(ક્યાં સુધી પંપાળશે તકદીરને ?)

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

*

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

-શેખાદમ આબુવાલા

કવિએ આ બે નાનકડા મુક્તકોમાં જાણે દુનિયાભરની ખુમારી મૂકી દીધી હોય એમ નથી લાગતું?!!!