સૌ મિત્રોને નવરાત્રિની નવરંગી અને ગરબે ઘૂમતી શુભેચ્છાઓ…! જય અંબે….!!!

સ્વર : ? કવિ : ? સંગીતકાર : ?
ફિલ્મ : મેના ગુર્જરી

Rangoli1

( દિવડાં પ્રગટાવો રાજ…! )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે રણચંડી દુર્ગા ચામુંડા, કરતા સહુની રખવાળી,
હે મહાસુર મર્દિની અંબિકા જય જય મા ગબ્બરવાળી,
જય જય આરાસુરવાળી…
હે બ્રહ્મનાં ખોળે રમતા બાળારૂપે બહુચરવાળી,
ગરબે રમવા આવો બાળ સૌ વિનવે મા પાવાવાળી,
જય જય જય જય મહાકાળી…
જય જય જય જય મહાકાળી…

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે, મા ખોળાનો ખુંદનાર દે.
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે, મા પ્રિતમજીનો પ્યાર દે.

નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી… જય અંબે…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે.
આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે, પીડા જનમ જનમની હરશે.

દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી… જય અંબે…

- કવિ ?

(સૌજન્ય: ટહુકો)