સૌ મિત્રોને, Happy Valentines Day !!

( ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં… )
આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
-તુષાર શુક્લ








[...] પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. ના તને ખબર પડી -તુષાર શુક્લ [...]
વાહ.. સુંદર ગીત..
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
- આ બે કડીઓ આખા ગીતની જાન છે…
વારંવાર સાંભળ્યું
આ પંક્તીઓ
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
બધા જ સાંભળનારાએ કહી
વાહ
સરસ શબ્દો, સુમધુર સંગીત, કર્ણપ્રિય સ્વર
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
વારવાર સાભળવુ ગમે એવુ ગીત.
EXCELLENT AUDIO GEET SAUMIL SHYAMAL ARTI MUNSHI & TUSHAR SHUKLA DESERVE ALL COMPLIMENTS!!!!!!!!!!!!
CONGRATULATIONS!!!!!!!!!!!!!
FOR KEEPING IT WITH YOUR BLOG BIG THANKYOU TO YOU ALSO
Mahesh Naik
પદ્યા તો થિક પન કેવુ લગ્યુ?
વાહ….સુન્દર રચના મઝા આવિ
વાહ….સુન્દર રચના…… સરોજ