આજે મારા પ્રિય કવિયત્રી અને વડીલમિત્ર પન્ના નાયકનો જન્મદિવસ છે. આ વખતે તો પન્ના આંટી દેશમાં જન્મદિવસ મનાવી રહ્યા હશે… પણ મિત્રો, આપણે ય આપણી રીતે તો એમનો જન્મદિવસ અહીં ઉજવીએ જ ને…?! સોલીભાઈનાં પ્રોગ્રામ વખતે પન્નાઆંટીની હાજરીમાં નિશાબેને ગાયેલાં એમનાં આ ગીતને પ્રોગ્રામમાં હાજરાહજૂર માણવાની મજા તો કંઇ જુદી જ હતી…!
જન્મદિનની તમને મબલખ મબલખ શુભેચ્છાઓ આંટી…! Wishing you a very Happy Birthday… and many many more…!!
(મારી છાની આ લાગણી પંપાળ્યા કરું…!)
પન્નાઆંટીનાં મધુર અવાજમાં આ ગીતનું પઠન માણો…
આ ઓડિયોને કેસેટમાંથી કનવર્ટ કરી હોઈ એની ગુણવત્તા બદલ દરગુજર કરશો…!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત: ગૌરાંગ વ્યાસ
સ્વર: નિશા કાપડિયા
નિશાબેન ગીત ગાવાનું શરૂ કરે એ પહેલા સોલીભાઈએ પન્નાઆંટીને આ ગીતની પ્રેરણા
વિશે કંઇક બોલવા કહેલું… અને એમણે જે કહેલું એ આગળ પ્રસ્તાવનારૂપે તમે સાંભળી શકશો…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ…
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
-પન્ના નાયક









પન્નાબેન્..
જન્મદિનની શત શત મુબારકો
ઉર્મીની મદદ થી પાઠવી શકુ છુ
પન્નાબેન જન્મદિન મુબરક હો. તમારું થોડું જીવનચરિત્ર અમેરીકાથી પ્રગટ થતા “ગુજરાત દર્પણ”માં વાંચ્યું તેમાં તમે જે ભાવ બતાવ્યો તેજ તમે અહીં તમારી કવીતામાં ઉતાર્યું છે.સરસ કાવ્ય છે.
પન્ના આંટી “પાગલ” થઈને જુગ જુગ જિયો.
પન્ના બેન,
તમને અમદાવાદ મા તો ન મળી શક્યા પણ આ રીતે ગુજરાતી મા મળ્યા એટલે
ગુજરાત મા મળ્યા સમાન માની લેશો. આપને હાર્દીક શુભેછછા સાથે લાખ લાખ ફૂલો
મોકલાવીએ
પન્નાબેન ને જન્મદિવસ ના અભિનન્દન સરસ ગેીત અને સરસ ગાયકિ
પન્ના નાયકની કવિતાઓ મને એકદમ પ્રિય. અને છેલ્લા બે વર્ષથી તેઓ ડિસેમ્બર મહિનામાં ઈમેજના કાર્યક્રમમાં વલસાડમાં હાજર હોય છે. આ વર્ષે પણ ૨૫ ડિસેમ્બરના રોજ એમની કવિતા એમના મુખે સાંભળી. મને એમના જન્મદિવસની જાણ ન્હોતી. નહીં તો રૂબરૂ શુભેચ્છા આપવાનો સરસ મોકો હતો. પન્ના નાયકનું ઈ-મેઈલ એડ્રેસ હોય તો આપવા વિનંતિ.
bahu saras git raju karyu tame.
prit sabd thi hu vakef thayo chu chella 1 varas thi, mane pan prit thai che mari patni thi
jyarthi lagna karya che tyarthi prit no sacho mahima samajay che.
mahesana thi hu ane maro parivar tamane khub khub abhinandan aapiye chiye,VERY VERY HAPPY BIRTH-DAY TO U.
પ્રિય પન્નાબહેન,
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Pannabahen,
I do not know you but Urmiben badhani vat lakhe tema khabar pade! Many happy returns of the day!
Kavita na bhav khub gamya
Regards
Shirish Kamdar Pune India
Happy Birthday Panna Aunty..!!
આ ગીતની વાત ઊર્મિએ કરી હતી ત્યારનું આ ગીત સાંભળવાની ખૂબ જ ઇચ્છા હતી.. તમારા અવાજ સાથે સાંભળવાની ખરેખર બહુ જ મઝા પડી..!
પન્નામતીઃ આ ગીત ઘણીયે વાર વાંચ્યું છે, સાંભળ્યું છે. તોયે અવનવું રહ્યું છે. જન્મદિન મુબારક. વર્ષો સુધી “આંખો મીંચીને ગીત સાંભળ્યા કરો” એ જ શુભેચ્છા. … ચંદ્રેશ
જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ……
જો કે સાઇટ્ પર પ્રોબ્લેમ હોવાથી મેં એક દિવસ પછી એમને wish કર્યું
જો કે આમ પણ એમની રચનાઓ વાંચીને એવું જ થાય
હું તો તારી પ્રીતમાં પાગલ થઈ ગઈ …. !!!
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,સાંભળ્યા કરું,સાંભળ્યા કરું…..બેનમુન રચના.
ઉર્મિ.કોમ ના માધ્યમ થી મોડા મોડા પણ આપને જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ….નવા વર્ષ ની શુભ કામના.
પ્રિય પન્નાબહેન,
આપને જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ….જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જન્મદિવસની શુભેચ્છા અને આભાર પ્રિતમા પાગલ ન થવાય તો બીજુ શુ થાય એ વીચારવુ રહ્યુ
Beautiful song with lots of emotions.Singer has also justified with equal talent.Heartiest Congratulations.
ઘણાં વખત પછી તારા બ્લોગની મુલાકાત લીધાં પછી અનુભવ્યું કે મેં શું ગુમાવ્યું છે…પન્નાબેનનું આ સુંદર કાવ્ય એમના જ સ્વરમાં સાંભળવાની ખુબ જ મજા પડી. આજથી જ હવે નિયમિત તારા બ્લોગની મુલાકાત લેવાનું શરુ કરવું પડશે…. જય