સૌ મિત્રોને ફાગણ અને હોળીનાં હાર્દિક વધામણાં…
ધૂળેટી સ્પેશ્યલ માટે કાલે અહીં ફરી પધારવા વિનંતી…!

Full photo cropped
(કેસૂડાં… ઉપરનાં ફોટા: હરનીશભાઈ જાની)
(વ્હાલા મોરા, ફાગણ પાછો લાવ… કેસૂડાં… ફોટોઃ ખબર નથી!)
આલ્બમઃ હસ્તાક્ષર
સંગીતઃ ભાઈલાલભાઈ શાહ
સ્વરઃ સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.
ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.
ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.
ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.
આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.
આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.
-ઉમાશંકર જોષી









ઉમાશંકર જોષીની રચના,ભાઈલાલભાઈનું સંગીત અને સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયાનો સ્વર હોય -બહુ જ સુંદર.માણવાની મઝા આવી ગઈ
હરનીશભાઈ જાનીના ગાર્ડન સ્ટેટ ન્યુ જર્શીમા આવા મનોહર ફૂલો આવવા પણ માંડ્યા!
ઘણો આનંદ
આંટી, આ તો હરનીશભાઈ ગયા વર્ષે દેશમાં ગયા હતા ત્યારે એમણે ક્યાંક કાર થોભાવીને રસ્તે દેખાયેલા કેસૂડાના ફૂલોનાં સ્પેશ્યલ ફોટા લીધા હતા, જે એમણે મને મોકલ્યા હતા. અત્યારે અમારું આ ગાર્ડન સ્ટેટ તો હજીયે ફ્રોઝન જ છે… ક્યાંય નાની-શી કૂંપળ પણ દેખાતી નથી, તો ફૂલો તો બિચારા ક્યાંથી ફૂટે!
આજે સોળે રંગે ધૂળેટી રમ્યા, ખૂબ રમ્યા,છતાં ય એકાદ રંગ ખૂટતો હોય એવું લાગ્યા કરતું હતું, ત્યાં અચાનક ઊર્મિબેન યાદ આવ્યા, અને ખરેખર તેમણે એ રંગ પૂર્યો- આજની પોસ્ટ દ્વારા.
ઉમાશંકર જોષી સાથે સૌમિલ-દિપાલી-ભાઇલાલભાઇ ભળે તો કેસૂડાનો કેફ ચઢ્યા વગર ના જ રહે!
જાનીભાઇના કેસૂડા ખૂબ ગમ્યા, આવા કેસૂડા મારી પાસે પણ છે.
happy holi urmi……
હ્મ્મ્મ્મ…..
ખૂબ રમ્યા પણ તમારા વિના અમને પણ નથી ગમતું
તો આવીને તરત તમારી પાસે જ ગુલાલના રંગે રંગવા આવી છું
તમે miss કરો તો અમે પણ તમને miss કરીએ છીએ..
સુંદર ગીત
કેસૂડાના રંગે, સંગીતના સંગે હવે ધૂળેટીની મજા આવી …..!!
સુંદર રચના…. કેસૂડાંનો ક્લૉઝ-અપ મળી શકે?
ખુબ મજા આવી સવારના પહોરમાં કડક ચા પીઘા પછી.
હરનીશભાઈના ચિત્રેતો રંગ ભર્યા આંખોમાં આ ફાગણના.
નીચે મારી કૃતી ટપકાવું છું આપના અભિપ્રાયોની અપેક્ષા સાથે.
રંગરાગ
આજ
ઘૂળની જેમ
ઊડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?
રંગ ઘોળ્યો દિલડું ડહોળી
ભરી પિચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?
આજતો,
મારેય છે રંગા’વું,
પિચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દિલડું મારેય છે બહેલા’વું !
ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પિચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !
ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!
૦ ચીમન પટેલ ‘ચમન’
સુદર રચના—માણવાની મજા આવી.
ઉમાશંકર જોષીની રચના,
ભાઈલાલભાઈનું સંગીત ,
સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયાનો સ્વર હોય - બહુ જ સુંદર.
આ પ્રેમગાનના નાદબ્રમ્હેં મારા મા બાપ પાસે મનને મોકલ્યુ !
બધાઁના વતી ને ઉર્મિ સહ આ ગીત તુલસીદલ ને અર્પણ કરવાની રજા માઁગુ છુઁ
રાજેન્દ્ર
[...] ગોરી મોરી -ઉમાશંકર જોષી [...]
હોળી - ધૂળેટીની રંગીન શુભેચ્છાઓ મારા તરફથી પણ…!
વિવેકભાઇ… કેસુડાં નો ક્લોઝ-અપ અહીં છે..
http://tahuko.com/?p=364
ખૂબ મજા પડી…કેસુડાના ફૂલો … હોળીનું રંગીન વાતાવરણ..
આ બધું યાદ આવી ગયું..દેશની મજા માત્ર ‘દેશ’માં જ આવી શકે .. અહીં ગમે એટલો પ્રયત્ન કરીએ..પણ ત્યાંની રંગત, મસ્તી, તોફાન અને ભીનાશ અહીં ક્યાંથી? જોકે બ્લોગના માધ્યમ સાથે અને તમારાં બધાંના અભિપ્રાયો
આ બધી મજાનો સ્વાદ જરૂર ચખાડે છે..હોળી અને ધુળેટીની બધાંને શુભકામનાઓ…જય
હરનીશભાઈના ફોટાનાં ક્લોઝ-અપની સાથે સાથે એક બીજો ક્લોઝ-અપ કેસૂડાંનો નવો ફોટો પણ મૂક્યો છે… આ નવો ફોટો વેબ પરથી જ ક્યાંકથી મળ્યો હતો!
સુમધુર ગીત સંભળાવવા માટે ખુબ ખુબ ધન્યવાદ
-હર્ષદ જાંગલા
એટલાન્ટા યુએસએ
જનમ ભોમકામાં ભટક્તાં વનમાં કેસુડાંના ઝુમખાં દેખાતાં આંખો ગાંડી થઈ ગઈ.અને કેમેરા લઈને ગાંડાની જેમ મારા એ બાળપણમાં દોડધામ કરી.કેસુડાં મારા માટે કાગઝકી કસ્તી બની ગયાં. થેન્ક્યુ ઊર્મીજી ,સૉમિલ્ના સૂર,અને ઉમાશંકર જોશીના ગીતને રજુ કરવા બદલ.ફોટો તમનૅ ગમ્યો.આભાર,
પિન્કી, સાચી વાત છે તારી… દિવાળીની જેમ હોળી-ધૂળેટી પણ બહુ જ miss થાય છે. દેશમાં હતા ત્યારે ધૂળેટી પર કેટલી મજા અને ખૂબ જ મસ્તી કરતા હતા! આજે તો એ બધી મસ્તી અને વહી ગયેલા રંગોને યાદ કરીને મેં જાતે જાતે જ મારા પર પાણીનાં થોડા છાંટા નાંખી દીધા…
તમને બધાને દેશમાં રમવાની બહુ મજા આવી એ જાણીને ઘણો આનંદ થયો.
ઉર્મિ !
આજે લગભગ રોજની થઈગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે ત્યારે,બધું ભૂલીને વિવિધ રંગોથી સભર હોળીનું ઉજવણું,ભલે થોડો સમય પણ માણસને નખશિખ ઉલ્લાસમય બનાવે છે.
સંગીતની સંગતથી મેઘધનુશી માહોલ,અનેરો આનંદ પ્રવાહિત કરી જાય છે જેમાં અબાલ-વૃધ્ધ બધા જ,રસ તરબોળ બનીને ઝૂમી ઉઠે !
સુંદર અને રંગોસભર અભિવ્યક્તિને,રંગીન અભિનંદન હો!