લીલી લોન,
વિશાળ ઘરમાં
આલીશાન ફર્નિચર
અને
ડ્રાઇવેમાં
ઊભેલ ગાડીનોનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!
-પ્રીતમ લખલાણી (7/30/2000)









આજ સાચો પરચય
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!
સરસ subtle કવિતા !
[...] From, http://urmisaagar.com/saagar/?p=507 [...]