૨૧મી જૂલાઈનાં દિવસે ગુજરાતી સાહિત્યનાં ધૂરંધર શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ હતો અને એ જ દિવસે ગુજરાતી સંગીતનાં પાયાસમાન શ્રી અવિનાશભાઈનો પણ જન્મદિવસ હતો… તો આજે એમને યાદ કરીને આપણે માણીએ, ખૂબ જ જાણીતું અને મને ખૂબ જ ગમતું એક ગીત…

(આવો તમે તો મન ટહુકે આનંદમાં… ફોટો : વેબ પરથી)
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : સોલી કાપડિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણુ સારું.
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
પૂનમનો ચાંદ જ્યા ઊગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર,
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધીર;
સાગરને તીર તમે આવોને ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો;
શાને સતાવો ? મારી ઉરની સિતારના તારો છેડો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.
- મહેશ શાહ








Well Sung… Thanks Urmi.
Can you post one of the Umashankar’s Geet sung
by Shyamal, Artiben, Saumil or Shreya Gosal if
any sung.
forgot to mention Beautiful painting selection!
વાહ ઊર્મિ…!
વારંવાર સાંભળીએ તોય થાકીએ નહીં એવું સદાબહાર ગીત.
શબ્દો,સંવેદના,સ્વર અને સ્વરાંકન બધું તરબતર કરી દે એવું.
-ગમ્યું.
ખૂબ મધુરું કર્ણપ્રિય ગીત
ઉર્મિબેન
આ ગિત જેમ જેમ સામભડુ છુ તેમ તેમ એમજ લાગે કે
આ ગિત જાણે નવુજ હોય્,,,,,ગમે એટલિવાર સામ્ભડુ
પણ કનટાળો આવે જ નઇ…
ચન્દ્રા
ઘણુજ સુન્દર તેમજ સુરીલુ અને મનને તુરત જ ગમી જાય તેવુ ગીત.
વળી તે પણ બહુજ અર્થ સભર અને ખરેખર દિલની લાગણીઓના તાર છેડી નાખે તેવુ
ભુતકાળની કોઈ યાદ પણ સજીવ કરી મુકે - અને સુતેલિ ળાાણી આળસ મરડી ગઈ.
આભાર.
ઘણુજ સુન્દર તેમજ સુરીલુ અને મનને તુરત જ ગમી જાય તેવુ ગીત.
વળી તે પણ બહુજ અર્થ સભર અને ખરેખર દિલની લાગણીઓના તાર છેડી નાખે તેવુ
ભુતકાળની કોઈ યાદ પણ સજીવ કરી મુકે - અને સુતેલિ લાગણી આળસ મરડી ગઈ.
આભાર.