
મેં એની પાસે
ગોવર્ધન જેટલું સુખ
અને
ટચલી આંગળી જેટલું દુ:ખ માગ્યું.
મારા કહેવામાં
કે
એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય
મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવે
હું નથી ભાર ઉપાડી શકતો
કે
નથી આંગળી કાપી શકતો.
-કિશોર શાહ


મેં એની પાસે
ગોવર્ધન જેટલું સુખ
અને
ટચલી આંગળી જેટલું દુ:ખ માગ્યું.
મારા કહેવામાં
કે
એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય
મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવે
હું નથી ભાર ઉપાડી શકતો
કે
નથી આંગળી કાપી શકતો.
-કિશોર શાહ

સુંદર િચત્ર સાથે િકશોરનું અનેકોને જે િવચાર આવે છે-
તેનુ સુંદર અછાંદસ
‘…એક બાળકે ઇન્દ્રની પૂજા અટકાવી દીધી છે. બાળકે કહી દીધું કે કર્મકાંડ બંધ કરો. ગિરિરાજને પૂજૉ. ઇન્દ્ર કોપિત થાય છે. પ્રલય કરવાવાળા મેઘોના ગણને કહે છે કે વ્રજ પર તૂટી પડો. મુશળધાર વર્ષા તૂટી પડે છે ત્યારે કòષ્ણ ટચલી આંગળીએ પર્વત ચકીને ગોપ-ગોપીઓને આશ્રય આપે છે.’
વાતને તેમની રીતે કહી
યાદ આવી એક સુખની કલ્પના!
“ક્યારેક- ક્યારેક
ફૂલોમાં રંગ ઊભરાઇ આવે છે.
ટેબલકલોથ પર તકિયા ઉપર
ચિત્રો બધાં અકારણં હસે છે,
દીવાલો જાણે હમણાં બોલશે,
આજુબાજુ વીખરાયેલી બધી ચોપડીઓ
શબ્દે-શબ્દે
બધા ભેદ ખોલશે,
અજાણતાં જ હોઠ ઉપર ગીત આવી જાય છે.
સુખ શું આજ છે?”
સુંદર રચના…
ટચલી આંગળી કાપે તો આ દુઃખોનો પહાડ કેમ ઊંચકાશે ??
ખૂબ સરસ….!!
[...] From, http://urmisaagar.com/saagar/?p=520 [...]