબ્દો સાથે સુંદર ગીત.
ઊપરોક્ત ગરબાની હું બોલીને કેમ કરું વાત? શબ્દો ની રચના ગાયક તથા ગીત જ
આપ મેળે જવાબ આપી દે છે.
વાહ્….AMAZING…WARM WISHES!!JAGRUTI DESAI-RAVAL (LONDON)VEDCHHA.
[...] અંકલનાં ગરબાનું એક આલ્બમ ‘દાંડિયાનો દરબાર’ હું લગભગ 2-3 વર્ષથી અવારનવાર સાંભળું [...]