(ફરી હાથમાંથી ભાન-સાન ભાગ્યા…)
સંગીત: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા, ગાયત્રી ભટ્ટ અને વૃંદ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હાં રે મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા.
હાં રે ફરી હાથમાંથી ભાન-સાન ભાગ્યા..ભાગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે અમે પોતાને પારકા લાગ્યા.. લાગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
તમે ભવભવથી પોતાના લાગ્યા…
હાં રે તમે ભવભવથી પોતાના લાગ્યા…
હાં રે તમને અમથા અમથા જ નથી માંગ્યા.. માંગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
અમે ના ના કહીને બહુ થાક્યા…
હાં રે અમે નાનાના કહીને બહુ થાક્યા…
હાં રે તમે માન્યા માન્યા ને નહીં માન્યા… માન્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…
-રિષભ મહેતા









તમે એવા તે કેવા અમને બાંધ્યા…
અમે પોતાને પારકા લાગ્યા..
તમે ભવભવથી પોતાના લાગ્યા…
તમને અમથા અમથા જ નથી માંગ્યા..
વાહ… ખૂબ જ મજા આવી..
એકદમ સુંદર શબ્દો, અને સાથે એટલું જ કર્ણપ્રિય સંગીત અને મીઠો મધુરો સ્વર..
એકવાર સાંભળવાથી તો ધરાવાનું જ નથી.. હવે થોડા દિવસો સુધી વારંવાર આ ગીત સાંભળવું જ પડશે..
હાં રે તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે અમે પોતાને પારકા લાગ્યા..
ઘા ય લ ની ગ ત ઘા ય લ જા ણે……….
સરસ
સુંદર મજાની રચના. સરસ શબ્દો અને અદ્
ભૂત સંગીત
આભાર