( …કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો !)
સંગીત: અવિનાશ વ્યાસ
પ્રસ્તાવના સ્વર: શોભિત દેસાઇ
ગાયિકી : હેમા દેસાઇ
હે મા,
તું જ મને આપે છે ઉત્તમ વિચારો,
બધા કહે છે, હું કવિ છું કેવો સારો.
શશી તારો ચહેરો છે, બુદ્ધિ સૂરજ છે,
શ્વસે તો બને તું હવાનો ઉતારો.
તું ચાલે તો લાગે ગતિ જન્મી હમણાં,
તું બેસે તો અટકે સમય એકધારો.
હે મા…
સ્વર: રાસ બિહારી અને વિભા દેસાઈ
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પોકારી માનો મોરલો ટહુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
માવડીના રથના ઘૂઘરા રે બોલ્યા,
અજવાળી રાતે માએ કુમકુમ વેર્યા,
ગગનનો ગરબો માના ચરણોમાં જુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
- અવિનાશ વ્યાસ
(21/7/1911 - 20/8/1984)
ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીઓને આવા અમર સંગીતબદ્ધ ગીતો આપનાર અવિનાશભાઈનાં ગીત-સંગીત ગુજરાતી ચલચિત્રોમાં ખૂબ જ લોકપ્રિય થયેલા છે. એમનો કાવ્યસંગ્રહ: ‘પાંદડું લીલું ને રંગ રાતો’







આભાર . ખુબ આનઁદ થયો. વિદેશ મા વસતા અમારા જેવા ગુજરાતી ઓ ને ગુજરાત ની તથા પ્રાચિન શેરી ગરબા ની યાદો તાજી કરવી દીધી. દુહા, રાસ તથા ગરબા
ના તાલ ઉપર જે થનગને એ સાચો ગુજ્જુ. ફરી થી આપનો ખુબ આભાર .
બહુ જ સુંદર શબ્દશૃંખલાથી મઢેલું આ ગરબા જેવું ગીત,એના હૃદયસ્પર્શી સ્વરાંકનને લીધે લોકોએ હૃદયસ્થ કર્યું છે……!
nice song, can u send me in mp3 format ?
બહેન ઉર્મિ,
આ ગીત એ શબ્દ, સઁગીત અને સુરનો સુઁદર મિલાપ નુ ઉદાહરણ પુરુ પાડે છે. રાસભાઈ અને વિભાબહેને તેમના અનુપમ અવાજમાઁ આ ગીતને અમર કરી દીધુઁ છે.
ખુબ ખુબ આભાર,
દિનેશ ઓ. શાહ, સેન્ટર ફોર સરફેસ સાયન્સ અને નેનોતટેકનોલોજી, ધરમસી દેસાઈ
યુનીવરસીટી, નડીઆદ, ગુજરાત, ભારત
આ ગીત એ શબ્દ, સઁગીત અને સુરનો સુઁદર મિલાપ નુ ઉદાહરણ પુરુ પાડે છે. રાસભાઈ અને વિભાબહેને તેમના અનુપમ અવાજમાઁ આ ગીતને અમર કરી દીધુઁ છે.
ખુબ ખુબ આભાર,
દિનેશ ઓ. શાહ, સેન્ટર ફોર સરફેસ સાયન્સ અને નેનોટેકનોલોજી, ધરમસી દેસાઈ
યુનીવરસીટી, નડીઆદ, ગુજરાત, ભારત
Hello, I see there few readers in China and Mongolia, can you PL contact me? Bharat Joshi
આજે કંઈ અમેરિકન શૈલીમાં તારીખ લખી છે ને કંઈ?
સુંદર મજાના ગીત માટે આભાર…
સુઁદર સ્વર …સુઁદર શબ્દો..આભાર ઉર્મેી,… મેઁ ,આ જ ગેીત આશાજીના સ્વર માઁ સૂર સરગમ પર મુકેલ. http://www.samnvay.net/sur-sargam/
You can also read the same song on my blog…..
http://binatrivedi.wordpress.com/
હેમા દેસાઈનાં અવાજમાં આ જ ગીતની બીજી એક ઓડિયો પણ અહીં ઉમેરી છે.
ગોૂદ્
સરસ
સ્વ.અવિનાશ વ્યાસ,શોભિત દેસાઇ, હેમા દેસાઇ,રાસ બિહારીઅને વિભા દેસાઈ જેવા નીવડેલા કલાકરોનું અદભૂત સર્જન
અમારા ગરબાના કાર્યક્રમમા આ ગરબાથી જ શરુઆત થતી
ઘણા વખતે ફરીથી આ ગમતું ગીત વાંચવા મલ્યું.
Dear Sis, Since childhood i am listening this great creation by this great singers, i think they are as immortal as the creation itself by giving this wonderful gift to us.I have taken blessings of this great humans at Ahmedabad Airport before few months and i am in New Jercy but I am eagerly waiting for my visit to hometown and to meet them.