સૌ મિત્રોને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ.
મિત્રો, આજે આ શુભ દિને તમને સૌને હું એક મોટ્ટો ખજાનો જ ધરી દઉં તો કેવું રહેશે?! પરંતુ એ પહેલા ચાલો હું થોડી વાતો કરી લઉં… (કે પછી બોર કરી લઉં?! :-D )
હાલમાં જ ગુજરાત રાજ્ય સરકારે વ્યારાને નવરચિત તાપી જીલ્લો બનાવી 26મી જાન્યુઆરીએ આપણા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ત્યાં જ કરવાનું નક્કી કર્યુ હતુ. ગઈકાલે (25મીની) રાત્રે એક ખૂબ જ શાનદાર સાંસ્કૃતિક પ્રોગ્રામ વ્યારામાં યોજવામાં આવ્યો હતો… “સૂર્યપુત્રીનાં સથવારે “! અને આવા વિવિધ કાર્યક્રમોની તૈયારી તો ઘણા વખતથી ચાલી રહી હતી. આજે નવનિર્મિત તાપી જીલ્લામાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે વ્યારા ખાતે ધ્વજવંદન થવાનું હતું અને આવા બીજા ઘણા સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ યોજાવાના હતા. (જોકે આ વાંચતાં સુધીમાં તો એ બધુ પતી જ ગયું હશે!)
મારે તમને જે ખાસ (ખજાનાવાળી) વાત કરવી હતી તે એ છે કે વ્યારામાં ગઈકાલે યોજાયેલા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નાટ્યસ્પર્ધા જેવા કાર્યક્રમોની સાથે સાથે તાપીસ્તોત્ર, તાપીગીતો અને ઘણા તળપદા લોકગીતો પણ રજૂ કરાયા હતા… જેને મધુર સંગીત આપ્યુ હતું આપણા ઓલટાઇમ-ફેવરિટ મેહુલ સુરતીએ. આ તળપદી લોકગીતો આમ તો આપણા જાણીતા હોવા છતાં હવે એ બહુ સાંભળવા મળતા ન હોઈ, લગભગ દુર્લભ થવા માંડ્યા છે… ગામડામાં રહેતા મિત્રોને તો કદાચ ક્યારેક માણવાનો મોકો મળી જતો હશે, પરંતુ શહેરમાં વસતા લોકો માટે અને ખાસ તો અમારા જેવા પરદેશમાં વસતા લોકો માટે તો એ ખરેખર દુર્લભ જ છે! અને આવા લોકગીતો તો આપણને કોઈ મ્યુઝિક આલ્બમમાં પણ કદી સાંભળવા મળતા નથી.
તાપી જીલ્લાનાં નિર્માણ પ્રસંગે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમોની યોજના અને સફળતામાં મુખ્ય ફાળો આપનાર વ્યક્તિઓ:
મુખ્ય પ્રેરણાસ્ત્રોત - માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
નિર્માણ - શ્રી દિલીપ રાવળ (કલેક્ટર, તાપી જીલ્લો)
સંશોધન અને સંકલન - શ્રી રાજેન્દ્ર હેમુ ગઢવી (ડેપ્યુટી કલેકટર, પ્રોટૉકોલ સુરત)
નાટ્ય લેખન અને દિગ્દર્શન - શ્રી કપિલદેવ શુક્લ
સંગીત સંયોજન અને ધ્વનિમુદ્રણ - મેહુલ સુરતી
તો મિત્રો, આજે આપણે સાંભળીએ અને માણીએ… તાપીસ્તોત્ર અને થોડા દુર્લભ લોકગીતો… બધા શબ્દો મારાથી પકડી શકાયા નહીં એટલે અહીં લખ્યા નથી… તમારાથી જો શબ્દો પકડાય તો અહીં લખી શકો છો…

તાપીસ્તોત્ર: (જેને આ પ્રથમવાર સંગીતમય બનાવવામાં આવ્યું છે!)
સ્વર: સત્યેન જગીવાલા
સ્વરવૃન્દ: આશિષ શાહ, રૂપાંગ ખાનસાહેબ, નુતન સુરતી, વ્રતિની ઘાડઘે, ધ્વનિ દલાલ, પ્રિયંકા ભટ્ટાચાર્ય
એવી દંતકથા છે કે તાપીસ્તોત્રના રચયિતા નારદમુનિ છે.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નમો નમસ્તાપિની સૂર્યદેહે…
લોકગીતો:
1) અલ્માડીનાં વસાવા જાતિનાં આદિવાસીઓનું લોકગીત:
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
2) હળપતિ જાતિનાં લોકોનાં લોકગીતનો આ પ્રકાર ખૂબ જ પ્રખ્યાત છે… ‘ઘેરૈયા’ :
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
3) બારડોલીની નજીક આવેલા મહુવા ગામનાં ઢોળીયા પટેલોનું એક લોકગીત:
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
4) પેથાપુરનાં વસાવા જાતિનાં આદિવાસીઓનું લોકગીત:
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
5) ‘સખી મંડળ’ - આંગણવાડીમાં કામ કરતી ગરીબ બહેનોએ બનાવેલું મંડળ, જેમાં બહેનો પૈસા ભેગા કરી અંદરોઅંદર એકબીજાને મદદ કરે છે…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Strictly Copyright Material… posted here with Permission !
(સૌજન્ય: મેહુલ સુરતી)
* * *








મહેનત ખૂબ દાદને લાયક છે.શબ્દોમાં બહુ સમજ તો ના પડી,પણ સંગીતની રમઝટ અંગેઅંગમા ઉમંગ ભરી ગઈ.
આભાર અને અભિનંદન.
શબ્દો પકડી શકાતા નથી પરંતુ સાંભળીને કશોક અજાણ્યો આનંદ થયા કર્યો હોય એવું લાગ્યું.
ઘણાં વર્શો પહેલાં અમદાવાદની ‘શ્રેયસ’ સ્કુલમાં ‘ડાંગ દરબાર’ના કાર્યક્રમમાં આવી સુરાવલીઓ સાંભળી હતી અને દીલમાં જચી જાય એવાં નર્તનો જોવાં મળ્યાં હતાં. તેની યાદ આવી ગઈ.
સરસ અને નવીન પ્રયત્ન માટે અભીનંદન.
તમારી મહેનતને સલામ. મને વલસાડ અતુલના દિવસો યાદ આવી ગયા-હોળી નવરાત્રિ બધુ જ.
ખૂબ જ સુંદર !
ખરેખર,બહુ જ મજા આવી
આ તાપીસ્તોત્ર જેવું જ નર્મદાષ્ટક છે ખબર છે ? ઊર્મિ!
અને દરેક કડી માં છેલ્લી પ્ંક્તિ-નમામી દેવી નર્મદે -આવે.
લોકસંગીતની ધૂન પણ ગમે એવી છે.
આવી સ-રસ અને સ્વાદિષ્ટ ભેટ બદલ ઊર્મી અને ઊર્મિને
સહકાર આપનાર દરેક મિત્રો,અભિનંદનનાં અધિકારી છે.
પ્રિય મહેશભાઈ, મુકુલભાઈ ચોક્સીએ લખેલા નર્મદામાતાનાં “તારા વિના નર્મદામાતા…” ગીતમાં તમને એ નર્મદાષ્ટક સાંભળવા મળશે. મુકુલભાઈનું સુંદર ગીત અને મેહુલ સુરતીનું જ સુંદર સંગીત!
http://tahuko.com/?p=799
અભિનંદન!
જેટલી મહેનત છે એટલી જ સરસ આપણી ભાષા અને વતનની સેવા છે. મજાની વાત તો એ છે કે અમારા જેવા, ગુજરાતમાં જ બેઠેલાને જે સૂઝતું કે મળતું નથી એ તમને આટલે દૂર સૂઝે છે અને સારા, નિઃસ્વાર્થ વિચારમાં મદદ કરનારા તો મળી જ રહે… સૌને ફરી અભિનંદન.
- હિમાંશુ કીકાણી
ખુબ જ સ્રરસ મજા આવી ગઇ.મેહુલભાઇને ખુબ અભિનદન
બધા શબ્દો મારાથી પકડી શકાયા નહીં એટલે અહીં લખ્યા નથી… તમારાથી જો શબ્દો પકડાય તો અહીં લખી શકો છો…
………………………………………….
ઊર્મિબેન, લોકસંગીતમાં લોકબોલી હોય છે… એટલે આ ગીતોમાં શબ્દો કરતા પણ વધારે મહત્વ એનાં લય અને તાલનું હોય છે… recording કરતી વખતે મેં પણ એમની પાસે શબ્દો માંગ્યા હતા…પરંતુ એ લોકોએ મને કહ્યું કે આવા ગીતો ભાવપ્રધાન હોય છે… તેમનાં ઉત્સવો અને સામાજિક વ્યવહારોને સમાવીને આવા ગીતો બનાવેલાં હોય છે… જે તેમની cast and social circleમાં જ સરળતાથી સમજી શકાય છે..!
For us, these songs are really RARE songs…. if we want these songs, we have to atleast drive minimum 300 km per day in the tribal area of south gujarat and TAAPI district… and if we are LUCKY… we can get A single song sounding in the atmosphere !!!
Enjoy the songs !
ms
ગંગાનું સ્નાન
નમૅદા નું દશૅન
અને
તાપીનું સ્મરણ માત્ર પુણ્યકારી છે
સુંદર કામ,
ઝાઝી
ખુબ સરસ…
જો તમારો ઈ-મેઈલ ન હોત તો આવો અત્યાર સુધીનો સર્વાંગ સુંદર લેખ, દુર્લભ એમપી૩ અને જે વિસ્તારમાં અમારા જીવનનાં શ્રેષ્ટ દિવસો આનંદથી માણ્યા તે વિસ્તારની વિગતો માણી ન શકાત! ગઈ કાલે સગાસ્નેહીઓને આ વિગતો જાણી ઘણો આનંદ થાત. હવે અવાર નવાર ફરીથી આ સાંભળીશું-માણીશું. અમારા જ વિસ્તારની બોલી છતાં બધાં શબ્દો મારાથી પણ પકડી શકાયા નહીં!
આજે તો આ કામ બદલ આ આ ફ ફ રી રી ન ન ન
પ્રિય ઉર્મિ,
સરસ પોસ્ટ. આશા છે કે મેહુલનભાઈ સાથે ટીમ-અપ થઈ આવા બીજા પ્રયોગો કરે.
ઇ-મેઈલ માટે આભાર
ઘનશ્યામ ઠક્કર
ભલે આ લોક ગીતોનાં શબ્દો પક્ડાતા નથી કારણ આપણે એમની ભાષા નથી જાણતા પણ પગને એના તાલ પર ઠેકા આપતાં રોકી નથી શકાતા.
આપણું લોકસંગીત વાંચકોને પહોંચાડવા બદલ તમને અને મેહુલને ખૂબ ખૂબ અભિનંદન.
ખુબ જ સુંદર ! મજા આવી ગઈ..
આભાર ઊર્મિબેન…
૨૬મી તારીખે ‘તાપીસ્તોત્ર અને દુર્લભ ગુજરાતી તળપદી લોકગીતો’ ઊર્મિના માધ્યમ દ્વારા આ સુંદર સંકલન વિષે જાણવા મળ્યું. ખૂબ મજા પડી..મેહુલભાઈનું સંગીત સંયોજન, ઊર્મિની સર્જનાત્મક લખવાની શૈલી, તથા અન્ય વ્યક્તિઓનો અમુલ્ય ફાળો - આ બધું જ આદિવાસીઓના લોકગીતો અને એમની સંસ્ક્રતિને જીવંત રાખવા માટે વરદાનરૂપ સાબિત થશે એમાં કોઈ સંદેહ નથી..હાર્દિક અભિનંદન્.. જય
Great Job !
હાર્દિક અભિનંદન Great Job !
ખૂબ જ સુંદર !
ખરેખર,બહુ જ મજા આવી
ખુબ જ સ્રરસ મજા આવી ગઇ.મેહુલભાઇને ખુબ અભિનદન
આ સરસ અને કઁઇક જુદુઁ.. સારી માહિતી..
સરસ અને નવુઁ કામ.. અભિનઁદન
વાહ ! ખરેખર ખૂબ જ આનંદ આવ્યો…
ખૂબ ખૂબ અભિનંદન..
ખુબ મહેનત કરી છે એટલે પરિણામ અતિ સુંદર મળ્યું છે.
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
ઘણા દિવસો પછી આજે ફુરસદ મળી એટલે બધા ગીતો સાગમટે સાંભળી લીધા… અરે મેહુલ ! આ તો અદભુત કામ થયું છે, દોસ્ત ! ખૂબ ખૂબ અભિનંદન…
અને આ કાર્યને વિશ્વજાળ પર મૂકવા બદલ તને પણ અભિનંદન, ઊર્મિ !
I have gone through this emai and happay tosay that the matter given in this mail is really of praise worthy. I congraulate the composer and creator ofthis mail
ક્યા બાત હૈ … !!! ઊર્મિ,
ખૂબ જ મજા આવી ગઈ …..
મેહુલ ભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન !!!
આમ જ વરસતા રહો તેવી શુભેચ્છા…… !!!
લખેલુ છે એ બધા જણતાં હોય છે છતાં મારા જેવા ઘણા લોકો હસે જેમને ગુજરાતી સાહિત્ય, કવ્યો, ભજનો, લોકગીતો સ્તુતીઓ, ગઝલ્,શાયરી નો ભરે શોખ હોવા છતાં જીવનમાં ઘણાં પ્રકાર ના સન્ઘર્ષ કર્તા હોય છે જેથી કરી ને આપણી સંન્સ્ક્રુતિ થી વેગળા રહી જઇએ છીએ પણ આ (www.)વર્ડ વાઇડ વીખાયેલા ગુજરાતી ઓ માટે આપ જે પ્રકારે મહેનત કરી રહ્યં છો એ બદલ સર્વે ગુજરાતી ઓ તરફ્થી આપ જેવા સહું ,જે ગુજરાતી ભાસા ને જીવન્ત રાખી રહ્યાં છે એ સર્વે નો તહે દિલ થી આભર વ્યકત્
કરું છુ, ” જય જય ગરવી ગુજરાત “
hi dear bhai,
i m shoke i can’t belive. ke apda atla juna lok gito haji pan apna jeva lokoe jalvi rakhya che. realy i m so happy.
[...] જ યાદ આવ્યું આપણા વ્હાલા મેહુલ સુરતીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં પ્રોગ્ર…વખતે કમ્પોઝ કરેલું આ ગીત… આજે આ ગીત [...]
Today at my age of 71 years , By this article I have recollected all the Halpatis> Gheraiyas folk songs, which I have started hearing at my age of 7 years in my village at Dhhamadachha, at the Mela of Sati Mata in Gandevi, Andeshwar @ amalsad Gangeshwar Mahadev @Kachholi etc… and their long lasting practice till late night near our vadis with full of CHHANTO PAANI.. (This is for Halpatis.. . till the date they have never been patis of Hal!!) Sumanbhai from Chicago Aug 28 2008
લોકગીતો: ભજનો ના રચયિતા તે રચના ના હક્કદાર કહેવાય - નારદ , કલિદાસ નરસિન્હ મહેતા વગેરે
લોકગિતો લોકો માતેજ હોય કોઇનિ મલિકિ ના હોય
1) અલ્માડીનાં વસાવા જાતિનાં આદિવાસીઓનું લોકગીત:
2) હળપતિ જાતિનાં લોકોનાં લોકગીતનો આ પ્રકાર ખૂબ જ પ્રખ્યાત છે… ‘ઘેરૈયા’ :
3) બારડોલીની નજીક આવેલા મહુવા ગામનાં ઢોળીયા પટેલોનું એક લોકગીત:
4) પેથાપુરનાં વસાવા જાતિનાં આદિવાસીઓનું લોકગીત:
5) ‘સખી મંડળ’ - આંગણવાડીમાં કામ કરતી ગરીબ બહેનોએ બનાવેલું મંડળ, જેમાં બહેનો પૈસા ભેગા કરી અંદરોઅંદર એકબીજાને મદદ કરે છે…
Strictly Copyright Material… posted here with Permission !
પ્રિય Garvo Gujarati, એમ તો અમે બધા પણ અહીં ગરવા ગુજરાતી જ છીએ હોં મિત્ર !
આપની જાણ ખાતર… “Strictly Copyright Material” આ વાત અહીં રચનાઓ માટે નથી લખવામાં આવી. એ તો તમે કહ્યું એમ, લોકગીતો તો લોકો માટે જ હોય છે. પરંતુ અહીં આ વાત સંગીતનાં સ્વરાંકન માટે લખવામાં આવી છે. અને જેણે સંગીત આપ્યું હોય એણે કોપીરાઈટ્સ હક્કો પણ રાખ્યા હોય એ બિલકુલ સ્વાભાવિક છે.
આ વાત હું તમને અંગત ઈમેલમાં પણ લખી શકત, જો તમે સાચું ઈમેલ એડ્રેસ આપ્યું હોત તો…!
આશા છે કે તમને તળપદાં ગીતો માણવાની મજા આવી હશે.
જય ગુર્જરી !
Something special !! We born on the bank of river”Tapi”. My town name is Kadod and I live in US. Everything that you have on your website is something like real “Asmita of Gujarat”> I was looking something like this for long time !! “Gheriy”….And other songs are part of our culture, Doesn’t matter what cast you are from ? I grown up with it !! Tapi stotra is something special. Jay Jay suryaputri !!
[...] કર્યા હતા…જે અહીં સાંભળી શકાશે… http://www.urmisaagar.com/saagar/?p=498 [...]
અતિ સુન્દર્.
[...] કર્યા હતા…જે અહીં સાંભળી શકાશે… http://www.urmisaagar.com/saagar/?p=498 [...]
આપની આ મહેનત રંગ લાવી છે.રહી વાત શબ્દોની તો એ સમજવા માટે એ લોકોના વચ્ચે રહેવાય તો સમજાય.હું કચ્છનો વતની છું.મારા બાળપણનો વેકેશનનો સમય કચ્છના ગામડાઓમાં વિત્યો છે.ત્યાં વપરાતા તળપદા શબ્દો હું જાણું છું પણ કચ્છના શહેરમાં વસ્તા લોકો એ જાણતા નથી એ સ્વાભાવિક છે.
કચ્છમાં પણ શ્રમજીવી બાઇઓનું એક લોકગીત કચ્છમાં બહુજ પ્રચલિત છે. જે ઘણી વખત મનોરંજછ્ન કાર્યક્રમમાં ખાસ ક્યાં પણ ડાંડિયારાસનો કાર્યક્રમ હોય ત્યારે જરૂર ગવાય છે.નામ છે”ગજીઓ”(મકાન બાંધકામ વખતે વપરાતા ચોરસ પથ્થર કે બ્લોક)
જો આપની ત્યાં કચ્છી કલાકરો આવે તો તેમના પાસેથી સાંભળવા મળશે અલબત ઘણા ગુજરાતી કલાકાર પણ આ લોક્ગીત જાણતાં હોય છે.
તદ્ઉપરાંત કચ્છનું એક વિવિષ્ટ લોકનૃત્ય પણ છે જે મટુકી નામે ઓળખાય છે.
અભિનંદન
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
વાહ વાહ્,” જય જય ગરવી ગુજરાત “….મજા આવી ગઇ…અભિનઁદન…
keep posting such delicious type of songs through which GUJARAT takes breath..Best luck Gurjars !!!
Please provide anchor links to all these songs so we can put it on our blogs/sites…
ખરેખર અદ્ભુત કાર્ય છએ આ
ધન્યવાદ ઉર્મિ..સરસ..ઉમદા કામ
હુ સબ્દો આપ્વા નિ કોશિશ કરીશ ગીતો ની
હો કેવુ પદે
થોદાક દીવસ પછી કેવા
Thanks Urmi For providing such precious treasure.
મેહુલભાઈ અને તેમના વૃન્દને હાર્દિક અભિનન્દન!
This article & programme has reminded me “gharaiya competition” organised by Shri Somnath Mahadev Trust Bilimora. This competition is being held every year
during Diwali holidays. Some where between
new year day up to laabh pancham. I had attended one such
four five year a go. Trust is taking all pain just to keep alive this cultural tradition. It is full dress competition. Various mandli from adjoining & remote villages & falia’s of Bilimora Chikhli & Gandevi takes part.
તાપિ સ્તોત્ર સુન્દર્..
મજાઆવિ ગૈ ધન્યવદ્
મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.
શક્ય છે ???
પારુલ દેસાઈ
પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..
મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.
મુકો ને………..
પારુલ દેસાઈ
maja padi bhai maja padi talpad ma nava ni maja padi
ગુજરાતિ type karatin nathi avadatun, PLEASE read this in Gujarati.
Mari Ma mari jashe teni sathe apana sahitya man thi Surati Khaina - ખાયના - tarike olkhata, khubaj ochha prachalit - evun sundar sahitya pan mari jashe. PLEASE keep it live - I can help, please let me talk to U, can I have phone no. on which I can sing these - I M sure, this community will appreciate the Sahitya.
IN CONTINUATION OF ABOVE:
Any one from Vansda/ Dharampur? U know what these Khainas R. Pl contribute.
Bhadreshbhai,
I am from Pardi taluka, Dist:Valsad.
ખાયણાઃ These are songs sung by ladies while
beating grains with “musli”in “Khandaniya”. It consist of three four lines. Normal feelings of womens
are expressed through it, but mostly it has
“Karun bhav”
બહુ જ મઝા પડી ગઇ.અભિનંદન…શબ્દો તો બહુ સમજ પડતા નથી પણ સ્ંગીતની જે રમઝટ બોલાવી એ તેની પ્રશ્ંસા કરવા શબ્દો ઓછા પડે..આ માટે જેમણે જેમણે જહેમત ઉઠાવી છે તે સર્વેને અભિન્ંદન.
ખુબજ આભિનંદન,આ તળપદી ભાષા માં ગવાયેલા આદિવાસી ગીતો એ તો મારી જૂની યાદ તાજી કરી દીધી.મને હજુ યાદ છે વલસાડ માં જયારે હું રેહ્તો હતો ત્યારે દુબ્રા કોમ ના લોકો ઘોરીયા રમવા દિવાળી કે નવરાત્રી ના અરસા માં ઘેરઘેર આવતા.મારા ફાધર ખાસ અમારા ઓટલા પર એમને બોલાવી ઘોરીયા ગવડાવતા અને પછી પૈસા ની બક્ષીશ આપતા.