ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.
*
અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠે છે કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!
સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.
કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.
મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.
રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.
આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.
-ડૉ. રઈશ મનીઆર









ડૉ.રઈશ મનીઆરની ગઝલ ધીરે ધીરે,ફરી ફરી માણી
આ ફ રી ન
રઈશભાઈના અવાજમાં અને પછી ગાયકી સાથે બંને રીતે ગઝલ સાથે માણવાની મઝા આવી !
ખૂબસૂરત ગઝલ… અને વારંવાર સાંભળવો ગમે એવો મખમલી અવાજ…
ખૂબ સુંદર ગઝલ અને તે પણ રઈશભાઈના અવાજમાં સાંભળવાની મજા કાંઈ ઓર જ છે!
સ્વરાંકન પણ ખૂબ જ સુંદર!
કવિતા અને સંગીતપ્રેમીઓ માટે અહીં ઉપલબ્ધ કરવા બદલ ખૂબ ખૂબ આભાર!
ઉત્તમ,રઈશ કવિતા અને મખમલી અવાજ.
જાણે કે મીરા અને કબીર ભેગાં થયાં આજ.
અરે વાહ.. રઇશભાઇના પોતાના અવાજમાં આખી ગઝલ… મજા આવી ગઇ…
આ પોસ્ટ તો હું આખે આખી (ફોટા સાથે) ટહુકો માટે લઇ લેવાની છું, તમને પૂછ્યા વગર.!
આફ્રીન ! ! !
જય્શ્રી ભલે લૈ જાય.બા અદબ અમે તો આ ઈમેઈલ નેજ મઢાવી રાખશુ.
ઇન્દ્રવદન ગોવિન્દલાલ વ્યાસ
આનંદમય કાવ્ય, રસીલું સંગીત, મધુર સ્વર….
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
સુંદર રચના, સુંદર composition
જાણે શબ્દો સંગીતમાં અને સંગીત શબ્દોમાં સમાઈ ગયા…!!
અને photo તો superb…….!!
મજા આવી ગઈ !!
રઈશભાઈના અવાજમાં તો-
કોઈ શબ્દો જ નથી ………!!
મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.
આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.
હવે શું બાકી રહ્યું તે લખું
ડો.રઈશ મનીઆરની કલમે લખ્યું પછી ભલા બીજી કોઈ કલમ શું લખે?
કવિતા અને સંગીતપ્રેમીઓ માટે અહીં ઉપલબ્ધ કરવા બદલ ખૂબ આભાર!
Dr.Raesh Maniyar keep sending more Gazal and songs to us.
http://www.yogaeast.net
Rajendra
[...] ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ [...]
રઈશભાઈને ઘણી વખત સામ્ભલિયા છે. તેમણી રચના અદભુત હોઇ છે.
દિલીપ ચેવલી.