(ફક્ત એના કાન માંહે સૂરવા…)
આ હૃદય-અવકાશને તેં પૂરવા આપી ગઝલ
કે પછીથી જિંદગીભર ઝૂરવા આપી ગઝલ
છેક પાતાળો લગી તણખા જ તો વહેતા હતા
એ ધરાની મધ્યમાં અંકુરવા આપી ગઝલ
આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ
આમ તું અવતાર લે છે એ મને ન્હોતી ખબર
મન થયું ને એટલે તેં સ્ફુરવા આપી ગઝલ
જખ્મ, પીડા, દર્દને ભેગાં કરો શાયર બને
એ જ દર્દો ઘૂંટવા ચકચૂરવા આપી ગઝલ
-મુકેશ જોષી






ગઝલ ગમી
આ પંક્તીઓ વધુ ગમી
આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ
અખાએ પણ કાન-મન સાથે જોડવાને મહત્વ આપ્યું છે.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
મને ઓપરેશન માટે બેભાન કરી હતી ત્યારે કાન બેભાન થયા ન હતા.કદાચ મરણ પછી પણ એવું હશે એમ માની મૃત્યુ બાદ હું કાનમાં રામનું નામ બોલું છું
ુઅને
જખ્મ, પીડા, દર્દને ભેગાં કરો શાયર બને
એ જ દર્દો ઘૂંટવા ચકચૂરવા આપી ગઝલ
એકદમ સાચી વાત
સુંદર ગઝલ…
આ ગઝલ મને ખૂબ ગમી.
પ્રીત મારી જ્યારે પાછિ વળી,
બની દર્દ એ ગઝલમાં ઢળી.
[...] આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો ફક… [...]
ઓ બેના… તમે ગઝલની સાથે સાથે ચિત્રો પણ ખૂબ જ સરસ લઇ આવો છો..!!
છેક પાતાળો લગી તણખા જ તો વહેતા હતા
એ ધરાની મધ્યમાં અંકુરવા આપી ગઝલ
i just don’t hv words to express my feels for these words