કવિ રમેશ પારેખનાં જન્મદિવસે પ્રસ્તુત છે મને ખૂબ ગમતું એમનું એક ગીત.
(પંખી વછોઈ એકલી જગ્યા… માળો કે બખોલ?)
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: સાધના સરગમ
આલ્બમ: હસ્તાક્ષર
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.
પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.
ઊંચી ઘોડી ને ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.






wah maza aavi gai
અરે વાહ્,,,કવિ શ્રિ રમેશભઇ પારેખના જન્મદિવસે
કેટલુ સુન્દર ગિત પ્રસતુત કર્યુ છે….આનદ આવિ ગયો..
ચન્દ્રા
જલસો કરાવી દીધો.આભાર.
કવિ શ્રિ રમેશભઇ પારેખના જન્મદિવસે
કેટલુ સુન્દર ગિત પ્રસતુત કર્યુ છે….આનદ આવિ ગયો………..
ખુબ જ આભાર્……હેંમાગ્
કવિશ્રી રમેશ પારેખની રચના ગમે ત્યારે માણવાની ગમે જ.પછી એ ગીત હોય કે ગઝલ કે પછી અછાન્દસ હોય.ખુબજ મઝાની રચના કવિના જન્મદિવસે વાચવા અને માણવા મળી એનો આનન્દ છે.
-રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ (સુરત)
સુંદર ગીત…
હસ્તાક્ષર આલ્બમમાંના મારા મનગમતા અને હજારવાર સાંભળો તોય થાક ન લાગે એવા ગીતમાંનું આ એક…
પ્રેમભીના કવિશ્રીને સ્મરાણંજલી અને લાખ લાખ સલામ…………આપનો આભાર, હસ્તાક્ષરનો સેટ સુરત ઘરે છે જૅ હવે જઈશુ ત્યારે લઈ આવવો પડશે……
This is one of my favorite song. I have composed a site with some Gujarati songs of our choice with the name of
swaralay.blogspot.com
Following are few more songs of Hastakshar, I call it best of Hastakshar.
http://swaralay.blogspot.com/2009/09/blog-post_12.html
Rameshbhai mara Dr.A.S.s na guru 6.
ane ramesh sir to gujrati kavita na ek pankhi 6.
sorry jo mara thi kaik wrong kehvayu hoi to.
મારી જનમ ભોમકાનો આ તળપદો કવિ છે એને જ્યારે વાન્ચો ત્યારે તાજોનેતાજો લાગે. એને જ્યારે વાન્ચુ ત્યારે હુ અમદાવાદથી અમરેલી પુગી જાવ છુ.
v.true… !
very nice song,just amazing !!
એક જૉક યાદ આવી આ ગીત પરની,
આંખોમાં હોય એને … મોતિયો !
સ્વ.રમેશ પારેખ નિ રચના નિ એ જ ખાસિયત ચ્હે,કે એ તમને કોઇ જુદા જ ભાવ વિશ્વ મા લઈ જાય ચ્હે,શબ્દો ના ત્રાજવા થિ આ રચના ને તોલવિ અશ્ક્ય જ ચ્હે!ખરેખર સરસ ગિત ચ્હે.