ચાલો ગુજરાત : વિશ્વ ગુજરાતી પરિષદ / World Gujarati Conference 2008

વિશ્વ ગુજરાતી પરિષદ 2008નું થીમ છે:

ગઈકાલને અપનાવો… આજને અજમાવો… આવતીકાલને બનાવો…
દુનિયા આપણી રંગભૂમિ છે.

[youtube]http://www.youtube.com/watch?v=WtuS9vQ5768[/youtube]
(’ચાલો ગુજરાત’ : ટીવી-જાહેરાત)

-

દુનિયાભરમાં દૂર દૂર વસેલા ગુજરાતીઓને માટે આઈના(AIANA)એ સૌપ્રથમ ‘ચાલો ગુજરાત’ વિશ્વ-પરિષદ 2006 કરી હતી, જે સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ યાદગાર બની ગઈ હતી. એ પરિષદની અદભૂત સફળતાને લીધે અને વિશ્વનાં ખૂણે ખૂણેથી આવનાર ગુજરાતીઓનો ઉત્સાહ અને પરિષદમાં મળેલી સંતુષ્ટિના કારણે, તેમ જ ગુજરાતી બોલતા સમુદાયની આંતરિક એકતાને દ્રઢ કરવા આઈનાએ ફરી એકવાર એજ વિશ્વ ગુજરાતી પરિષદનું આયોજન આ વર્ષે પણ કર્યુ છે… પરિષદનું સ્થળ છે: રારીટન એક્ષ્પો સેંટર, એડીસન, ન્યુ જર્સી… ઑગષ્ટની 29, 30 અને 31 તારીખે… (Labor day long week-end!)

‘ચાલો ગુજરાત’, એ સૌ ગુજરાતીઓને અને ખાસ કરીને આપણી ગુજરાતી યુવાપેઢીને ગુજરાતની મહાન સંસ્કૃતિ અને અમૂલ્ય સંસ્કારોના વારસાને જાણવાની અને જાળવવાની પ્રેરણા આપનાર એક નમ્ર પ્રયાસ છે. આ પરિષદ માત્ર વ્યવાસાય, ભણતર, સંસ્કૃતિ, સંગીત, લોકનૃત્ય અને નાની નાની પરિષદો માટે જ નથી, પરંતુ જીવન અને પરિવાર સંબંધી પ્રશ્નો જેવા ઘણા વિવિધ વિષયો ઉપર નિખાલસ ચર્ચા માટે પણ છે. જેમનું મૂળ ગુજરાતમાં હોય એવા કોઈ પણ ગુજરાતીઓ આ પરિષદમાં ભાગ લઈ શકે છે. ઘણા આગળ પડતાં ગુજરાતીઓ કે જેમણે વિવેધ ક્ષેત્રે જીવનમાં સમાજને ઘણું પ્રદાન કર્યુ છે એવા ગુજરાતીઓ પણ આ પરિષદમાં આવીને પોતાના અનુભવ બીજા બધા સાથે વહેંચી શકે છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સામાજિક તથા રાજકીય નેતાઓ સહિત ટેલિવીઝન અને ફિલ્મક્ષેત્ર તેમ જ દરેક ધર્મક્ષેત્રનાં ધર્મગુરુઓએ પણ આ પરિષદમાં આવવાની પૂર્ણ તૈયારી બતાવી છે જ્યાં દરેક ક્ષેત્રમાંથી વિશ્વનાં ખૂણે ખૂણેથી ગુજરાતીઓ એકત્ર થશે. જાણે કે નાનકડું ગુજરાત ત્રણ દિવસ માટે ન્યુ જર્સીમાં જીવંત થઈ ઉઠશે!

‘ચાલો ગુજરાત’ ઐતિહાસેક પરિષદનું મુખ્ય લક્ષ્ય વિશ્વનાં તમામ ગુજરાતી લોકો માટે એક પ્રકારની તક પૂરી પાડવાનું છે જ્યાં બધા એકત્રિત થઈ એકતાની દૃષ્ટિથી વ્યવસાયિક, સાંસ્કૃતિક, સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક, મનોરંજિક, ભણતર સંબંધી, આરોગ્ય સંબંધી અને વસ્તી-વધારા જેવા વિષયો પર નિખાલસતાથી ચર્ચા કરી શકે.

‘ચાલો ગુજરાત’ પરિષદનું મુખ્ય ધ્યેય એકરસ અને એકત્વ ધરાવનાર ગુજરાતી સમાજની એકતા સ્થાપિત કરવાનું છે.

મિત્રો, આપ સૌ ગુજરાતીઓ પણ પોતાને ગરવા ગુજરાતી જ માનો છો ને?! તો ચાલો મિત્રો, આઈનાની આ વેબસાઈટ (www.wgc08.org) પર જઈ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરી અથવા સુલેખા.કોમ પર જઈને જેમ બને તેમ જલ્દી રજીસ્ટ્રેશન કરાવીને તમારી ટિકીટ નોંધાવી લ્યો…  કારણ કે 2006ની પરિષદની જેમ જ આ વખતે પણ પૂરી શક્યતા છે કે પ્રોગ્રામનાં ઘણા દિવસો પહેલા જ ક્યારનીય ટિકીટો વેચાઈ ગઈ હોય!  અને હા, તમારા સગાસંબંધી અને સ્નેહીમિત્રો પાસે પણ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું જરાયે ભૂલશો નહીં હોં !!

‘ચાલો ગુજરાત’ માટેની કોઈ પણ માહિતી માટે તમે મને અથવા અહીં ઈમેલ કરી શકો છો… mail@wgc08.org

આપણે આપણા ગરવા ગુજરાતનાં ઝળહળતા ઔશ્વર્યની થોડી ગરવી-ઝલક જોઈએ…

[youtube]http://www.youtube.com/watch?v=JbtqIReVdR0[/youtube]

 -

છેલ્લે મારે બસ એટલું જ કહેવું છે મિત્રો, કે વિશ્વ ગુજરાતી પરિષદમાં શામેલ થવાનો લ્હાવો કોઈપણ ગરવા ગુજરાતીએ ચૂકવા જેવો નથી જ નથી…  તો ચાલો પ્યારા ગુજરાતીઓ, આપણા પોતાના ‘ચાલો ગુજરાત’માં…

આપ સૌ મિત્રો, મને ત્યાં મળશો ને?!!

જય ગુર્જરી… જય ગુજરાતી !!

-’ઊર્મિ’

* * *

‘ચાલો ગુજરાત’… ન્યુઝમાં…

વર્લ્ડ ગુજરાતી કોંફરંસ… ટીવી (’આજતક’) પર.

અકિલા - અમેરીકામાં પ્રેસ કોંફરંસ અને કીક-ઓફ પાર્ટી
અકિલા - ભારતમાં પ્રેસ કોંફરંસ

(more links will be added here later…)