કવિ શ્રી અનિલ જોશીને આજે એમનાં જન્મદિવસ પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… મારા અને તમારા તરફથી.

(ચકલીનો નાનકો ઉતારો… ફોટો : વેબ પરથી)
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું
કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !
નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
- કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
-અનિલ જોશી
આકાશનું ગીત… અશક્યતાનું ગીત… અભાવની ભરપૂર પીડાથી છલકાતું ગીત.








વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !
કવિતા નો સમાનાર્થી શબ્દ એટલે શ્રી અનિલજી! આફરીન! વાહ…વાહ..
વ્
સુંદર કાવ્ય છે.
સુંદર… કવિશ્રીને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ…
ખુબ સરસ ગીત્. અનિલભાઈને જન્મદિન ની શુભેચ્છા!
જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ
સુંદર ગીત
અનિલભાઈઃ ક્યા બાત હૈ! જન્મદિન મુબારક! … ચંદ્રેશ
જન્મદદિન નિ હર્દિકસુભેછાઓ મુબારક્
બહુજ સુન્દર ગિત
ચન્દ્રા.
અનિલભાઈ -
VERY VERY
HAPPY HAPPY - NO -
HAPPIEST HAPPIEST
BIRTU DAY.
જન્મદિવસની વધાઇ સાથે કવિશ્રી ને અભિનંદન..
સુંદર ગીત…
ફૂટતી નથી ડાળખી..વાહ…
Happy Belated Birthday Wishes to Anilbhai