( પનઘટ પાણી મારે જાવા નથ્થ !)
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર:
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : સુલોચના વ્યાસ અને કોરસ
(ફિલ્મ: કાદુ મકરણી 1960)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મારી ગાગરડીમાં ગંગા જમુના રે,
પનઘટ પાણી મારે જાવા નથ્થ/નથ.
નથ્થ નીર હવે બીજા મારે ખપના રે,
પનઘટ પાણી મારે જાવા નથ્થ.
ભરી રે તલાવડીમાં ચંદરનો છાંયો,
પાણી રે ભરતા મારે બેડલે પુરાયો,
મારી ગાગરડીમાં પાણી પૂનમનાં રે,
પનઘટ પાણી મારે જાવા નથ્થ/નથ.
મારી ગાગરડીમાં…
ઘટમાં પાણી ઘૂંઘટમાં પાણી,
પાણીથી કરે પાણી વાત્યું રે છાની
મારી ગાગરડીમાં પાણી તનમનનાં રે,
પનઘટ પાણી મારે જાવા નથ્થ/નથ.
મારી ગાગરડીમાં…
-અવિનાશ વ્યાસ









મસ્ત મઝાનું ગીત.. ન આવડતુ હોય તો યે નાચવાનું મન થઇ જાય એવું..!!
કાઠીયાવાડી સ્વર મા ગરબો સાઁભળી મઝા આવી ગઇ. ક્યાથી શોધી લાવો છો…..
નવરાત્રી ના ગરબા ભલે દેશમા ગવાતા હોય પણ આપના માધ્યમ થકી રમઝટ અમે અહિયા માણી રહ્યા છે.
ઘટમાં પાણી ઘૂંઘટમાં પાણી,
પાણીથી કરે પાણી વાત્યું રે છાની
મારી ગાગરડીમાં પાણી તનમનનાં રે,
પનઘટ પાણી મારે જાવા નથ્થ.
મારી ગાગરડીમાં…
સરસ
મધુર ગાયકી
ખુબ મઝા આવી.
I remember this song is from the Gujarati film ‘ kaadu makaraaNi’ circa 1957/58. However, the second line probably does not end with ‘ nathth ‘ but ‘rey’ i.e. panaghaT paaNee maarey jaavaa rey’. I may be wrong though.
જાણઈતુ કાવ્ય
આ સીઝનમાં આવા ગરબા વાંચવાની તથા સાંભળવાની બહુ મઝા આવી.
Nice Collection of Gujarati Geet/Garba. It made me feel refreshing. Nice Job.
નાનપણ ગાગર લઈ ને બહુ આ ગીત ગાયુ છે…મજા આવી ગઈ