મિત્રો, કાલે વિવેકે તમને કહ્યું હતું ને… કે ઊર્મિસાગર.કૉમ વર્ષગાંઠની ઉજવણી થોડા દિવસ તો ચાલુ જ રહેવાની છે… તો લ્યો,આ રહી આજની એક સ્પેશ્યલ પોસ્ટ…!
મારા બ્લોગ્સની બીજી વર્ષગાંઠ નિમિત્તે પ્રિય મિત્ર હિમાંશુભાઈએ એમનાં એક ખૂબ જ પ્યારા સંદેશની સાથે સાથે એક તરોતાજા ગઝલ પણ મોકલાવી છે… (ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ!) તો ચાલો મિત્રો, આપણે હિમાંશુભાઈનાં જ અવાજમાં એમની આ ગઝલનું પઠન સાંભળીએ.

(સખી, શણગાર રહેવા દો…!)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !
સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.
બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.
તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.
નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.
સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.
-હિમાંશુ ભટ્ટ








ખરેખર સરસ ગઝલ….વાંચવાની મજા પડી
નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.
વાહ શું વાત છે??
નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.
સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.
આ બંને શેર ખુબ જ લા-જવાબ બન્યા છે … ખાસ તો “શણગાર રહેવા દો” વાળો શેર .. વાહ વાહ વાહ … !!
અને ઊર્મિબેન .. તમને પણ ખુબ ખુબ અભિનંદન તમારા બ્લોગ્સની વર્ષગાંઠ નિમિત્તે .. !!
નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !
સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.
સનાતન સત્ય…..!!
સુંદર શૈલીમાં…..
નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !
સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.
વાહ હિમાંશુભાઇ… આખી જ ગઝલ એકદમ સુંદર.. દરેક શેર ખૂબ જ સરસ…
અને ખાસ તો મત્લા અને મક્તાના શેરમાં તો તમે એકદમ કમાલ જ કરી છે..!!
અમે લાગ્ ણી થી ત ર બ ત ર ને વ્ય વ હા રુ ર હે શું………
તા રા વિ ણે લા મો તી માં દો રો અમે પ્ રો વ શું……….
સુંદર અનવદ્યપણે આસ્વાદ્ય ગઝલ…
નથી જો લાગણી તો શું થયું?
શ્રી હિમાંશુ ભટ્ટે જે ગાઈને સંભળાવ્યું એ વિવિધતા મને ગમી.
કાંતિલાલ પરમાર
હીચીન
ખૂબ સુંદર ગઝલ. બધા જ શેર ખૂબ સરસ થયા છે. પણ નિખાલસતા અને હેતને સ્ત્રીનો સાચો શણગાર ગણાવતો આ શેર આખી ગઝલને એક અલગ ઊંચાઈ બક્ષે છેઃ
નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.
હિમાંશુભાઈને હાર્દિક અભિનંદન!
હેમાઁશુભાઇને અભિનઁદન,ઉર્મિબેન બ્લોગની વર્ષગાઁઠ પર મુબારકબાદી પાઠવુ છુઁ
વાહ.. એક એક શેર દમદાર.. ઊર્મિબેન અને હિંમાશુભાઈ બન્નેને અભિનંદન..
હિમાંશુભાઈ,
સરસ.
આ પ્રથા બધા કવિ મિત્રો અપનાવી લે તો એક આગવું કાવ્યવિશ્વ ઊભું થઈ જાય.
સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.
દુબારા બોલાઈ જવાયું અને સાચે જ આ પંક્તી ફરી પઢી!
શરુઆતનો ગુગલીશ ભાગ પછી સાંભળવાની મઝા આવી.હવે તો મજાકીઆ મુડમા હું પણ કહું છું વેબ પર સાંભળવાની થઈ છું.
સુંદર ગઝલ..
ઉર્મિ,
ઉર્મિસાગરે ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો અને આ બે વર્ષમાં ખૂબ જ પ્રગતિ કરી એ માટે ખૂબ ખૂબ અભિનંદન! આ જ રીતે વધુ ને વધુ સફળતા સર કરતા રહો તેવી હાર્દિક શુભેચ્છા!
આ વર્ષની શરુઆત તો બહુ જ સરસ કવિની સુંદર ગઝલથી કરી છે.
સંગીતા
બેન ઉર્મિ,
અભિનન્દન આ મીશનરી સેવા કાર્ય માટે.માં ગુર્જરી કેટલી રાજી થાતી હશે?
હિમાંશુ ભટ્ટ ની ગઝલે તો ભાઈ ભારે મઝા પડાવી.પ્રત્યેક શેર માં જબરી તાકાત છે.તેમને પણ અભિનન્દન્..
ઈન્દ્રવદન ગો. વ્યાસ
હિમાશુભાઈને અભિનદન !
અતિમ શેર ખૂબ જ સુન્દર.
[...] This ghazal was first posted on http://urmisaagar.com/saagar/?p=630 [...]
નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.
હિમાશુભાઈને અભિનદન !સુન્દર કવિતા અને સુન્દર ચિત્રઆ બનેનુ સરસ આયોજન્
રમેશ પતટૅલ્{પ્રેમોર્મિ}
Emotion-shangar ne sathey varanavi a ek aanokhu sarjan chhe.All the bes.Congratulation……………………
મને શાયરી લખતા તો નથી અવડતી પણ i can feel the each n every words….. congrats to Mr. Himanshubhai… i dont know u but as a shayar, kavi i love to interact with u if its possible….