( … મારું મન મોહી ગયું ! )
સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ?
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
કેડે કંદોરો ને કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી ઝાંટે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
રાસે રમતી, આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
હે તને જાતાં જોઇ પનઘટની વાટે, મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું.
-અવિનાશ વ્યાસ







ગરબો સાભળી ને ગુજરાત અને આપણા શેરી ગરબા ની યાદ આવી ગઇ. દુર વસતા અમારા જેવા લાખો ગુજરાતીઓ ને નવલી નોરતાની આવી યાદગાર ભેટ મોકલવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
આવા ગીતો આપતા રહેશો.
મારું પ્રિય ગીત…..
મારુ મન મોહી ગયું !!
nice snap !!
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી ઝાંટે, મારું મન મોહી ગયું.
હે તને જાતાં જોઇ…
હવે તો આવા સુંદર દ્રશ્યો ક્યાં જોવા મળે?
સુંદર ગીત અને ગાયકીએ પુરાણી યાદો ઉજાગર કરી
બહુજ સરસ્. જુન સમ્ભર્ન યાદ આવિ ગયા
તમર હ્તિ શક્ય હોય તો * તરિ આન્ખ નો અફિનિ…* ગેીત રજુ કર વા વિનન્તિ
Nice
સરસ …બસ …આમાજ બધુ આવિ ગયુ ….જેમ ડુબ્તા ને તણ્ક્લુ કાફી હોય ચ્હે…ને જેમ મર્તા ને ગન્ગ જલ …બસ બે સ્બ્દો મ આખુ જિવન વ્યક્ત કરિ સકય ચ્હે ….બસ વ્ય્ક્તિ એ કૈ ધાર્વુ પડે… તમે ખુબ સરસ કમ કરિ રહયા ચ્હે ..મને ગમ્યુ …તમે ખુબ સરસ ગિતો ભેદગા કર્યા ચ્હે….સરસ
old is gold. and we know how costly the gold is.
really enjoyed.
avo phrkhiyat garbo sambri maari juvani mi yaado patchi
chalkaii avi. Jethlivar sambriyé to panne aye gorbo navuj
lagué ané thak panne na lagué.em thaye haji sambrun ?
Cassamaly
ખુબ જ મજા આવી ગઇ…