(રંગલો… જામ્યો કાળન્દરીને ઘાટ !)
સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ?
હે અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરીપુત્ર ગણેશ,
હે દુંદાળો ભીડભજંણો એને સમરું શ્રી પ્રથમેશ.
હે સમરું શ્રી પ્રથમેશ
ખંભે ધરી ખેશ આંખે આંજી મેશ
પિતાંબર વેશ ધરી રમે કૃષ્ણ કનૈયો…
બાંધી ઝાંઝ અને પખવાજ ખાસા
ખાસા બંસીને નાદે નાચે નંદછૈયો…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત સંયોજન: રિષભ ગ્રુપ
સ્વર: ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હે રંગલો… જામ્યો કાળન્દરીને / કાલિન્દીને ઘાટ,
છોગાળા તારા, ઓ રે છબીલા તારા,
ઓ રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ… રંગલો.
હે રંગલો…
સૈં રે… એ હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાતમાં ને, માથે પડશે રે પરભાત,
છોગાળા તારા, હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ… રંગલો.
હે રંગલો…
સૈં રે… હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા,
હે ભૂંડા ગોકુળની / કાના તારી ગોપલીએ તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે / લડશે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ… રંગલો.
હે રંગલો…
મારા પાલવ નો છેડલો મેલ, છોગાળા ઓ છેલ
કે મન મારું ધડકે છે.
હું તો મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલ
કે મન મારું ઘડકે છે.
હે હે હે… હે જી રે
હે જી રે સાંજ ને સુમારે
જ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તાર
સંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમ ધમે…
જીજીજી રે… દૂર દૂર દૂર દૂર…
દૂર દૂર દૂર દૂર… દૂર દૂર દૂર દૂર…
ગાંડીતૂર શરણાઇ કેરા સૂર
વીંધે ઉર ચકચૂર
સંગ તાલ ને નૂપુર
તારુ પાદર ને પૂર
સામ સામ સામસામે
હે ધેણું ધેણું ધેણું ને વાગતી રે વેણું
રે ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
મારા પાલવ નો છેડલો મેલ, છોગાળા ઓ છેલ
કે મન મારું ધડકે છે…
- અવિનાશ વ્યાસ









વાહ ઉર્મીબેન
જય જલારામ,જય શ્રી કૃષ્ણ.
તમે તો મને મારા આણંદમાં લઇ ગયા.નવરાત્રીની નવલી રાત અને
ઉત્તમ અવાજ.સુંદર મેળ.
ધન્યવાદ
પ્રદીપ બ્રહ્મભટ્ટ્.
નવરાત્રીના ગરબા આ ગીત વગર સાવ અધુરા રહે. આ ગીત દસ દીવસ પહેલા આપ્યું હોત તો ઘણું વધારે સારું લાગત. આ ગીત જ્યારે પણ સાંભળો ત્યારે ત્યારે દીલ ઝુમી ઉઠે છે.
બહુજ સરસ.
તમે મોકલેલી આજ ની રચના “” હે રંગલો… જામ્યો કાલિન્દીને ઘાટ”
આ ગરબા પર અમારી પોળ {શેરી} ની બહેનો એ ૩૫ વર્ષ પહેલા વડોદરા ખાતે ગરબા હરીફાઈ મા પ્રથમ ઈનામ મેળવ્યુ હતુ . તે ગરબો કયાઁથી ભુલી જવાય. ખરેખર તમે ૩૫ વર્ષ પહેલા નો તરુણ બનાવી દીધો. સાચે જ સમય ના કાઁટા પાછા ફરી ગયા નો અહેસાસ પામ્યો.
સુંદર.
શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય લગભગ પચાસ વર્ષ પહેલા ઝાંબિયા આવ્યા હતા તેમનો આ રાસ અમે પણ ગવડાવી રંગ જમાવતા હતા.
હવે તો સંગીત પર ટીવીમાં જાતજાતના ગરબાઓ જોવા મળે છે.
દિવાળી માટે કંઈક નવી વાનગી મળશે એ આશા.
કાંતિલાલ પરમાર
હીચીન
જામ્યો કાલિન્દડીને ઘાટ જો !!
nice one
A classic from a classic poet!
બહુ જ સરસ ,
મજા આવિ .રન્ગ્લો બરોબર જામિગયો.
હવે,મોરબિ નિ વાનિય મચ્હુ કાન્થે પાનિ ભરવા જાય્ મોકલ્સો જિ.
ધન્ય્વાદ, આભાર તમારો. આતલિ સેવા આપો ચ્હો માતે.
ફરિ ફરિ ધન્યવાદ્ લિ ભાઈલાલ રામભિયા.
It is been a real pleasure to listen to the music of shree Avinash Vyas after a long time.
Many thanks
ખૂબ સુંદર
સુન્દર